લાંચ કેસ / CBIના સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાનાની FIR રદ કરાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી

Divyabhaskar.com

Jan 11, 2019, 05:54 PM IST
Delhi court verdict on CBI Rakesh Asthana for quashing fir on bribery allegations
X
Delhi court verdict on CBI Rakesh Asthana for quashing fir on bribery allegations

  • DCP દેવેન્દ્ર કુમારની FIR રદ કરાવવાની અપીલ પણ HCએ ફગાવી

  • હાઈકોર્ટે CBIને અસ્થાના અને દેવેન્દ્ર વિરૂદ્ધ 10 સપ્તાહમાં તપાસ પૂરી કરવાના આદેશ આપ્યાં

  • CBIના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માએ અસ્થાના પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો 

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની લાંચ કેસ રદ કરાવવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે એક લોક સેવક પર FIR થવી ગંભીર વાત છે. આ મામલે જે ચાર્જ લગાવવામાં આવ્યાં છે તેની તપાસ થવી જોઈએ. અસ્થાના પર CBIના ડાયરેક્ટર પદે રહેલાં આલોક વર્માએ 2 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે અસ્થાનાની સાથે સહ આરોપી DSP દેવેન્દ્ર કુમાર વિરૂદ્ધ પણ કેસ રદ કરવાનો ઈન્કાર કર્યો છે. 

 

 

જસ્ટિસ નાઝમી વઝીરીએ 20 ડિસેમ્બર 2018નાં રોજ નવી અરજીઓ પર સુનાવણી કર્યાં બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન CBI, કેન્દ્ર સરકાર, રાકેશ અસ્થાના, DSP દેવેન્દ્ર કુમાર, આલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર એકે શર્માના વકીલઓએ દલીલ કરી હતી

હૈદરાબાદના વ્યવસાયીએ લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો
1.

અતિરિક્ત પોલીસ અધિકારી એસએસ ગુર્મે કોર્ટમાં એક પક્ષ તરીકે સ્વીકાર કરવાને લઈને અરજી દાખલ કરી હતી. હૈદરાબાદના વ્યવસાયી સતીશ બાબૂ સનાની ફરિયાદ પર FIR દાખલ કરવામાં આવી હતી. તેઓએ એક મામલે રાહત મેળવવા માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ મામલાની સુનાવણી માટે એક અરજી દાખલ કરી હતી. સતીષે તેમ પણ કહ્યું હતું કે તે સીબીઆઈની સાથે તપાસમાં સહયોગ કરશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી