નાગરિકત્વ વિધેયક / ભુપેન હજારિકાના પુત્રનો ભારત રત્ન પરત કરવાનો નિર્ણય

Divyabhaskar.com | Updated - Feb 12, 2019, 12:09 PM
ભુપેન હજારિકાની ફાઈલ તસવીર
ભુપેન હજારિકાની ફાઈલ તસવીર

  • આ ખરડો 8 જાન્યુઆરીએ લોકસભામાં પસાર

ગુવાહાટી: નાગરિકત્વ ખરડાનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. આસામના વિખ્યાત ગાયક સ્વ. ભૂપેન હજારિકાના અમેરિકામાં રહેતા પુત્ર તેજ હજારિકાએ સર્વોચ્ચ સન્માન ભારત રત્ન પરત કરવાનો નિર્ણય લીધો છે. આસામની એક ન્યૂઝ ચેનલને તેજ હજારિકાએ આ અંગે જણાવ્યું હતું. જો કે હજારિકાના ભાઈ સમરે કહ્યું કે ભારત રત્ન પરત કરવાનો નિર્ણય કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં. આ ખરડાની જોગવાઈ મુજબ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મ પાળનારા લઘુમતી સમુદાયના લોકોને 12 વર્ષના બદલે 7 વર્ષ ભારતમાં રહેવાથી યોગ્ય દસ્તાવેજ વિના પણ ભારતીય નાગરિકત્વ મળી શકે છે. આ ખરડાનો ઇશાન રાજ્યો વિરોધ કરી રહ્યા છે. આ ખરડો 8 જાન્યુઆરીએ લોકસભામાં પસાર થઈ ગયો છે, જ્યારે રાજ્યસભામાં બાકી છે.

X
ભુપેન હજારિકાની ફાઈલ તસવીરભુપેન હજારિકાની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App