ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» J&K: Encounter between terrorists and security forces in Chattabal area of Srinagar

  J&Kમાં આતંકીઓ સાથે જવાનોનો જંગ, પાછળથી લોકોનો પથ્થરમારો: 3 આતંકીઓ ઠાર

  divyabhaskar.com | Last Modified - May 06, 2018, 03:34 AM IST

  શ્રીનગરના જૂના વિસ્તાર છત્તાબલમાં આતંકીઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   શ્રીનગર: સુરક્ષાદળોએ શનિવારે શ્રીનગરની બહાર એક એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા. તેમાં સીઆરપીએફના એક આસિ. કમાન્ડન્ડ સહિત 4 જવાનો પણ ઘાયલ થયા હતા. તો બીજીબાજુ આ એન્કાઉન્ટરના સ્થળેથી થોડા અંતરે એક યુવકનું કોઇ વાહન નીચે ચગદાઇ જવાથી મોત થયું હતું. જેને પગલે લોકોએ સુરક્ષાદળોને જવાબદાર ઠેરવી અનેક સ્થળે પથ્થરમારો કર્યો હતો.

   આતંકીઓએ બે નાગરિકોની ઘરમાં ઘૂસી હત્યા કરી

   લશ્કર-એ-તોઈબાના આ આતંકીઓમાં બે પાકિસ્તાની અને બે સ્થાનિક હતા. પોલીસે જણાવ્યું કે આતંકીઓ 7 મે પહેલાં મોટો હુમલો કરવાની તૈયારીમાં હતા. આ તારીખે જમ્મુ-કાશ્મીરની રાજધાની જમ્મુથી શ્રીનગર શિફ્ટ થાય છે. જ્યારે બાંદીપોરા વિસ્તારમાં તોઈબાના આતંકીઓએ શુક્રવારે મોડી રાત્રે બે નાગરિકોની ઘરમાં ઘૂસી હત્યા કરી નાંખી હતી.

   સીઆરપીએફના જવાનોએ 4 કલાકનું સંયુક્ત ઓપરેશન કર્યું

   જમ્મુ-કાશ્મીરના રેન્જ આઇજી સ્વયં પ્રકાશ પાનીએ જણાવ્યું કે ગુપ્ત બાતમીને આધારે શનિવારે વહેલી સવારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને સીઆરપીએફના જવાનોએ ચટ્ટાબલમાં નિર્માણાધીન ઇમારતને ઘેરી 4 કલાકનું સંયુક્ત ઓપરેશન કર્યું હતું. આતંકીઓ પાસેથી ત્રણ એક રાઈફલ, પાંચ મેગેઝિન સહિતા શસ્ત્રોનો મોટો જથ્થો પકડાયો છે. માર્યા ગયેલા આતંકીઓમાં ફૈય્યાઝ અહેમદ નામનો એક પાકિસ્તાની હોવાનું જણાયું છે, જે એક વર્ષથી અહીં એક્ટિવ હતો.

   બાંદીપોરામાં LeTના આતંકીઓએ કરી 2 લોકોની હત્યા

   - બાંદીપોરા જિલ્લામાં લશ્કર-એ-તોઇબાના આતંકીઓએ 2 લોકોનું અપહરણ કરીને તેમને મારી નાખ્યા.

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, આતંકીઓએ શુક્રવારે રાતે બાંદીપોરાના શાહગુંડ હાજિન મોહલ્લામાંથી ગુલામ હસન ડાર (45) અને બશીર અહમદ ડાર (26)નું અપહરણ કર્યું હતું. શનિવારે વહેલી સવારે 3.30 વાગે તેમની હત્યા કરી દેવામાં આવી. હસન અને અહેમદ કાકા-ભત્રીજો હતા.

   - સ્થાનિક લોકોને મૃતકોના શબ શાહગુંડની એક મસ્જિદ પાસે મળ્યા.

   - ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસ દર્શાવે છે કે હત્યામાં લશ્કરના આતંકીઓ સામેલ હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

  • અથડામણમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકી ઠાર માર્યો છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અથડામણમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકી ઠાર માર્યો છે. (ફાઇલ)

  • અથડામણમાં એક જવાનના ઘાયલ થવાની પણ માહિતી મળી છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અથડામણમાં એક જવાનના ઘાયલ થવાની પણ માહિતી મળી છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: J&K: Encounter between terrorists and security forces in Chattabal area of Srinagar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top