અયોધ્યા વિવાદઃ 133 વર્ષથી કોર્ટમાં છે 165 વર્ષ જૂનો વિવાદ, સરકાર પક્ષકાર નથી તેથી ઉકેલ મુશ્કેલ

Ayodhya case: There is a 165 year old land dispute in the court for 133 years
હાઇકોર્ટે પક્ષકારો વચ્ચે જમીન વહેંચી દીધી હતી
હાઇકોર્ટે પક્ષકારો વચ્ચે જમીન વહેંચી દીધી હતી
1885થી કેસ અદાલતમાં છે
1885થી કેસ અદાલતમાં છે
કોર્ટ ચુકાદો આપી દેશે તો પણ નવી લડાઇ શરૂ થવાની આશંકા
કોર્ટ ચુકાદો આપી દેશે તો પણ નવી લડાઇ શરૂ થવાની આશંકા

Divyabhaskar.com

Nov 11, 2018, 09:43 AM IST

અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય પ્રતિમા બનાવવાની જાહેરાત થઇ. પરંતુ સંતો અને હિન્દુ સંગઠન રામ મંદિરથી ઓછું કાંઇ ઇચ્છતા નથી. વાંચો અયોધ્યા વિવાદ સાથે સંકળાયેલું એ બધું જે તમે જાણવા માંગો છો...

વિવાદ આ છે

અયોધ્યામાં વિવાદી જમીન પર રામ મંદિર નિર્માણની માગ એક વખત ફરી થઇ રહી છે. કારણ ગત મહિને સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી છે. ત્યારે કોર્ટે સુનાવણીની વધુ એક તારીખ આપી દીધી. મામલો ફરી ટળી ગયા પછી મંદિર બનાવવા માટે કાયદો બનાવવામાં આવે કે વટહુકમ લાવવાની માગ બુલંદ થઇ છે. આ માગ રામ જન્મભૂમિ વિવાદના મુખ્ય પક્ષકાર મહંત ધર્મદાસે ઉઠાવી. બે દિવસ પછી સંઘના વિચારક અને ભાજપ સાંસદ રાકેશ સિંહાના ટ્વીટથી આ મુદ્દો વધુ ચગ્યો. ટ્વીટમાં તેમણે લખ્યું કે જે લોકો ભાજપ-સંઘની ટીકા કરે છે કે રામ મંદિરની તારીખ જણાવો, તેઓ મારા પ્રાઇવેટ બિલને સંસદમાં સમર્થન આપશે? ટ્વીટમાં સિંહાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, સીતારામ યેચૂરી, લાલુ યાદવ અને ચંદ્રબાબુને ટેગ કર્યું હતું. એ સવાલ એમને જ હતો.

ત્યાર પછી દિવાળીના દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન રામની એક વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવાની કેટલાક દિવસોથી ચાલતી અટકળો પર મહોર લગાવી દીધી. સાથે જે કહ્યું કે આ દર્શનીય મૂર્તિ મંદિરની બહાર અને એક પૂજા માટેની મૂર્તિ મંદિરની અંદર હશે. ઉત્તરાખંડના ગરિદ્વારમાં મહામંડળેશ્વર કેલાસાનંદ બ્રહ્મચારીએ કહ્યું કે રામ મંદિર મામલે દેશના અગ્રણી સંતોની એક બેઠક થશે અને વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરશે. આ તમામ પ્રયાસો અને નિવેદનોની વચ્ચે કેન્દ્ સરકાર પર સંતોનું દબાણ વધી રહ્યું છે. હાલમાં જ કેલાસાનંદ બ્રહ્મચારીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી કે 6 ડિસેમ્બરે તેઓ અયોધ્યા કે દિલ્હી કૂચ કરી શકે છે. પદ્મભૂષણથી સન્માનિત આધ્યાત્મ ગુરુ સત્યમિત્રાનંદએ પણ આ જ સમય મર્યાદા પછી અનશન પર બેસવાની ચેતવણી આપી છે.

1885થી કેસ અદાલતમાં છે, 1936 માં શિયા સમાજે પણ વિવાદાસ્પદ ભૂમિ પર તેનો દાવો કર્યો. પરંતુ બાબર સુન્ની સમાજનો હતો, તેથી કોર્ટે શિયા સમાજનો દાવો ફગાવી દીધો

માનવામાં આવે છે કે રામ જન્મ ભૂમિ પર મસ્જિદ બની હોવાનો ઉલ્લેખ પહેલી વખત 1822માં ફૈઝાબાદ કોર્ટના એક અધિકારી હફીઝુલ્લાહે કર્યો હતો. પરંતુ કેસ કોર્ટમાં પહોંચ્યો 1885માં એટલે કે 133 વર્ષ પહેલા. ત્યારે નિર્મોહી અખાડાના મહંત રઘુબર દાસે ફૈઝાબાદ અદાલતમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ વિરુદ્ધ એક કેસ દાખલ કરી બાબરી માળખાની નજીક રામ ચબૂતરા પર છતરી લગાવવા મંજૂરી માગી. અદાલતે વિવાદ વધવાના ડરથી મંજૂરી આપી નહીં. પરંતુ આ મુદ્દા પર કાયદાકીય વિવાદ આઝાદી બાદ 1950માં ઘેરો બન્યો. બાબરી માળખાના ગુંબજ નીચે રામલલાની મૂર્તિ જોવા મળ્યા બાદ. 16 જાન્યુઆરી 1950ના હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ સિંહ વિશારદે ફૈઝાબાદની અદાલતમાં કેસ દાખલ કરી મૂર્તિ પૂજાની મંજૂરી માગી. વિરોધમાં અનીસુર રહેમાન નામની વ્યક્તિએ અરજી કરી. આ વિવાદમાં મુસ્લિમોની આ પહેલી કાયદાકીય પહેલ હતી.

ત્યાર બાદ નિર્મોહી અખાડાએ 1959માં ફરી એક કેસ દાખલ કર્યો. કહ્યું કે - આ જમીન અખાડાની છે અને પ્રાચીન સમયમાં આ સ્થળ પર મંદિર હતું. બે વર્ષ બાદ ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે પણ વિવાદાસ્પદ માળખાના માલિકી હક માટે કેસ દાખલ કરી દીધો. 1991માં અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે વિવાદાસ્પદ ભૂમી પર કોઈ કાયમી નિર્માણ પર પ્રતિબંધ મૂકી દીધો. બાબરી માળખુ તોડી પડાયા બાદ કેન્દ્રની નરસિંહા રાવ સરકારે અહીંની 67 એકર ભૂમિના હસ્તાંતરણ માટે કાયદો બનાવ્યો. પરંતુ આ હસ્તાંતરણને પણ પડકારવામાં આવ્યો. 2003માં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશ પર પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વિવાદાસ્પદ સ્થળનું ખોદકામ શરૂ કર્યું. જૂન સુધી ખોદકામ બાદ રીપોર્ટમાં કહેવાયું કે તેમાં મંદિર સાથે મળતા અવશેષો મળ્યા છે.

વધુ માહિતી માટે આગળ વાંચો... હાઇકોર્ટે પક્ષકારો વચ્ચે જમીન વહેંચી દીધી હતી

X
Ayodhya case: There is a 165 year old land dispute in the court for 133 years
હાઇકોર્ટે પક્ષકારો વચ્ચે જમીન વહેંચી દીધી હતીહાઇકોર્ટે પક્ષકારો વચ્ચે જમીન વહેંચી દીધી હતી
1885થી કેસ અદાલતમાં છે1885થી કેસ અદાલતમાં છે
કોર્ટ ચુકાદો આપી દેશે તો પણ નવી લડાઇ શરૂ થવાની આશંકાકોર્ટ ચુકાદો આપી દેશે તો પણ નવી લડાઇ શરૂ થવાની આશંકા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી