ગોવા / કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, ભાજપ શાસનને બરતરફ કરવાની રાજ્યપાલને માગ કરી

Divyabhaskar.com

Mar 16, 2019, 10:38 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • કોંગ્રેસે રાજ્યપાલને કહ્યું કે સૌથી મોટા પક્ષને સરકાર બનાવવાનો મોકો આપવો જોઈએ
  • પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો પ્રયાસ નિયમ વિરુદ્ધ ગણાશે અને તેને પડકારવામાં આવશે

પણજીઃ લોકસભા ચૂંટણીની વચ્ચે ગોવામાં કોંગ્રેસે શનિવારે રાજ્યમા સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા છે. રાજ્યપાલને લખેલા પત્રમાં પાર્ટીએ માગ કરી છે કે ભાજપની અલ્પમતની સરકારને બરતરફ કરવામાં આવે અને રાજ્યના સૌથી મોટા પક્ષ કોંગ્રેસને સરકાર બનાવવાનો મોકો આપવામાં આવે. કોંગ્રેસે પત્રમાં એ પણ લખ્યું કે ગોવામાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કોશિશ કરવામાં આવશે તો તે નિયમ વિરુદ્ધ ગણાશે અને તેને પડકારવામાં આવશે. બીજી તરફ ભાજપે પણ તેમના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

રાજ્યપાલને લખેલા પત્રમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકરે લખ્યું- ભાજપના એક ધારાસભ્યના નિધન બાદ પાર્રિકર સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. લાંબા સમયથી વિશ્વાસ ગુમાવી ચૂકેલી મનોહર પાર્કિકરના નેતૃત્વવાળી ભાજપ સરકારે હવે સદનની તાકાત ગુમાવી દીધી છે. આ માટે રાજ્ય સરકારને બરતરફ કરીને સદનની સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવવી જોઈએ.

ભાજપ પાસે 21 ધારાસભ્યોનું સમર્થન: વર્તમાન પરિસ્થિતિમાં ગોવા વિધાનસભામાં 37 સભ્યો છે. તેમાથી 13 ધારાસભ્યો ભાજપના છે, તો બીજી તરફ કોંગ્રેસ પાસે 14 સભ્યો છે. જોકે ભાજપ બે પ્રાદેશિક પાર્ટીના 6 અને 2 અપક્ષ ધારાસભ્યો સાથે સત્તામાં છે. ભાજપ પાસે કુલ 21 ધારાસભ્યોનું સમર્થન છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી