નવી દિલ્હી  / રાફેલ પર CAGનો રિપોર્ટ આજે રજૂ થવાની શક્યતા, સિબ્બલે કહ્યું- CAG રિપોર્ટ રજૂ કરવો એ પણ ગોટાળો

સિબ્બલે કેગને ચેતવણી આપતા કહ્યું હતું કે, આ ભ્રષ્ટ સોદો છે અને તેની તપાસ થવી જ જોઈએ
સિબ્બલે કેગને ચેતવણી આપતા કહ્યું હતું કે, આ ભ્રષ્ટ સોદો છે અને તેની તપાસ થવી જ જોઈએ
X
સિબ્બલે કેગને ચેતવણી આપતા કહ્યું હતું કે, આ ભ્રષ્ટ સોદો છે અને તેની તપાસ થવી જ જોઈએસિબ્બલે કેગને ચેતવણી આપતા કહ્યું હતું કે, આ ભ્રષ્ટ સોદો છે અને તેની તપાસ થવી જ જોઈએ

  • કોંગ્રેસ માટે CAG પણ ચોકીદારનો સાથી
  • રાફેલ ગોટાળા વખતે મહર્ષિ નાણા સચિવ હતા, હવે CAG: તેઓ કેવી રીતે સત્ય બતાવશે?
  •  સિબ્બલે કહ્યું- અધિકારીઓ પર અમારી નજર, ધ્યાન રાખજો અમે પણ સત્તામાં આવી શકીએ
     

Divyabhaskar.com

Feb 10, 2019, 11:48 PM IST

નવી દિલ્હી: કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) સોમવારે રાફેલ સોદા વિશે તૈયાર કરેલો અહેવાલ સંસદમાં રજૂ કરી શકે છે. જોકે, આ મુદ્દે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે આક્રમક સૂરમાં કહ્યું હતું કે, રાફેલ સોદાનો અહેવાલ રજૂ કરવો એ જ એક ગોટાળો છે. કેગના અધિકારીઓ ધ્યાન રાખવું જોઈએ કે, ચૂંટણીઓ આવે છે અને જાય છે. ક્યારેક અમે વિપક્ષમાં હોઈએ છીએ તો ક્યારેક સત્તામાં. અમે એવા અધિકારીઓ પર નજર રાખીશું, જે વધારે પડતા ઉત્સાહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

1. કેગ પોતાની વિરુદ્ધ તપાસ કેવી રીતે કરશે?
સિબ્બલે કેગને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે, આ ભ્રષ્ટ સોદો છે અને તેની તપાસ થવી જ જોઈએ, પરંતુ કેગ પોતાની વિરુદ્ધ તપાસ કેવી રીતે કરશે? પહેલા તેઓ પોતાને બચાવશે અને પછી સરકારને. આ મામલામાં હિતોનો ટકરાવ થયો છે. એટલે જ રાફેલ અંગેનો અહેવાલ સંસદમાં રજૂ થાય તો તે એક ગોટાળો હશે. કેગ રાજીવ મહર્ષિએ આ અહેવાલથી પોતાને અલગ કરી દેવા જોઈએ. આશ્ચર્યની વાત એ પણ છે કે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થયા પછી સંસદમાં રાફેલ સોદાનો કેગ અહેવાલ સંસદમાં આવી ચૂક્યો જ છે.
નોંધનીય છે કે, ફ્રાંસ સરકાર સાથે આશરે રૂ. 58 હજાર કરોડમાં 35 રાફેલ વિમાન ખરીદવાનો સોદો કરાયો હતો. આ સોદાના કારણે દેશની સંપત્તિને જંગી નુકસાન થયું હોવાનો કોંગ્રેસનો ભાજપ સરકાર પર આરોપ છે.
3. સિબ્બલે ‘કેગ’ મહર્ષિ સામે શંકા કેમ વ્યક્ત કરી? 
હાલ ‘કેગ’ તરીકે ફરજ બજાવી રહેલા રાજીવ મહર્ષિ રાફેલ સોદો થયો ત્યારે નાણાં સચિવ હતા. મહર્ષિને 24મી ઓક્ટોબર, 2014ના રોજ નાણાં સચિવ તરીકે નિયુક્ત કરાયા હતા. આ હોદ્દે તેમણે 30મી ઓગસ્ટ, 2015 સુધી ફરજ બજાવી. એપ્રિલ 2015માં વડાપ્રધાન મોદી ફ્રાંસ ગયા અને ત્યારે જ તેમણે રાફેલ વિમાન સોદાની જાહેરાત કરી. આ અંગે સિબ્બલે કહ્યું હતું કે, આ પ્રકારના સોદામાં વેપારી નિયમોનું પાલન કરાવવામાં નાણા મંત્રાલયની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે. એ સોદા માટે જે કોઈ અહેવાલ તૈયાર કરાયો તેમાં રાજીવ મહર્ષિ પણ સામેલ હતા. એટલે રાફેલ સોદાના અહેવાલમાં તેઓ પોતાને બચાવી રહ્યા છે અને કેગ તરીકે સરકારને પણ બચાવશે. મહર્ષિએ નાણા સચિવ તરીકે જે નિર્ણયો કર્યા હતા તેને તેઓ કેવી રીતે અયોગ્ય ઠેરવી શકે? એટલે મને લાગે છે કે, કેગનો અહેવાલ જ સરકારને બચાવવા માટે છે.
4. સિબ્બલ કેગ સામે પણ જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે
દસ વર્ષ સરકારમાં રહ્યા પછીયે યુપીએના પૂર્વ મંત્રીને એ નથી ખબર કે, દેશના સૌથી વરિષ્ઠ સેક્રેટરીને નાણાં મંત્રીના સચિવ બનાવાય છે. સંરક્ષણ મંત્રાલયના ખર્ચને લગતી ફાઈલોમાં ઈકોનોમિક અફેર્સ વિભાગના સચિવની કોઈ જ ભૂમિકા નથી હોતી. આ ફાઈલોનું કામ એક્પેન્ડિચર સેક્રેટરી પાસે હોય છે. બંધારણીય સંસ્થાઓ ખતમ કરનારા લોકો હવે કેગ સામે પણ જૂઠ્ઠાણું ચલાવી રહ્યા છે. - અરુણ જેટલી, નાણાં પ્રધાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી