Home » National News » Latest News » National » Calcutta High Court division bench upheld decision, remove Rath Yatra: Amit Shah

પશ્ચિમબંગાળ/ કોલકાતા હાઈકોર્ટેની ડિવિઝન બેન્ચે નિર્ણય ફેરવ્યો, રથયાત્રા તો કાઢીશું જ: અમિત શાહ

Divyabhaskar.com | Updated - Dec 08, 2018, 08:41 AM

ગુરુવારે હાઈકોર્ટની સિંગલ બેન્ચે ભાજપની રથયાત્રાને મંજૂરી આપી નહોતી

 • Calcutta High Court division bench upheld decision, remove Rath Yatra: Amit Shah

  *શાહે CM બેનરજી પર હુમલો કરતા કહ્યું, તે ભાજપથી ડરી ગયાં છે

  કોલકાતાઃ કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેન્ચે ગુરુવારે ભાજપની સૂચિત રથયાત્રા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેના બીજા જ દિવસે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ ચુકાદાને ફગાવી દીધો છે. ડિવિઝન બેન્ચે શુક્રવારે આ અંગે સુનાવણી કરતા કહ્યું કે ભાજપના ત્રણ પ્રતિનિધિ રાજ્યના મુખ્યસચિવ, ગૃહસચિવ અને ડીજીપીને 12 ડિસેમ્બરે મળે. કોર્ટ આ અંગે 14 ડિસેમ્બરે અંતિમ ચૂકાદો આપશે. દરમિયાનમાં રાજ્ય સરકાર અને હાઈકોર્ટ દ્વારા રથયાત્રાની મંજૂરી નહીં મળ્યા બાદ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્યમંત્રી મમતા બેનરજી હુમલો કર્યો અને કહ્યું કે તેઓ ભાજપથી ડરી ગયાં છે. અમિત શાહે કહ્યું કે મમતા બેનરજીએ જેટલું જોર લગાવવું હોય તેટલું લગાવી લે, અમે રથયાત્રા તો કાઢીને જ રહીશું અને તેના માટે ઈંટનો જવાબ ઈંટથી આપીશુું.

  તેમણે આરોપ મૂક્યો કે બંગાળમાં માફિયાઓનું રાજ થઈ ગયું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પોતે શુક્રવારે કૂચબિહારથી રથયાત્રાને લીલી ઝંડી આપવાના હતા. અમિત શાહે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ભાજપના વિસ્તરણ માટે રથયાત્રા 7 ડિસેમ્બર, 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. અમે તંત્ર પાસે મંજૂરી માગી હતી. 2 અને 12 તથા 20 નવેમ્બરે રિમાન્ડર પણ મોકલાયું હતું, પરંતુ અમને મંજૂરી અપાઈ નહીં.


  હકીકતમાં કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે ભાજપને કૂચબિહારમાં રથયાત્રા કાઢવાની મંજૂરી આપી નહોતી. આ પહેલાં પશ્ચિમ બંગાળ સરકારે તેની મંજૂરી આપવાનો ઈનકાર કરતા કહ્યું કે તેનાથી સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે. એવી આશા રખાતી હતી કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે અહીંથી રથયાત્રાને લીલી ઝંડી બતાવી શકે છે. તેને પશ્ચિમ બંગાળમાં પક્ષનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન ગણાવાતું હતું. તેમણે મમતા બેનરજી પર હુમલો કર્યો અને કહ્યું કે બંગાળમાં લોકતંત્રનું દમન થઈ રહ્યું છે. મમતા બેનરજી લોકતંત્રનું ગળું દબાવી રહ્યાં છે, બંગાળની અંદર જે રીતે તૃણમૂલનું કુશાસન ચાલી રહ્યું છે. ત્યાર બાદ અમે અવાજ ઉઠાવ્યો તો મમતા તેનાથી ડરી ગયાં. તેમને ડર છે કે આ યાત્રા નીકળશે તો આખા બંગાળમાં પરિવર્તનની લહેર ચાલશે. તેથી તેમણે યાત્રા અટકાવી.

  પંચાયત ચૂંટણીમાં ભાજપના 20 કાર્યકરોનાં મોત થયા હતા

  પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના નેતૃત્વમાં યોજાયેલી પંચાયત ચૂંટણીમાં એટલી હિંસા થઈ, જેટલી અત્યાર સુધી ડાબેરી શાસનમાં પણ નહોતી થઈ. આ હિંસામાં ભાજપના 20 કર્મચારીઓની હત્યા થઈ, 1341 કાર્યકરોને ઈજા પહોંચી અને કુલ 65થી વધુ રાજકીય હત્યાઓ થઈ. શાહે કહ્યું કે હું બંગાળનાં મુખ્યમંત્રીને સ્ટેટસ પૂછવા માગું છું કે આ કેસોનું શું થયું. કોર્ટમાં ચાલ્યા?, પોલીસ અને TMC મળીને રાજકીય હત્યાઓ કરાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ