અનામત / સવર્ણોને 10 ટકા આર્થિક અનામત બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદની મહોર

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • સંશોધન બિલ 9 જાન્યુઆરીએ રાજ્યસભા અને 8 જાન્યુઆરીએ લોકસભામાં પાસ થયું હતું
  • આ વિધયકને રાજ્યોની વિધાનસભાની મંજૂરીની જરૂર નથી

divyabhaskar.com

Jan 13, 2019, 01:37 AM IST

દિલ્હી:  આર્થિક રીતે પછાત સવર્ણોને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવાના વિધયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. હવે આ વિધયક કાયદો બની ગયું છે. આ અગાઉ લોકસભા અને રાજ્યસભામાં આ બંધારણીય સુધારા વિધયકને મંજૂરી મળી હતી. આ વિધયકને રાજ્યોની વિધાનસભાની મંજૂરીની જરૂર નથી. આથી તે હવે કાયદો બની ગયું છે. 

1. રાજ્ય સરકાર ઈચ્છે તો 5 લાખ સુધી માપદંડ નક્કી કરી શકે છે
ચર્ચા દરમિયાન રવિશંકર પ્રસાદે વિરોધપક્ષને જણાવ્યું હતું કે તમે બિલમાં 8 લાખની મર્યાદા ઉપર સવાલો ઉઠાવો છો પરંતું બિલમાં જોગવાઈ છે કે રાજ્ય સરકાર પોતાની મરજી પ્રમાણે જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા લોકોની આવક મર્યાદા નક્કી કરી શકે છે. ઉદાહરણ માટે કોઈ રાજ્યને લાગે કે આવકની મર્યાદા 8 લાખને બદલે 5 લાખ હોવી જોઈએ તો તે ફેરફાર કરી શકે છે. બંધારણીય રીતે સંશોધન દ્વારા રાજ્યોને આ નિર્ણય કરવાનો અધિકાર છે.
2. તો તમને કોણે રોક્યા હતા આ બિલ લાવવા માટે
રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ આરક્ષણ માત્ર કેન્દ્ર સરકારની નોકરી કે શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ નહી પડે પરંતું રાજ્ય સરકારની નોકરી અને કોલેજો ઉપર પણ લાગુ પડશે. તમે અમને સવાલો પુછી રહ્યા છો કે અત્યારે આ બિલ શા માટે લાવી રહ્યા છો? તો તમને કોણે રોક્યા હતા આ બિલ લાવવા માટે. આપણે બધા રાજકિય કાર્યકર્તા છીએ અને હું માનું છું કે આ મુદ્દાને સમજવાની કોશિશ બધાએ કરી છે.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી