નવી દિલ્હી / સુપ્રીમમાં અરજી- દેશના મુસ્લિમોને પાકિસ્તાન મોકલો, જજે કહ્યું- શું મજાક છે?

Divyabhaskar.com

Mar 16, 2019, 01:41 AM IST
સુપ્રીમ કોર્ટ (ફાઈલ)
સુપ્રીમ કોર્ટ (ફાઈલ)

  • જજને ગુસ્સે થતા જોઈ વકીલે માત્ર એટલું કહ્યું - નો, નો માય-લોર્ડ

પવન કુમાર, નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એક અરજદાર ખૂબ જ અજીબ માગ લઈને કોર્ટ પહોંચ્યો. અરજદારે દેશના મુસલમાનોને પાકિસ્તાન મોકલવા અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને ભારત લાવવાની માગણી કરી. અરજદારની આ માગ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રોહિંગ્ટન નરીમન અને વિનીત સરનની બેન્ચે નારાજગી વ્યક્ત કરી અને તેને કડક કાર્યવાહીની ચેતવણી આપતા અરજી ફગાવી દીધી.

અરજદાર સંગત સિંહ ચૌહાણ તરફથી વકીલ ચરણ લાલ સાહુએ કહ્યું કે વર્ષ 1947માં દેશની સ્વતંત્રતા સમયે વિભાજન દરમિયાન પાકિસ્તાનમાં રહી ગયેલા હિન્દુઓને પાછા ભારત લાવવામાં આવે અને ભારતમાં રહેતા મુસ્લિમોને પાછા પાકિસ્તાન મોકલવામાં આવે. આ સાંભળીને જસ્ટિસ રોહિંગ્ટન નરીમન ગુસ્સે થઈ ગયા.તેમણે ખૂબ જ કડક સ્વરમાં અરજદારને કહ્યું - આ શું મજાક છે ? શું તમે ખરેખર ગંભીરતાથી ઈચ્છો છો કે આ મુદ્દા પર સુનાવણી થાય ? તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો અને કોર્ટ સમક્ષ કઈ માગણી કરી રહ્યા છો ? અમે તમને સાંભળીશું, પરંતુ તમારી વિરુદ્ધ કડક કાયદાકીય આદેશ પણ આપીશું. જજને ગુસ્સે થતા જોઈ વકીલે માત્ર એટલું કહ્યું - નો, નો માય-લોર્ડ. જસ્ટિસ રોહિંગ્ટને કહ્યું કે તો બરાબર છે, અમે તેને ફગાવી દઈએ છીએ.

X
સુપ્રીમ કોર્ટ (ફાઈલ)સુપ્રીમ કોર્ટ (ફાઈલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી