પ્રથમ વિશ્વ યુદ્ધમાં 11 લાખ ભારતીય સૈનિક લડ્યા, 75 હજાર શહીદ થયા, તેમાંથી 50 ટકા પંજાબ પ્રાંતના

યુદ્ધમાં ભારતમાંથી 1.72 લાખ જાનવર પણ મોકલાયા
યુદ્ધમાં ભારતમાંથી 1.72 લાખ જાનવર પણ મોકલાયા

DivyaBhaskar.com

Nov 11, 2018, 02:48 AM IST

નવી દિલ્હી: પહેલા વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિક સપ્ટેમ્બર 1914માં બ્રિટન તરફથી યુદ્ધમાં સામેલ થયા. 4 વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધમાં અવિભાજિત ભારત તરફથી 11 લાખથી વધુ સૈનિકોએ ભાગ લીધો. ભારતીય સૈન્ય પૂર્વીય આફ્રિકા અને પશ્ચિમી મોરચા પર જર્મની, ઓટોમાન (તુર્ક) સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધ લડ્યું. ભારતીય સૈનિક ઈજિપ્ત, ફ્રાન્સ અને બેલ્જિયમમાં પણ લડ્યા. અંદાજે 7 લાખ ભારતીય સૈનિક એકલા તૂર્ક સામ્રાજ્ય વિરુદ્ધ મેસોપોટેમિયામાં મોરચા પર હતા. આ યુદ્ધમાં 74,911 ભારતીય સૈનિક માર્યા ગયા. 67 હજાર ઘાયલ થયા.

ભારત તરફથી યુદ્ધમાં સામેલ થયેલા સૈનિકોમાં અંદાજે અડધા સંયુક્ત પંજાબ પ્રાંતમાંથી હતા. ત્યારે પંજાબમાં સાક્ષરતા દર માત્ર 5 ટકા હતો. તેમાંથી કેટલાક જ સૈનિકને હસ્તારક્ષર કરતાં આવડતું હતું. ફ્રાન્સમાં ભારતીય અને બ્રિટિશ બંને ટૂકડીઓનું નેતૃત્વ સર ડગલાસે કર્યું હતું. 1915ની શરૂઆતમાં ભારતીય સૈનિકોને પહેલો આરામ અપાયો, પરંતુ ટૂંક સમયમાં યુદ્ધમાં તેમનું પુનરાગમન થયું. યુદ્ધ બાદ બ્રિટિશ સરકારે 9200 ભારતીય સૈનિકોને વિરતા પદકથી સન્માનિત કર્યા.

સરકારે પહેલા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા 74 હજાર ભારતીય સૈનિકોની યાદમાં દિલ્હીમાં 1921માં ઈન્ડિયા ગેટની આધારશીલા મૂકી. તે 1931માં બનીને તૈયાર થયો. તેમાં 13,300 હજારથી વદુ સૈનિકોના નામ છે. જોધપુરના રાજા સર પેરતાબ સિંહ પણ યુદ્ધમાં લડ્યા હતા. તેમણે યુદ્ધ લડવા માટે વાઈસરોયના દરવાજા પર ધરણા કર્યા હતા. યુદ્ધમાં ભારતમાંથી 172,815 જાનવર મોકલાયા. તેમાં ઘોડા, ખચ્ચર, ટટ્ટૂ, ઊંટ, બળદ અને દૂધ આપનારા માલધારીઓનો સમાવેશ થાય છે. તેમાંથી 8970 ખચ્ચર અને ટટ્ટૂ એવા પણ હતા, જેમને બહારથી ભારત લાવી તાલિમ અપાી હતી અને પછી યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં મોકલાતા હતા.

શતાબ્દી જયંતિએ: ભારત, US, ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિત 70 દેશોમાં કાર્યક્રમ થઇ રહ્યા છે


પહેલા વિશ્વયુદ્ધના 100 વર્ષ પુરા થતા ભારત સહિત વિશ્વના 70 દેશોમાં કાર્યક્રમ થઇ રહ્યા છે. સૌથી મોટું કાર્યક્રમ ફ્રાન્સમાં થશે. ત્યાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ , જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ, રશિયન પ્રમુખ પુટિન સહિત 60 દેશોના પ્રમુખ પહોંચી ગયા છે. બ્રિટનમાં યુદ્ધમાં શહીદ થયેલા પ્રથમ અને અંતિમ સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

શું બદલાયું: યુદ્ધ સમાપ્ત થતાં જ 9 દેશ બન્યા, 100 વર્ષમાં 95 નવા દેશ બન્યા

- યુદ્ધ સમાપ્ત થતાં જ ઓસ્ટ્રિયા-હંગેરી સામ્રાજ્યથી અલગ થઇ ઓસ્ટ્રિયા, હેંગેરી, ચેકોસ્લોવાકિયા, યુગોસ્લોવિયા બન્યા. જર્મની-રશિયાથી એસ્ટોનિયા, લેટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ફિનલેન્ડ
અલગ થયા.
- 100 વર્ષમાં 51 આફ્રિકી દેશો અને 44 નવી એશિયન દેશ વિશ્વના નકશા પર આવ્યા.

રસપ્રદ: બ્રિટન તરફથી 2.50 લાખ એવા સૈનિક લડ્યા, જેમની વય 18 વર્ષથી પણ ઓછી હતી


બ્રિટિશ જનરલને લડવાનો ઇનકાર કરાયો હતો. બ્રિટનને ડર હતો કે મોટા અધિકારી માર્યા જશે તો રણનીતિ કેવી રીતે બનાવીશું? બ્રિટન તરફથી એવા સૈનિકો લડ્યા, જેમની વય 18 વર્ષ કરતા ઓછી હતી. સૌથી ઓછી વયનો સૈનિક 12 વર્ષનો હતો. બ્રિટનની ટપાલ સેવાએ યુદ્ધ દરમિયાન સૈનિકો સુધી એક સપ્તાહમાં 1.2 કરોડ પત્ર પહોંચાડ્યા.

ખર્ચ: યુદ્ધ પર 15 લાખ કરોડ ખર્ચ થયો, મિત્ર દેશોના 10.7 લાખ કરોડ

- આ યુદ્ધમાં અંદાજે 15 લાખ કરોડ રૂ. ખર્ચ થયો. મિત્ર દેશોએ 10.7 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો. તેમાં એકલા બ્રિટિશ સામ્રાજ્યે 3.4 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
- કેન્દ્રીય શક્તિઓએ 4.4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. સૌથી વધુ યોગદાન જર્મનીનું 3.3 લાખ કરોડનું હતું.
- યુદ્ધ પછી બ્રિટન, ઈટાલી અને અમેરિકાના જીડીપીમાં વધારો થયો. જર્મનીનું અર્થતંત્ર 27 ટકા ગગડી ગયું. અન્ય દેશોનો જીડીપી અડધો ઘટી ગયો.

સંગઠન: 58 દેશોએ લીગ ઓફ નેશન્સ બનાવ્યું, પરંતુ બીજુ વિશ્વ યુદ્ધ અટકાવી ન શક્યા

- યુદ્ધ પછી 10 જાન્યુઆરી 1920ના રોજ લીગ ઓપ નેશન્સનની રચના થઇ. તેમાં 58 દેશો સામેલ થયા. જો કે આ દેશ 19 વર્ષ પછી થયેલું બીજુ વિશ્વ યુદ્ધ અટકાવી ન શક્યા.
- 28 જૂન 1919માં પેરિસ શાંતિ સંધિ પર હસ્તાક્ષર થયા. તેમાં એક બાજુ જર્મની હતું. બીજી બાજુ ફ્રાન્સ, ઇટાલી, બ્રિટન અને અન્ય બીજી તાકતો હતી.
- સંધિમાં જર્મની પાસે વળતરની માગ કરવામાં આવી. 1919માં વરસાઇ સંધિમાં જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું.

X
યુદ્ધમાં ભારતમાંથી 1.72 લાખ જાનવર પણ મોકલાયાયુદ્ધમાં ભારતમાંથી 1.72 લાખ જાનવર પણ મોકલાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી