અમલનેર / વિપ્રોની પહેલી ફેક્ટરીવાળા ગામના લોકો પાસે `4750 કરોડના શેર

2013માં અઝીમ પ્રેમજીએ અમલનેરની ફેક્ટરીની મુલાકાત લીધી હતી
2013માં અઝીમ પ્રેમજીએ અમલનેરની ફેક્ટરીની મુલાકાત લીધી હતી
X
2013માં અઝીમ પ્રેમજીએ અમલનેરની ફેક્ટરીની મુલાકાત લીધી હતી2013માં અઝીમ પ્રેમજીએ અમલનેરની ફેક્ટરીની મુલાકાત લીધી હતી

  • 1970ના દાયકામાં સસ્તા ભાવે અને મફતમાં અપાયેલા શેરોએ કર્મચારીઓ, ખેડૂતોને ન્યાલ કર્યાં
     

Divyabhaskar.com

Mar 17, 2019, 02:24 AM IST

ચંદ્રકાંત પાટિલ, અમલનેર: આમ તો મહારાષ્ટ્રનું અમલનેર બહુ જાણીતું નથી પણ જલગાંવ જિલ્લાનો અમલનેર તાલુકો કરોડપતિઓથી ભરેલો છે. 2.88 લાખની વસતીવાળા આ તાલુકાના લોકો પાસે વિપ્રો કંપનીના અંદાજે 3 ટકા શેર છે. વર્તમાન બજારકિંમત ધ્યાનમાં લઇએ તો આ શેરોનું કુલ મૂલ્ય અંદાજે 4,750 કરોડ રૂ. થાય છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટા ભાગના શેર નજીવા ભાવે અપાયા હતા. હજારો શેર તો ભેટમાં અપાયા હતા.

1. પ્રેમજીના પિતાએ વિપ્રોની શરૂઆત આ ગામમાં જ ફેક્ટરી લગાવીને કરી હતી
આ ત્યારની વાત છે કે જ્યારે વિપ્રો આઇટી કંપની બની નહોતી અને માત્ર વનસ્પતિ તેલ, ઘી તથા અન્ય પ્રોડક્ટ્સ બનાવતી હતી. નોંધનીય છે કે તાજેતરમાં ફરી એક વખત 52 હજાર કરોડ રૂ.નું દાન કરનારા વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીના પિતાએ વિપ્રોની શરૂઆત આ ગામમાં જ ફેક્ટરી લગાવીને કરી હતી. અઝીમ પ્રેમજીના ઉદ્યોગપતિ પિતા હાશમ પ્રેમજીએ 1947માં વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ્સ લિ.ની સ્થાપના કરી હતી.

આ વિસ્તારમાં મગફળીનો પાક થતો હોવાથી તેમણે સિંગતેલ, વનસ્પતિ ઘી બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. બિઝનેસ અઝીમ પ્રેમજીના હાથમાં આવ્યો તો તેમણે થોડા સમય બાદ 1985માં આઇટી કંપનીનો પાયો નાખ્યો. તે પછી કંપનીનું સ્વરૂપ વૈશ્વિક થતું ગયું. અઝીમ પ્રેમજી છેલ્લે 2013ની 12 ફેબ્રુઆરીએ અમલનેર ગયા હતા.

તેમણે ત્યાંના બધા કર્મચારીઓને સ્વહસ્તે ઇન્ડક્શન કૂકર વહેંચ્યા હતા. અમલનેરના રહેવાસી સુનીલ માહેશ્વરી જણાવે છે કે તે જમાનામાં શેઠજીએ 100 રૂપિયાની ફેસ વેલ્યુવાળા શેર કર્મચારીઓ, વેપારીઓને વહેંચ્યા હતા. અંદાજે 55થી 60 હજાર શેર વહેંચાયા હતા.

તે વખતના મોટા ભાગના કર્મચારીઓની બીજી પેઢી હવે કરોડપતિ છે. શેરધારકો હવે અમલનેરની બહાર પણ જઇ ચૂક્યા છે. 1970ના દાયકામાં જે લોકોએ 5-10 હજાર રૂપિયામાં જે શેર ખરીદયા હતા તેની કિંમત હવે 5 કરોડ રૂ.થી વધુ થઇ ચૂકી છે. ઘણા લોકોએ વિપ્રોમાંથી મળેલા ડિવિડન્ડમાંથી જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. અરવિંદ મુથેને તો ખબર જ નહોતી કે તેમના પિતા તેમના માટે કરોડો રૂપિયાના શેર છોડી ગયા છે.

તેમના મિત્રએ જ્યારે તેમનું નામ વિપ્રોના એન્યુઅલ રિપોર્ટમાં શેરહોલ્ડર્સની યાદીમાં જોતાં તેમને આ અંગે જાણ કરી. તે શેરો વેચીને તેમણે દેવું ચૂકવ્યું અને તે પછી પણ સમૃદ્ધ થયા. ડાગા પરિવારમાં બે ભાઇ અને ત્રણ બહેન છે. તેમના પિતા વિપ્રોની કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (બલ્બ, સાબુ)ના એજન્ટ હતા. તેમની પાસે પાંચ લાખ રૂ.ના મૂલ્યના શેર હતા, જેના ભાવ અત્યારે 40 કરોડ રૂ.ની આસપાસ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી