'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ને સવાયા ઠગ મળ્યાઃ રિલિઝના દિવસે જ HD પ્રિન્ટ ઓનલાઈન લિક

The thugs of Hindustan movie released on the same day, HD print online leaks

Divyabhaskar.com

Nov 10, 2018, 09:47 AM IST

યશરાજ ફિલ્મ્સ નિર્મિત અને આમિર, અમિતાભ, કેટરિના જેવા સ્ટાર્સ અભિનિત બહુચર્ચિત ફિલ્મ 'ઠગ ઓફ હિન્દુસ્તાન' રિલિઝ થઈ એ જ દિવસે તેની HD પ્રિન્ટ ઓનલાઈન લિક થઈ ચૂકી છે. પહેલાં દિવસે જ આશરે રૂ. 50 કરોડનું કલેક્શન મેળવવા છતાં અત્યંત નબળા રિવ્યુ અને નકારાત્મક માઉથ પબ્લિસિટીના કારણે આ ફિલ્મ બૂરી રીતે પિટાઈ જવાનો ભય ઊભો થયો છે ત્યારે ઓનલાઈન લિક થવાથી યશરાજ ફિલ્મ્સની મુશ્કેલીમાં ભારે મોટો વધારો થયો છે.

રિલિઝના ત્રણ જ કલાકમાં આઠ ભાષામાં પ્રાપ્ય


ફિલ્મની કથાથી માંડીને કોસ્ચ્યુમ સહિતની બાબતોમાં અત્યંત ચૂપકીદી રાખવામાં માહેર યશરાજ ફિલ્મ્સે 'ઠગ ઓફ હિન્દુસ્તાન'માં ભારે ધોબીપછાડ ખાધી છે. ફિલ્મની પૂરી કથા ગણતરીના લોકો સિવાય કોઈને ખબર ન હતી. શૂટિંગમાં પણ સ્ટાફને મોબાઈલ સાથે રાખવાની મનાઈ હતી. તેમ છતાં ફિલ્મ રિલિઝ થઈ તેના ત્રણ જ કલાકમાં ઓનલાઈન સ્ટ્રિમિંગ સાઈટ્સ પર 8 ભાષામાં સબટાઈટલ સાથે ફિલ્મની હાઈ ડેફિનેશન પ્રિન્ટ પ્રાપ્ય બની જતાં યશરાજ ફિલ્મ્સના સૂત્રધારો પણ ડઘાઈ ગયા છે.

શું છે તામિલ રોકર્સ? કેમ છે આટલી ધાક?


તામિલ રોકર્સ એ પાઈરેટેડ ફિલ્મ્સ ડાઉનલોડ કરવાની સેવા આપતી વેબસાઈટ છે, જે છેલ્લાં ય કેટલાંય સમયથી ફિલ્મ નિર્માતાઓ ઉપરાંત સરકાર માટે પણ માથાનો દુઃખાવો બની રહી છે. આ વેબસાઈટ પર મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મો તેની રિલિઝ પહેલાં કે તરત રજૂ કરી દેવામાં આવતી હતી. હવે તેમાં ચર્ચાસ્પદ હિન્દી ફિલ્મોનો ય ઉમેરો થયો છે. અગાઉ તેણે સંજુ, મુલ્ક, ફન્નેખાઁ ઉપરાંત નેટફ્લિક્સ પર રિલિઝ થયેલ વેબસિરિઝ સેક્રેડ ગેમ્સ પણ લિક કરી હતી.


ધરપકડ, દરોડા છતાં... રોક સકો તો રોક લો

તામિલ રોકર્સનું નેટવર્ક પકડવા માટે એન્ટી પાયરસી સેલ દ્વારા ત્રણ રાજ્યોની જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે ગત જુલાઈમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરી હતી, પરંતુ તાજુબી એ થઈ કે ધરપકડ થઈ એ અઠવાડિયે જ નેટફ્લિક્સ પર રિલિઝ થયેલી સન્ની લિયોનીની વેબસિરિઝ લિક થઈ ગઈ હતી. સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં આ વેબસાઈટ અલગ અલગ ડોમેઈનથી ઓપરેશન ચાલુ જ રાખતી રહે છે.

X
The thugs of Hindustan movie released on the same day, HD print online leaks
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી