ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટ્યું, રાજસ્થાનના 3 શહેરોમાં પારો 49ની પાર | Cloud burst in Tehari in Uttarakhand and temperature crossed 49 degree in Rajasthan

  ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટ્યું, રાજસ્થાનના 3 શહેરોમાં પારો 49ની પાર

  Bhaskar News | Last Modified - Jun 01, 2018, 09:40 PM IST

  મોડી સાંજે દિલ્હી અને એનસીઆરમાં ધૂળભરી આંધી ફૂંકાઇ હતી અને ચંદીગઢમાં દિવસે અંધારું છવાતા તાપમાનનો પારો ઘટી ગયો હતો.
  • દિલ્હી અને એનસીઆરમાં મોડી સાંજે ધૂળભરી આંધી ફૂંકાઇ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી અને એનસીઆરમાં મોડી સાંજે ધૂળભરી આંધી ફૂંકાઇ.

   નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ટિહરી અને પૌડીમાં શુક્રવારે વાદળ ફાટવાની ઘટના બની છે. કોઇને નુકસાન થયાના કોઇ અહેવાલ હજુ મળ્યા નથી. ઉપરાંત મોડી સાંજે દિલ્હી અને એનસીઆરમાં ધૂળભરી આંધી ફૂંકાઇ હતી. બીજી બાજુ, પંજાબમાં પણ વાતાવરણ બદલાયું હતું. ચંદીગઢમાં તો દિવસે અંધારું છવાયું હતું અને તાપમાનનો પારો ઘટી ગયો હતો.

   હિમાચલ-ઉત્તરપ્રદેશના અનેક ભાગોમાં વરસાદ

   - હિમાચલ પ્રદેશમાં ઝડપી ગતિથી વાવાઝોડાના કારણે તાપમાનનો પારો ઘટ્યો હતો. સિમલા, ચંબા, કાંગડા, બૈજનાથ સહિત અનેક સ્થાનો પર વરસાદ પડ્યો હતો. બૈજનાથમાં સૌથી વધુ 48 મીમી વરસાદ થયો હતો. ઉનામાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તે 2.5 ટકા ઘટ્યું હતું.
   - ઉત્તરપ્રદેશમાં ક્યાંક-ક્યાંક હળવી અને ક્યાંક ઝડપી વરસાદ પડ્યો હતો. ફૈઝાબાદ, અલ્હાબાદ, ગોરખપુર, લખનૌ, વારાણસી અને મુરાદાબાદમાં સામાન્યથી ઓછું તાપમાન નોંધાયું હતું. ફતેહગઢ સૌથી વધુ ગરમ રહ્યું અને 44.3 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું જે સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ છે.

   રાજસ્થાનના 3 શહેરોમાં પારો 49 ડિગ્રી પાર

   - શુક્રવારે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો. જોકે, દિલ્હી અને રાજસ્થાનને ગરમીથી રાહત મળી ન હતી. દિલ્હીમાં 42 ડિગ્રી તાપમાન અને રાજસ્થાનના ચુરુમાં 49.7 ડિગ્રી પારો નોંધાયો હતો. ચરુમાં તાપમાન સામાન્ય કરતા 8 ડિગ્રી વધારે હતું. શ્રી ગંગાનગરમાં 49.1, બીકાનેરમાં 49.7. જેસલમેરમાં 46.7 અને પિલાનીમાં 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

   ખરાબ હવામાનના કારણે અત્યાર સુધી 180થી વધુ લોકોના મોત

   - ઉત્તર ભારતમાં છેલ્લા 1 મહિનામાં મોસમ ઝડપથી બદલાતું રહ્યું હતું. 2 અને 3 મેના રોજ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આંધી-તોફાનમાં 130થી વધારે લોકોના મોત થયા હતા. તેમાં સૌથી વધુ અસર આગરા જિલ્લામાં થઇ હતા અને ત્યાં 80 લોકો મૃત્યુ પામ્યા હતા.
   - 9 અને 10 મેના રોજ આંધી-તોફાન અને વરસાદના કારણે 18 લોકોના જાન ગયા હતા. 14 મેના રોજ પણ આવી પરિસ્થિતિ સર્જાતા 51 લોકો માર્યા ગયા હતા.
   - 28-29 મેના રોજ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં આંધી-તોફાન તથી વીજળી પડવાથી 45 લોકોના મોત થયા હતા.

  • ઉત્તરાખંડના ટેહરી અને પૌડીમાં તેજ વરસાદથી વાદળ ફાટ્યું...
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉત્તરાખંડના ટેહરી અને પૌડીમાં તેજ વરસાદથી વાદળ ફાટ્યું...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટ્યું, રાજસ્થાનના 3 શહેરોમાં પારો 49ની પાર | Cloud burst in Tehari in Uttarakhand and temperature crossed 49 degree in Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `