CBI / મંગળવારે સુપ્રીમે ફેંસલો આપ્યોઃ આલોક વર્મા IN, ગુરુવારે સિલેક્શન કમિટીએ નિર્ણય લીધોઃ વર્મા OUT

Alok Verma removed as director of CBI in 24 hours
X
Alok Verma removed as director of CBI in 24 hours

 •  વડાપ્રધાન, ખડગે અને જસ્ટિસ સિકરેની બનેલી ઉચ્ચસ્તરિય સમિતિની મોડી સાંજે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો
 • ખડગેએ CVCના અહેવાલની માગણી કરીને વિરોધ નોંધાવ્યો પરંતુ મોદી, જસ્ટિસ સિકરેએ વર્માને હટાવી દીધા
 • આગામી દિવસોમાં CBI વિવાદના ઘેરા રાજકિય પ્રત્યાઘાતો પડે તેવી સંભાવના

DivyaBhaskar.com

Jan 11, 2019, 09:00 AM IST
નેશનલ ડેસ્કઃલગાતાર 77 દિવસથી ચાલતા CBI વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ગુરુવારે મોડી સાંજે વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી સિલેક્શન કમિટીની બેઠકમાં બે કલાકની ચર્ચાના અંતે નિર્ણય લેવાયો હતો અને CBIના નિર્દેશક તરીકે આલોક વર્માની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હજુ બુધવારે જ સર્વોચ્ચ અદાલતે વર્માને ફરજિયાત રજા પર ઉતારવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વિરુદ્ધમાં ચૂકાદો આપતાં વર્માએ પુનઃ કાર્યભાર સંભાળ્યો હતો. 
1. દિવસ દરમિયાન શું બન્યું?
 •  અદાલતના આદેશ પછી 77 દિવસ બાદ બુધવારે કાર્યભાર સંભાળી રહેલા CBI ડાયરેક્ટર આલોક વર્માએ કાર્યકારી નિર્દેશક નાગેશ્વર રાવે કરેલી બદલીઓ રદ કરી દીધી હતી. ગુરુવારે એ સંબંધિત વધુ કેટલાંક આદેશો જાહેર કર્યા હતા.
 • ગુરુવારે બપોર પછી ભાજપના દિગ્ગજ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ CBI હેડક્વાર્ટર પર જઈને આલોક વર્માની મુલાકાત લીધી હતી.
 • ગુરુવારે સાંજે અચાનક વડાપ્રધાન કાર્યાલય તરફથી ઉચ્ચ સ્તરિય પસંદગી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. એ અંગે અન્ય બે સભ્યો મલ્લિકાર્જુન ખડગે તેમજ જસ્ટિસ સિરકેને જાણ કરી દેવામાં આવી હતી.
2. બેઠકમાં શું બન્યું?
 •  સિલેક્શન કમિટીમાં હોદ્દાની રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને જસ્ટિસ સિકરે સામેલ છે. આ કમિટીએ વર્મા પર વિજિલન્સ કમિશનર (CVC) દ્વારા લગાવવામાં આવેલ ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે નિર્ણય કરવાનો હતો. આ માટે સર્વોચ્ચ અદાલતે મંગળવારે આપેલ ચૂકાદામાં એક સપ્તાહનો સમય આપ્યો હતો. 
 • એક સત્પાહની મર્યાદા હોવા છતાં શુક્રવારે જ મોડી સાંજે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને સિલેક્શન કમિટીની બેઠક મળી હતી, જેમાં CVCના અહેવાલ અંગે ચર્ચા થઈ હતી. 
 • મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં CVCના અહેવાલની માગણી કરી હતી. 
 • ખડગેના ભારે વિરોધ છતાં વડાપ્રધાન અને જસ્ટિસ સિરકેએ વર્માની વિરુદ્ધમાં નિર્ણય લઈને તેમને પદ પરથી હટાવી દીધા હતા. 
3. હવે શું?
 • અગાઉ વર્માને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા ત્યારે સર્વોચ્ચ અદાલતે એવો આદેશ આપ્યો હતો કે, જે ઉચ્ચસ્તરિય સમિતિએ ડાયરેક્ટર તરીકે વર્માની નિમણૂંક કરી હોય એ સમિતિ જ તેમની હકાલપટ્ટી કે ફરજિયાત રજા સંબંધી નિર્ણય લઈ શકે. સરકારને કે ગૃહવિભાગને આવો નિર્ણય લેવાનો અધિકાર નથી. 
 • હવે ઉચ્ચસ્તરિય સમિતિએ જ વર્માને પદચ્યૂત કરવાનો નિર્ણય લીધો છે ત્યારે એ અદાલતમાં પડકારી શકાશે નહિ. 
 • ઉચ્ચસ્તરિય સમિતિના સભ્ય તરીકે ખડગેએ વર્માની હકાલપટ્ટીનો ભારે વિરોધ કર્યો હોવાના અહેવાલો છે. હવે ખડગેની ભૂમિકા સંભવિત અદાલતી કાર્યવાહી માટે મહત્વપૂર્ણ બની રહેશે. જોકે હાલ સુધી ખડગે તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. 
 • રાફેલ સોદામાં થયેલ ભ્રષ્ટાચાર અંગે વર્મા ઘણું બધું જાણે છે એવો દાવો રાહુલ ગાંધી અગાઉ કરી ચૂક્યા છે. હવે સરકારે આખરે પોતાનું ધાર્યું કર્યું હોવાથી આગામી દિવસોમાં તેનાં ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી