ઈશા-આનંદ પ્રી વેડિંગ/ શ્રીજી સમક્ષ મધુરાષ્ટક પર મુગ્ધ થઇ નાચ્યાં નીતા અંબાણી

અંબાણી પરિવાર અને મહેમાનોએ શ્રીનાથજીની આરતી ઉતારી

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 01:44 AM
The Ambani family and the guests made an Worship with Shreenathji

* કૃષ્ણ ઈઝ ઓમ્નીપ્રેઝન્સ: આ ભાવભરી સ્તુતીમાં નીતા અંબાણી કહે છે -
* કૃષ્ણ ઈઝ એવરીવેર... વીધઈન મી... વીધઈન યૂ... કૃષ્ણ ઈઝ ઓપ્મનીપ્રેઝન્સ...
* (કૃષ્ણ દરેક જગ્યાએ છે... મારામાં... તમારામાં... કૃષ્ણ સર્વત્ર વિદ્યમાન છે.)

ઉદયપુર: પીછોલાના કિનારે હોટેલ ઓબેરોય ઉદય વિલાસમાં મોડી સાંજે કાર્યક્રમની શરૂઆતમાં નીતા અંબાણી શ્રીનાથજીની પ્રતિમા આગળ આવ્યાં, જ્યાં આઠ-આઠ સિતારવાદક અને તબલાવાદક બેઠા હતા. શંખ અને ઝાંઝ પણ વાગ્યા. દરમિયાન નીતા અંબાણીએ કહ્યું - લેટ્સ જોઈન ટુગેધર ફોર મહાઆરતી, આઈ વેલકમ યુ ઓલ (આવો આપણે બધા મહાઆરતીમાં ભાગ લઈએ, હું તમારા બધાનું સ્વાગત કરું છું.) ઉદ્ઘોષણાની સાથે સિટિંગ એરીયામાં હોસ્ટેસે મહેમાનોને દીપકવાળી નાની થાળીઓ આપી. અંબાણી પરિવાર અને મહેમાનોએ શ્રીનાથજીની આરતી ઉતારી. દરમિયાન અધરં મધુરમ્ વદનમ્ મધુરમ્, મધુરાધિપતે અખિલમ્ મધુરમ્... (મધુરાષ્ટકમ), કર્પૂરગૌરં કરુણાવતરામ્..., વક્રતુંડ મહાકાય... અને ગણેશ સ્તુતી સુખકર્તા-દુખહર્તા વાર્તા વિઘ્નાચી... પણ ગુંજી.

X
The Ambani family and the guests made an Worship with Shreenathji
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App