શહીદની માતાનું દર્દ / હું કંઈ કહીશ તો તેઓ મારા નાના પુત્રને પણ મારી નાખશે 

Divyabhaskar.com

Mar 17, 2019, 02:12 AM IST
ઝહુરા પોલીસ પુત્રની માતા ફાઈલ)
ઝહુરા પોલીસ પુત્રની માતા ફાઈલ)

  • ‘કઈ માતા ઇચ્છશે કે તેનો પુત્ર આ રીતે ટુકડામાં ઘરે આવે’- આતંકીની મા

આતંકના ગઢ દક્ષિણ કાશ્મીરથી ઉપમિતા વાજપેયીનો અહેવાલ: આશરે એક વર્ષ પહેલાંની વાત છે. કાશ્મીર ખીણનું સુંદર ગામ ક્રરાવૂરા અડધી રાત્રે અચાનક હચમચી ઊઠ્યું. અહીં એન્કાઉન્ટર શરૂ થયું હતું. ઝરીના અશરફનો 19 વર્ષીય પુત્ર જે છ મહિના પહેલાં જ આતંકી બન્યો હતો તે આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો અને બચી ગયો. તેને ત્રણ ગોળી વાગી હતી. શ્રીનગરની એક હોસ્પિટલમાં કેટલાક દિવસ તેની સારવાર ચાલી અને પછી તેને જમ્મુ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો.

ઝરીના એ દિવસ યાદ કરે છે જ્યારે અચાનક તેમને પુત્રના પુસ્તકમાંથી એક ચિઠ્ઠી મળી હતી. તેમાં લખ્યું હતું કે, મેં બંદૂક ઉઠાવી લીધી છે. હું ટુકડે ટુકડા થઈને પણ ઘરે પાછો ફરું તો રોતા નહીં. ઝરીના નથી જાણતી કે તેમના પુત્રે આવું પગલું કેમ ભર્યું. તે રોજ કોલેજ જતો હતો અને ઘરકામમાં પણ મદદ કરતો હતો. ઘરમાં કોઈ જ પ્રકારની કોઈ કમી ન હતી કે જેના કારણે તેમના પુત્રને આતંકી બનવા મજબૂર થવું પડે. આખી રાત તેઓ સગાં-સંબંધી અને પાડોશીઓની મદદથી તેને શોધતા રહ્યા.

એ જ ગામમાં આતંકી સદ્દા પાડરનો પરિવાર પણ રહેતો હતો. તેઓ પાડર પરિવાર પાસે પણ ગયા અને પોતાના પુત્રને પાછો લાવવામાં મદદ કરવા કહ્યું. જવાબ મળ્યો: અમે અમારા પુત્રને ના રોકી શક્યા તો તમારા પુત્રને પાછો લાવવાની અમારી શું વિસાત. ઝરીના કહે છે કે અમારો પુત્ર ઘરેથી નીકળીને કોલેજ પહોંચે ત્યાં સુધી અમે તેને ચાર કૉલ કરી નાંખતા. તે રોજ નમાજ પહેલાં ઘરે આવી જતો હતો. અમને અહેસાસ પણ નહોતો કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. નહીં તો કઈ મા ઈચ્છશે તેનો પુત્ર ટુકડામાં ઘરે પાછો આવે!

ઝરીના જેવી માતાઓની કાશ્મીર ખીણમાં કમી નથી, જેનાં સંતાનોના કારણે આખો પરિવાર બરબાદ થઈ ગયો હોય. આ જ કારણસર હાલમાં લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢીલોને (કોર કમાન્ડર, કાશ્મીર) કાશ્મીરની માતાઓને વિનંતી કરી હતી કે તેઓ પોતાના પુત્રોને આતંકવાદી બનતા રોકે અને જે જતા રહ્યા છે તેમને પાછા ના બોલાવે.ખીણમાં આતંક અને ન્યાયની આ લડાઈની કિંમત અનેક માતાઓ ચૂકવી રહી છે. ઝહુરા ગામની રૂકૈયા માટે એ દિવસે બધું જ ખતમ થઈ ગયું જ્યારે પોલીસની નોકરી કરતા તેમના પુત્ર શૌકતનો મૃતદેહ ઘરે પહોંચ્યો. એક દિવસ તે આતંકવાદી હુમલામાં શહીદ થઈ ગયો હતો.

કાશ્મીરની દર્દનાક તસવીર: કાશ્મીરની મોટાભાગની માતા પોતાના પુત્રો પર નજર રાખે છે. કારણ કે ક્યારેય શું થાય અને કેટલો સમય કોની સાથે વિતાવાય એ બધુ ઘટના પર આધારિત હોય છે.છેલ્લા 20 વર્ષમાં જેટલા પણ આતંકી સરન્ડર કરી પરત ફર્યા તેઓ માતાની અપિલ પર જ આવ્યા છે. હાલમાં આવી ત્રણ-ચાર ઘટના બની છે.

X
ઝહુરા પોલીસ પુત્રની માતા ફાઈલ)ઝહુરા પોલીસ પુત્રની માતા ફાઈલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી