તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગાઉથી જ સાફ વાસણને 'સાફ' કરી કેજરીવાલે સ્વર્ણ મંદિરમાં આપી સેવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમૃતસર: સોમવારે વહેલી સવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અમૃતસરના સુવર્ણ મંદિર 'ભૂલ બખ્શ' સેવા માટે પહોંચ્યા હતા. કેજરીવાલે ત્યાં વાસણ સાફ કર્યાં અને વધુ એક વિવાદ નોતર્યો હતો.
સાફ વાસણને કર્યાં સાફ

- ધર્મગ્રંથના અપમાનના મુદ્દે ઊભા થયેલા વિવાદની માફી માંગવા માટે કેજરીવાલે 'ભૂલબખ્શ' સેવા આપી હતી.
- અહીં તેમણે લંગર (સામૂહિક ભોજનાલય)ના વાસણ સાફ કરવાની સેવા આપી હતી.
- કેજરીવાલે જે વાસણ સાફ કર્યાં તે વાસણ અગાઉથી જ સાફ હતા, જેના કારણે વધુ એક વિવાદ થયો છે.
- આપના નેતા આશિષ ખેતાન, એચ.એસ. ફુલ્કા, દિલ્હીના ધારાસભ્ય જર્નેલસિંહ વગેરે હાજર રહ્યા હતા.
- આપના નેતા એચ.એસ.ફુલ્કાના કહેવા પ્રમાણે, કેટલાક લોકો દ્વારા નાહકનો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે.
- વાસણ સફાઈ માટે છ કતાર છે. અને દરેક કતારમાં સફાઈ કરવી એ સેવા જ છે.
શા માટે આપી 'ભૂલબખ્શ' સેવા?

- અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો.
- જેમાં શીખોના પવિત્ર ધર્મસ્થળ સુવર્ણ મંદિરની સાથે ઝાડુની તસવીર મૂકી હતી. જેના કારણે શીખ સંગઠનોએ ધાર્મિક ભાવનાઓને પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો.
- અમૃતસરમાં તા. 3 જુલાઈએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો.
- આમ આદમી પાર્ટીના નેતા આશિષ ખેતાને તેમના ચૂંટણી ઢંઢેરાની સરખામણી ગીતા, બાઈબલ, ગુરૂ ગ્રંથ સાહેબ જેવા ધર્મગ્રંથો સાથે કરી હતી.
- આવતાં વર્ષે પંજાબમાં ચૂંટણીઓ છે. તે પહેલા વિવાદને સમાપ્ત કરવાના હેતુથી કેજરીવાલે આ સેવા આપી હતી.
- સુવર્ણ મંદિર સાથે ઝાડુ મૂકવાના મુદ્દે આપના કેટલાક નેતાઓ સામે FIR (ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ) પણ દાખલ કરવામાં આવી છે.
કેટલાક સંગઠનો દ્વારા વિરોધ

- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં TalkToAK કાર્યક્રમ બાદ રવિવારે અમૃતસર પહોંચ્યા હતા.
- અહીં કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો હતો.
- ઉપરાંત કેટલાક સ્થળોએ કેજરીવાલને કાળા ઝંડા પણ દેખાડવામાં આવ્યા હતા.
- તેઓ હિન્દુઓના ધર્મગ્રંથના અપમાન મુદ્દે નારાજ હતા.
જે તસવીરને કારણે વિવાદ થયો, તે તસવીર જોવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો