ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Modi 3 Years» Temperature crossed 44 degree in 5 states of India Loo alert by Weather Dept

    5 રાજ્યોમાં પારો 44ને પાર, હરિયાણા-રાજસ્થાન-યુપીમાં 4 દિવસ રેડ એલર્ટ

    divyabhaskar.com | Last Modified - May 24, 2018, 12:09 PM IST

    પંજાબ-હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિત આખા ઉત્તર ભારતમાં ચાલી રહેલી લૂના કારણે પારો ચડી રહ્યો છે
    • રાજસ્થાનના અજમેર શહેરમાં સૂરજ એટલો તપ્યો કે ટોપલીને જ છત બનાવી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાજસ્થાનના અજમેર શહેરમાં સૂરજ એટલો તપ્યો કે ટોપલીને જ છત બનાવી.

      નવી દિલ્હી: પંજાબ-હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિત આખા ઉત્તર ભારતમાં ચાલી રહેલી લૂના કારણે પારો ચડી રહ્યો છે. પારો 44થી 45 વચ્ચે જોવા મળ્યો. આગામી 5 દિવસોમાં આવી જ પરિસ્થિતિ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગ પ્રમાણે, આવનારા દિવસોમાં પારો હજુ ચડશે. બુધવારે રાજસ્થાનનું બૂંદી સતત બીજા દિવસે પણ 48 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. જ્યારે દેશમાં સૌથી ઠંડા લગમાં પારો 4.7 ડિગ્રી રહ્યો. રાજધાની દિલ્હીમાં 45.2 અને મુંબઈમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું. દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં પારો 44 ઉપર પહોંચી ગયો. ચંદીગઢનું મહત્તમ તાપમાન 42.20 રહ્યું, જે સામાન્યથી ચાર ડિગ્રી વધુ છે. હિસાર 45.1 ડિગ્રી સાથે વિસ્તારનું સૌથી ગરમ શહેર રહ્યું. ઉલ્લેખનીય છે કે નૌતપા શુક્રવારથી શરૂ થઇ રહ્યું છે.

      દિલ્હી: 30% સુધી દર્દીઓ વધ્યા, 29 સુધી હીટવેવની આશંકા

      - દિલ્હીમાં તાપમાન 45.2 નોંધવામાં આવ્યું. છેલ્લા 3 દિવસોથી મહત્તમ તાપમાન સામાન્યથી ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ જ રહ્યું છે. દિલ્હીમાં ત્રણ દિવસોથી 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાઇ રહી છે.

      - દિલ્હીની બહારના વિસ્તારોથી લઇને દક્ષિણ દિલ્હી, અશોક વિહાર, પાલમ, પૂર્વી દિલ્હી સહિત ઘણી હોસ્પિટલોમાં શરીરમાં પાણીની અછત અને માથાના દુઃખાવા જેવી ફરિયાદોની સાથે દર્દીઓ પહોંચી રહ્યા છે.
      - હવામાન વિભાગે 27થી 29 મે દરમિયાન દિલ્હીમાં હીટવેવના કારણે ચેતવણી આપી છે.

      મધ્યપ્રદેશ: 44.4 ડિગ્રી પારો, સૌથી ગરમ દિવસ, 13 જિલ્લાઓ લૂ હેઠળ

      - ભોપાલ નૌતપા શરૂ થાય તે પહેલા જ રાજ્ય ભઠ્ઠીની જેમ તપી ગયું. બુધવારે રાજધાની ભોપાલ સહિત આખા રાજ્યમાં ભયંકર ગરમી પડી. ભોપાલમાં પારો 0.7 ડિગ્રી વધીને 44.4 પર પહોંચી ગયો. જે આ સીઝનમાં સૌથી વધુ છે. રાજ્યના 13 જિલ્લાઓમાં લૂ ચાલી. સૌથી ગરમ નૌગાંવ અને શ્યાપુરકલાં રહ્યા. ત્યાં દિવસનું તાપમાન 47 ડિગ્રીની નજીક પહોંચી ગયું. જ્યારે મલાજખંડ, સિવની, મંડલા, છિંદવાડામાં ક્યાંક-ક્યાંક વરસાદ પડ્યો.

      - રાજધાનીમાં રાતો પણ અતિશય ગરમ છે. એક્સપર્ટ્સ કહે છે કે ભોપાલમાં સોલાર રેડિશન ચેન્નાઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, નાગપુર, અકોલા સહિત દેશના ઘણા શહેરોની સરખામણીએ 7થી 91 મિનિટ વધુ વાર રેડિયેશન થઇ રહ્યું છે. આ જ કારણ છે કે અહીંયા દિવસ અને રાત બંને તપેલા રહે છે.

      રાજસ્થાન: 45.5 ડિગ્રી, સીઝનનો સૌથી ગરમ દિવસ, બૂંદી બીજા દિવસે પણ 48 ડિગ્રી

      - રાજ્યભરમાં રેકોર્ડતોડ ગરમીએ જનજીવન અસ્ત-વ્યસ્ત કરી દીધું છે. બૂંદીમાં બીજા દિવસે પણ પારો 48 ડિગ્રી પર કાયમ રહ્યું. આ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું.

      - જયપુરમાં બુધવારે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. અહીંયા મહત્તમ તાપમાન 1.1 ડિગ્રીના વધારા સાથે 45.4 ડિગ્રી રહ્યું. રાજ્યના બારાં અને ઝાલાવાડ શહેરમાં મહત્તમ તાપમાન બીજા દિવસે પણ 47 ડિગ્રી રહ્યો. બાડમેર, જેસલમેર, શ્રીગંગાનગર પણ ભીષણ ગરમીની ઝપટમાં છે. હવામાન વિભાગે રાજ્યમાં લૂ લાગવાની ચેતવણી આપી છે.

      પંજાબ: 27મી સુધી ચાલશે લૂ, 45 ડિગ્રી સુધી પહોંચશે પારો, વરસાદના આસાર નથી

      - હવામાન વિભાગે રાજ્યમાં 27મી મે સુધી ભયંકર ગરમી સાથે લૂની ચેતવણી આપી છે. આ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં પારો 44 અને 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે. બુધવારે મોટાભાગના વિસ્તારોમાં પારો 42થી 44 ડિગ્રીની વચ્ચે રહ્યો. રાજ્યમાં અત્યારે વરસાદના કોઇ આસાર જોવા નથી મળી રહ્યા.
      - ઉત્તર ભારતમાં ગરમીઓમાં પશ્ચિમી વિક્ષોભના કારણે જ વરસાજ થાય છે. બુધવાર સુધી જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પાકિસ્તાન પર બનેલા પશ્ચિમી વિક્ષોભ ઘણા નબળા થઇ ચૂક્યા હતા, તેની અસરના કારણે અત્યારે પંજાબ, હિમાચલ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદના આસાર નથી.

      બિહાર: આગામી ચાર દિવસો સુધી વધશે તાપમાન, પડશે ભયાનક ગરમી

      - રાજધાની પટના સહિત રાજ્યભરમાં આગામી ચાર દિવસો સુધી ભયંકર ગરમી પડવાની સંભાવના છે. આ વર્ષે પહેલીવાર ગરમીમાં તાપમાન મેના મહત્તમ સ્તર પર પહોંચી શકે છે. પટનામાં સવારથી બપોર સુધી હવાની દિશા બદલાઇ રહી છે. સવારે પશ્ચિમી હવા ચાલી રહી છે, બપોર થતા પૂર્વી અને દક્ષિણી હવા ચાલે છે.

      - યુપી અને ઝારખંડના રસ્તે બિહારમાં શુષ્ક અને ગરમ હવા આવવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો ગુરુવારથી રાજધાનીનો પારો સામાન્યથી ઉપર જવાની સંભાવના છે. 25થી 27 મે દરમિયાન ભયાનક ગરમીનો સામનો કરવો પડશે. અહીંયા બુધવારે દિવસભર છવાયેલા વાદળાઓ અને પૂર્વી હવાના કારણે ભેજભરી ગરમીનો સામનો કરવો પડ્યો.

    • રાજસ્થાનના બાડમેર, જેસલમેર, શ્રીગંગાનગર પણ ભયંકર ગરમીના ઝપાટામાં છે. હવામાન વિભાગે રાજ્યમાં લૂની ચેતવણી આપી છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાજસ્થાનના બાડમેર, જેસલમેર, શ્રીગંગાનગર પણ ભયંકર ગરમીના ઝપાટામાં છે. હવામાન વિભાગે રાજ્યમાં લૂની ચેતવણી આપી છે. (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Modi 3 Years Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Temperature crossed 44 degree in 5 states of India Loo alert by Weather Dept
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `