લોકસભા ચૂંટણી / ભાજપ ચૂંટણી સમિતિની બેઠક શરૂ, ઉમેદવારોની પહેલી લીસ્ટ જાહેર કરી શકે છે પાર્ટી

Divyabhaskar.com

Mar 16, 2019, 08:26 PM IST
ભાજપ ચૂંટણી સમિતિની બેઠક શરૂ
ભાજપ ચૂંટણી સમિતિની બેઠક શરૂ

  • બેઠકમાં બિહાર, ઉત્તરાખંડ.આસામ, અરૂણાચલ સહિત રાજ્યના ઉમેદવારના નામ પર ચર્ચા થઈ શકે છે
  • કોંગ્રેસ ત્રણ યાદીની જાહેર ચૂકી છે, તેમા 54 સીટોના નામ નક્કી કરવામાં આવ્યાં છે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી માટે ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ છે. જાણવા મળી રહ્યું છે કે ભાજપ આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે ચૂંટણી સમિતિની બેઠકમાં ઉત્તરાખંડ, આસામ, અરૂણાચલ. મણિપુર, ત્રિપુરા, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને અંદમાન-નિકોબારની સીટોના નામ નક્કી થઈ શકે છે.

બેઠકમાં મોદી-શાહ-રાજનાથ સહિતના નેતાઓ હાજર

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીની અધ્યક્ષતામાં શરૂ થયેલી બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી, નિતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, કિરણ રિજિજૂ અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ સહિતના નેતાઓ હાજર છે.

X
ભાજપ ચૂંટણી સમિતિની બેઠક શરૂભાજપ ચૂંટણી સમિતિની બેઠક શરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી