ધરપકડ/ બોલિવુડ ફિલ્મ પ્રોડ્યુસર પ્રેરણા અરોરાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે 16 કરોડના ફ્રોડ કેસમાં ધરપકડ કરી

પ્રેરણા અરોરા અને અર્જુન કપુર મુંબઈની ક્રિઅર્જ એન્ટરટેઈન્ટમેન્ટ કંપની ના માલિક છે

DivyaBhaskar.com | Updated - Dec 08, 2018, 08:47 PM
Bollywood film producer Insan Arora Mumbai Crime Branch arrested in fraud case of Rs 16 crore

* અરોરાના પ્રોડકશન હાઉસે "રુસ્તમ', "ટોઈલેટ એક પ્રેમકથા', "પેડમેન' અને "પરી' સહિતની ફિલ્મોનું નિર્માણ કર્યું છે
*પદમ ઈસપાત નામની કંપનીએ પ્રેરણાના ક્રીઅર્જ ઈન્ટરટેન્ટમેન્ટ પર 50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે
*જોન અબ્રાહમે પણ પ્રેરણા સામે છેતરપિંડી, વિશ્વાસધાત, ડીફેમેશન સહિતના ગુનાઓ બદલ કેસ કર્યા છે

મુંબઈઃ ઈકોનોમિક ઓફેન્સ વિંગે પ્રોડકશન હાઉસ ક્રિઅર્જ એન્ટરટેન્ટમેન્ટની સંચાલક અને પ્રોડ્યુસર પ્રેરણા અરોરાની 16 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં ધરપકડ કરી છે. તેના પ્રોડકશન હાઉસે રુસ્તમ, ટોઈલેટ એક પ્રેમકથા, પેડમેન અને પરી સહિતની જાણીતી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અરોરાની સંડોવણી ઘણાં બધા કેસોમાં બહાર આવવાને પગલે તે વિવાદોમાં છે.

- પદમ ઈસપાત નામની કંપનીએ પ્રેરણા અરોરાની ક્રીઅર્જ ઈન્ટરટેન્ટમેન્ટ પર 50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ અરોરાને કેદારનાથ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અભિષેક કપૂર સાથે ઝઘડો થયો હતો.

- પ્રેરણાએ ડાયરેક્ટર પર ફિલ્મના શુટિંગ દરમિયાન રિસોર્સનો મોટા પ્રમાણમાં વ્યય કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે કપૂરે અરોરના આરોપ સામે તેણી પાસેથી મારે રૂપિયા લેવાના નીકળે છે તેમ જણાવ્યું હતું. જોકે તેમની વચ્ચે થયેલા વિવાદ બાદ રોની સ્ક્રીવવાલાએ ફિલ્મને સંભાળી લીધી હતી.

- આ એક્ટર સિવાય જોન અબ્રાહમના જેએ એન્ટરટેન્ટમેન્ટે પણ પ્રેરણા સામે છેતરપિંડી, વિશ્વાસધાત, ડીફેમેશન અને આઈટી એક્ટનું ઉલ્લંઘન સહિતના ગુનાઓ કરવા બદલ કોર્ટમાં કેસ કર્યા છે. નોંધનીય છે કે અરોરા જોન અબ્રાહમની ફિલ્મ પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરનની કો-પ્રોડ્યુસર હતી. જોકે બાદમાં ક્રીઅર્જ ફિલ્મ સાથેનો કોન્ટ્ાક જોને રદ કર્યો હતો.

X
Bollywood film producer Insan Arora Mumbai Crime Branch arrested in fraud case of Rs 16 crore
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App