#MeToo કેસમાં મોદી માટે અકબર હજુ પણ ‘મહાન’, રાજીનામાં પર મૌન

નાઈજિરિયાથી પાછા બોલાવવાની ચર્ચા જ ચાલતી રહી,સ્મૃતિએ કહ્યું- સાચું શું છે તે એમ.જે.અકબર જ બતાવશે

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 09:28 AM
The BJP has not taken any decision yet on the future of MJ Akbar

નવી દિલ્હી: યૌનશોષણના આરોપોમાં ઘેરાયેલા વિદેશ રાજ્યમંત્રી એમ.જે.અકબરના ભવિષ્ય અંગે કેન્દ્ર અને ભાજપે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. નાઈજિરિયાના સરકારી પ્રવાસે ગયેલા અકબર શુક્રવારે બપોર સ્વદેશ પરત ફરશે. પહેલા એવી અટકળ હતી કે, સરકાર તેમને વિદેશ યાત્રાની વચ્ચેથી જ પરત ફરવાનું કહેશે પરંતુ એવું કશું થયું નહીં.

અત્યાર સુધીમાં ભાજપના મહિલા મંત્રીઓ ઉમા ભારતી, નિર્મલા, મેનકા અને સ્મૃતિ આ વિશે બોલી ચૂક્યા છે. કોંગ્રેસ તથા ડાબેરીઓ અને સપાએ અકબરના રાજીનામાંની માંગણી કરી છે. દરમિયાનમાં તનુશ્રી દત્તાની ફરિયાદ બાદ પોલીસ સાક્ષીઓના નિવેદન નોંધવા સમન્સ જારી કરશે. બીજીબાજુ વિખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈ પર પણ એક લેખિકાએ દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે. જોકે, તેણે પોતાનું નામ આપ્યું નથી. શ્રીલંકાના વધુ એક ક્રિકેટર લસિત મલિંગા પર પણ ભારતીય ગાયિકા ચિન્મયી શ્રીપાદે યૌન શોષણનો આક્ષેપ કર્યો છે.

સ્મૃતિએ કહ્યું- અકબર જવાબ આપે


કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, જેના પર આક્ષેપ થયો હોય તે જ જવાબ આપે તે સારું છે. તેમણે કહ્યું કે, તેઓ જવાબ આપવા સક્ષમ પણ છે. હું ત્યાં હાજર નહોતી એટલે તે વિશે કંઈ કહી શકું નહીં. મીડિયાની પ્રશંસા કરતાં કહ્યું કે, તેઓ મહિલા સહકર્મીઓના મામલે આગળ આવી રહ્યા છે. જે મહિલા બોલી રહી છે તેમણે શરમ અનુભવી જોઈએ નહીં.

X
The BJP has not taken any decision yet on the future of MJ Akbar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App