હત્યા / કાશ્મીરમાં મહિલા પોલીસ અધિકારીની હત્યા, ત્રણ વર્ષ પહેલાં ટોળાએ ઘર બાળ્યું હતું

Divyabhaskar.com

Mar 17, 2019, 01:34 AM IST
મહિલા પોલીસ અધિકારીને આતંકીઓએ ગોળીઓથી વીંધી નાંખી
મહિલા પોલીસ અધિકારીને આતંકીઓએ ગોળીઓથી વીંધી નાંખી

  • ટોળાએ એક દિવસ ખુશ્બુનું ઘર સળગાવી દીધું હતું. આ ઘટના પછી જ ખુશ્બુ એસપીઓ બની હતી

અઝીઝ ડાર, શોપિયાં/શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં વિશેષ મહિલો પોલીસ અધિકારી (એસપીઓ) ખુશ્બુ જાનની આતંકીઓએ હત્યા કરી દીધી. તેમને વેહિલના તેમના ઘરમાંથી ઉપાડી જઇ ગોળીઓથી વિંધી નાંખ્યાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું. 21 વર્ષની ખુશ્બુ 2016માં એસપીઓ બની હતી. તેની કહાની પણ સંઘર્ષપૂર્ણ અને હિંમતભરી છે.

વાસ્તવમાં 2016માં સુરક્ષાબળોએ જ્યારે પોસ્ટરબોય બુરહાન વાનીને ઠાર માર્યો હતો. ત્યારે શોપિયાંમાં સુરક્ષાબળો પર ટોળું હુમલા કરતું હતું. ત્યારે ખુશ્બુનું ઘર વેહિલ ગામમાં સૈન્ય કેમ્પની પાસે જ હતું. ખુશ્બુના પરિવારજનો જવાનોને ચા-પાણી પીડવડાવતા હતા. તેથી ટોળાએ એક દિવસ ખુશ્બુનું ઘર સળગાવી દીધું હતું. આ ઘટના પછી જ ખુશ્બુ એસપીઓ બની હતી.

3 હુમલાખોર બાઇક પર આવ્યા હતા:પોલીસ અને ખુશ્બુના પરિવાર મુજબ ત્રણ હુમલાખોર બાઇક પર બપોરે 2.40 કલાકે આવ્યા હતા. તેમણે ઘરની બહાર નીકળેલી ખુશ્બુ પર નજીકથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

ગત સપ્તાહે સ્થાનિક અને જવાનને માર્યા: પોલીસે હુમલા પછી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. અગાઉ ગત સપ્તાહે ગુરુવારે આતંકીઆેએ 40 વર્ષના એક શખસને તેના ઘરમાંથી ઉપાડી જઇ મારી નાંખ્યો હતો અને બુધવારે પણ પુલવામાં જિલ્લામાં જ એક જવાનનું ઘરમાંથી અપહરણ કરી તેને ગાળી મારી દીધી હતી.

X
મહિલા પોલીસ અધિકારીને આતંકીઓએ ગોળીઓથી વીંધી નાંખીમહિલા પોલીસ અધિકારીને આતંકીઓએ ગોળીઓથી વીંધી નાંખી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી