CBI વિવાદ / ભૂતપૂર્વ CJI આર. એમ. લોઢાએ કહ્યું- સ્વતંત્રતા વિના પોપટ કેવી રીતે ઊડશે

Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 01:07 AM
આર. એમ. લોઢાની ફાઈલ તસવીર
આર. એમ. લોઢાની ફાઈલ તસવીર
X
આર. એમ. લોઢાની ફાઈલ તસવીરઆર. એમ. લોઢાની ફાઈલ તસવીર

  • જસ્ટિસ લોઢાએ જ CBI માટે પાંજરામાં કેદ પોપટ શબ્દનો ઉપયોગ કરેલો
  • સત્તામાં ગમે તે હોય ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ થતી જ રહેશે.
     

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સીબીઆઈના ભૂતપૂર્વ ડાયરેક્ટર આલોક વર્માને તેમના પદ પરથી હટાવીને તેમને ફાયર સર્વિસના ડાયરેક્ટર બનાવી દીધા હતા. ત્યાર બાદ તેમણે ડીજી ફાયર સર્વિસનો ચાર્જ લેવાનો ઈનકાર કરતા સર્વિસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેમના કેસમાં પ્રાકૃતિક ન્યાય સમાપ્ત કરી દેવાયો છે.

તપાસ એજન્સી સરકારની ઈચ્છાઓની ગુલામ
1.

આ કેસ પર સુપ્રીમકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાએ ટિપ્પણી કરી છે. જસ્ટિસ લોઢા એ જ વ્યક્તિ છે, જેમણે સીબીઆઈ માટે ‘પાંજરામાં કેદ પોપટ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, કારણ કે તપાસ એજન્સી સરકારની ઈચ્છાઓની ગુલામ છે. શુક્રવારે જસ્ટિસ લોઢાએ કહ્યું, ‘પોપટને ખુલ્લો છોડવામાં ન આવે ત્યાં સુધી તે ખુલ્લા આકાશમાં મુક્તમને ઊડી શકતો નથી. સમય આવી ગયો છે જ્યારે કંઈક કરવું જોઈએ અને કંઈક થવું જોઈએ, જેથી સીબીઆઈ ઉચ્ચસ્તરીય તપાસ એજન્સી બની શકે તે સુનિશ્ચિત કરવામાં આવે’

તપાસ એજન્સીને સ્વતંત્રતા આપવી જોઈએ
2.આ સ્વતંત્રતાને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવે તે અંગે તેમણે કહ્યું, એવા કાયદા અને રીતો છે, જેના દ્વારા આમ કરી શકાય છે. દરેક સરકાર સીબીઆઈનો ઉપયોગ કરે છે અને તેના પર પ્રભાવ પાડે છે. પરંતુ મને લાગે છે કે આ કેસ ન્યાયાલયને આધીન છે. કોલસા કૌભાંડ દરમિયાન આ બાબત સામે આવી હતી અને ત્યાર પછી ચાલુ રહી. કોર્ટ મારફત અથવા અન્ય કોઈ માધ્યમથી સીબીઆઈની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઈએ. સુપ્રીમકોર્ટના ભૂતપૂર્વ જજે કહ્યું, તપાસ એજન્સીને સ્વતંત્રતા આપવી જોઈએ. સમય આવી ગયો છે કે તેને રાજકીય વહીવટીતંત્રથી અલગ કરવી જોઈએ. જ્યાં સુધી તેના પર રાજકીય વહીવટીતંત્રનું નિયંત્રણ રહેશે, સત્તામાં ગમે તે હોય ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ થતી જ રહેશે.
 
વર્માની બદલીમાં સલાહ લેવાઈ નહોતી
3.વર્માની ટ્રાન્સફર અંગે જસ્ટિસ લોઢાએ કહ્યું, સુપ્રીમકોર્ટે એ વાત તરફ નિર્દેશ કર્યો હતો કે સમિતિની સલાહ લેવાઈ નહોતી. કેન્દ્ર સરકારે સીબીઆઈના વડાની બદલી કરવા માટે તેનો ઉપયોગ કર્યો. મે 2013માં કોલ ફાળવણી કેસની સુનાવણી કરતા તત્કાલીન જજ રહેલા જસ્ટિસ લોઢાએ સરકારના વકીલને પૂછ્યું હતું કે તેમને પાંજરામાં કેદ પોપટને ખુલ્લો છોડવામાં કેટલો સમય લાગશે અને તેના માટે તેનો અવાજ દબાવવાનું બંધ કરવું જોઈએ.
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App