નવી દિલ્હી / 107 વર્ષનાં વૃક્ષ માતાને પદ્મશ્રી, 34 વર્ષ નાના રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યાં

Divyabhaskar.com

Mar 17, 2019, 11:02 AM IST
પ્રોટોકોલ છતાં થીમક્કાએ રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યા હતા
પ્રોટોકોલ છતાં થીમક્કાએ રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યા હતા

  • પ્રોટોકોલ છતાં થીમક્કાએ રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યા હતા

નવી દિલ્હી: શનિવારે 107 વર્ષના સાલૂમરદા થીમક્કાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી સન્માનિત કર્યા. પ્રોટોકોલ છતાં થીમક્કાએ રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યા હતા. તેમણે કર્ણાટકમાં 400 વડના ઝાડ સહિત 8000થી વધુ વૃક્ષનું વાવેતર કર્યું છે. આથી તેમને વૃક્ષમાતા કહે છે.

એ. એમ. નાયક, તીજનબાઇ સહિતની હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે નાગરિક સન્માન સમારોહમાં બે પદ્મ વિભૂષણ, 6 પદ્મ ભૂષણ અને 48 પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કર્યા. પદ્મ વિભૂષણથી સન્માનિત મહાનુભાવોમાં એલ એન્ડ ટીના ગ્રૂપ ચેરમેન અનિલકુમાર નાયક અને લોકગાયિકા તીજનબાઇનો સમાવેશ થતો હતો.

ઇસરોના વિજ્ઞાની એસ. નામ્બી નારાયણ અને પર્વતારોહક બચેન્દ્રી પાલ સહિત 6 હસ્તીને પદ્મ ભૂષણથી સન્માનિત કરાઇ જ્યારે અભિનેતા મનોજ બાજપેયી અને દિન્યાર કોન્ટ્રાક્ટર, ક્રિકેટર ગૌતમ ગંભીર, ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી, ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવ તથા કચ્છના હસ્તકલાકાર અબ્દુલ ગફુર ખત્રી સહિતના મહાનુભાવોને પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરાયો. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહપ્રધાન રાજનાથસિંહ સહિતના કેન્દ્રીય પ્રધાનો તેમ જ વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

X
પ્રોટોકોલ છતાં થીમક્કાએ રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યા હતાપ્રોટોકોલ છતાં થીમક્કાએ રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી