ચૂંટણી/ પશ્ચિમ બંગાળમાં શાહના રથને કોર્ટે રોક્યો, ચૂંટણી પ્રચાર માટે જનાર 24 જિલ્લામાંથી પસાર થવાનો હતો

DivyaBhaskar.com

Dec 07, 2018, 02:34 AM IST
The court stayed in Shah Chaura in West Bengal, which was to pass through 24 districts

કોલકાતાઃ કોલકાતા હાઈકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રથયાત્રા કાઢવા માટે ભાજપને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. ભાજપ અધ્યક્ષની યાત્રા 7 ડિસેમ્બરથી કૂચબિહારથી શરૂ થઈને બંગાળના 24 જિલ્લામાંથી પસાર થવાની હતી. હાઈકોર્ટે આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ નક્કી કરી છે. ત્યાં સુધી ભાજપને કોઈ પણ પ્રકારથી રથયાત્રા કાઢતા રોકી દેવાયો છે. ભાજપે બુધવારે રથયાત્રા કાઢવા માટે તંત્ર દ્વારા કોઈ જવાબ ન આપવા બદલ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે અમે એ 24 જિલ્લામાંથી મળનાર રિપોર્ટનું આકલન કરીશું જ્યાંથી આ રથયાત્રા પસાર થવાની છે. રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું કે ભાજપની પ્રસ્તાવિત રથયાત્રાથી બંગાળના જિલ્લાઓમાં સાંપ્રદાયિક તંગદિલી ફેલાઇ શકે છે. જોકે ભાજપે જસ્ટિસ તપવ્રત ચક્રવર્તીની બેન્ચને કહ્યું કે અમે શાંતિપૂર્ણ યાત્રાઓ કાઢીશું.

ભાજપની રાજ્યમાં 40 દિવસમાં 294 સીટો કવર કરવાની યોજના હતી

ભાજપની યોજના હતી કે શાહની રથયાત્રાની મદદથી 40 દિવસમાં 294 વિધાનસભા ક્ષેત્રોને કવર કરવામાં આવે. આ યાત્રામાં ત્રણ એસી બસ હશે. કોર્ટમાં સુનાવણી પહેલાં બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે લોકતાંત્રિક વ્યવસ્થામાં દરેક પક્ષને પોતાના કાર્યક્રમ કરવાની આઝાદી છે. આ કાર્યક્રમોને રોકવાનું સરકારનું કામ નથી. જો તંત્ર અમને રોકશે તો પણ અમે કાર્યક્રમ જારી રાખીશું. યાત્રા નીકળશે અને લક્ષ્યાંક સુધી પણ જશે.

કોર્ટમાં રાજ્ય સરકાર અને ભાજપની દલીલો

*ભાજપે બુધવારે હાઈકોર્ટમાં કહ્યું કે પોલીસ અને રાજ્ય વહીવટીતંત્ર રથયાત્રા કાઢવા માટે પક્ષની અરજી અંગે કંઈ જવાબ આપતું નથી આથી કોર્ટ આ અંગે નિર્દેશ આપે.

*હાઈકોર્ટે ગુરુવારે સુનાવણી કરતા કહ્યું કે તેઓ 24 જિલ્લામાંથી મળનારા રિપોર્ટ ચકાસશે અને તેને આધારે નિર્ણય લેશે.

* રાજ્ય સરકારે હાઈકોર્ટને કહ્યું કે ભાજપની સૂચિત રથયાત્રાથી બંગાળના જિલ્લાઓમાં સાંપ્રદાયિક તણાવ વધી શકે છે તો ભાજપમાં જવાબમાં કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા કાઢશે.

* હાઈકોર્ટે પૂછ્યું કે જો કોઈ અપ્રિય ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે ? આ અંગે ભાજપે કહ્યું કે પક્ષ શાંતિપૂર્ણ યાત્રા કાઢશે. પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

*સુનાવણી અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં દરેક પક્ષને પોતાનો કાર્યક્રમ યોજવાની સ્વતંત્રતા છે. આ કાર્યક્રમ રોકવાનું કામ સરકારનું નથી. જો વહીવટી તંત્ર રોકશે તો પણ તેઓ આ કાર્યક્રમ ચાલુ રાખશે.

X
The court stayed in Shah Chaura in West Bengal, which was to pass through 24 districts
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી