ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટક ચૂંટણીઃ દેશમાં પ્રથમવાર મતદાતાઓને એપથી મળશે અગત્યની માહિતી | Chunav app launched for Karnataka election first time in the country to update voters

  કર્ણાટક ચૂંટણીઃ દેશમાં પ્રથમવાર વોટર્સને એપથી મળશે ચૂંટણીની માહિતી

  Divyabhaskar.com | Last Modified - May 02, 2018, 09:24 PM IST

  ચૂંટણી એપથી રાજ્યના 5 કરોડથી વધારે મતદાતાઓને પોલિંગ બૂથ, ઉમેદવારો અને મતદાનને લગતી મહત્ત્વની માહિતી મળશે.
  • કર્ણાટકના 5 કરોડથી વધારે મતદાતાઓને પોલિંગ બૂથ, ઉમેદવારો અને મતદાનને લગતી મહત્ત્વની માહિતી પૂરી પાડશે ચૂનાવ એપ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકના 5 કરોડથી વધારે મતદાતાઓને પોલિંગ બૂથ, ઉમેદવારો અને મતદાનને લગતી મહત્ત્વની માહિતી પૂરી પાડશે ચૂનાવ એપ.

   બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ ઇલેક્શનને લગતી મહત્ત્વની માહિતી ઉપલબ્ધ બનાવવા માટે એક ખાસ મોબાઇલ એપનો ઉપયોગ કરશે. દેશમાં આ રીતનો પ્રથમ પ્રયોગ હશે. બુધવારે કર્ણાટક રીમોટ સેન્સિંગ એજન્સીએ ચૂનાવ (ચૂંટણી) એપ લોન્ચ કર્યું. પંચના જણાવ્યા અનુસાર, તેનાથી રાજ્યના 5 કરોડથી વધારે મતદાતાઓને પોલિંગ બૂથ, ઉમેદવારો અને મતદાનને લગતી મહત્ત્વની માહિતી મળશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની 224 વિધાનસભાની બેઠકો માટે 12 મેના રોજ મતદાન થશે અને પરિણામ 15 તારીખે જાહેર થશે.

   એપ પર મળશે બધા મતદાન કેન્દ્રોનો નકશો

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે ચૂંટણી એપ લોન્ચ કરતા જણાવ્યું કે આ મતદાતાઓમાં જાગૃતિ વધારવા માટે માહિતી ટેકનોલોજીનો સારો ઉપયોગ સાબિત થશે.
   - ચૂંટણી એપમાં કર્ણાટકની બધી વિધાનસભા બેઠકો હેઠળ આવતા 56 હજાર 696 મતદાન કેન્દ્રોનો નકશો લોડ કરવામાં આવ્યો છે. તે મારફત મતદાતા પોતાના વોટર આઇડી નંબર, મતદાન કેન્દ્ર સુધી જવાના રસ્તા અને ત્યાં લાગેલી લાઇનોની જાણકારી પ્રાપ્ત કરી શકશે.

   ઉમેદવારનો પરફોર્મન્સ પણ જાણવા મળશે

   - આ એપ મારફત મતદાતા પોતાના વિધાનસભા ક્ષેત્રના ઉમેદવારને લગતી અગત્યની માહિતી જાણી શકે છે. જેમકે ગઇ ચૂંટણીમાં ઉમેદવારનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું અને તેને કેટલા વોટ મળ્યા હતા.

   એપ ઉપરાંત વેબ પર પણ મળશે માહિતી

   - ચૂંટણી એપ જેવી માહિતી વેબસાઇટ kgis.ksrsac.in/election પર પણ ઉપલબ્ધ થશે. તે માટે કર્ણાટક એપ્લિકેશન સેન્ટરે મોટી વ્યવસ્થા કરી છે. મતદાતા ઇચ્છે તો સાઇટ પર જઇને પણ કોઇ વિધાનસભા ક્ષેત્ર અને ઉમેદવારોને લગતી માહિતી મેળવી શકે છે.

   મત ગણતરી વખતે અપડેટ પણ મળશે

   - ચૂંટણી પંચે વેબ અને એપ જેવી રીતે ડિઝાઇન કરાવી છે કે મત ગણતરી વખતે પણ લોકોને ઉમેદવારોને મળેલા વોટના અપડેટ મળતા રહે. આ સાથે એપમાં જ દિવ્યાંગો માટે વ્હીલચેર બુક કરાવવાનો ઓપ્શન અપાયો છે, જેથી મતદાન કેન્દ્ર સુધી સરળતાથી જઇ શકાય.

  • ચૂંટણી પંચે કહ્યું કે, ચૂનાવ એપ મતદાતાઓમાં જાગૃતિ વધારવા માટે માહિતી ટેકનોલોજીનો સારો ઉપયોગ સાબિત થશે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચૂંટણી પંચે કહ્યું કે, ચૂનાવ એપ મતદાતાઓમાં જાગૃતિ વધારવા માટે માહિતી ટેકનોલોજીનો સારો ઉપયોગ સાબિત થશે.

   બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ ઇલેક્શનને લગતી મહત્ત્વની માહિતી ઉપલબ્ધ બનાવવા માટે એક ખાસ મોબાઇલ એપનો ઉપયોગ કરશે. દેશમાં આ રીતનો પ્રથમ પ્રયોગ હશે. બુધવારે કર્ણાટક રીમોટ સેન્સિંગ એજન્સીએ ચૂનાવ (ચૂંટણી) એપ લોન્ચ કર્યું. પંચના જણાવ્યા અનુસાર, તેનાથી રાજ્યના 5 કરોડથી વધારે મતદાતાઓને પોલિંગ બૂથ, ઉમેદવારો અને મતદાનને લગતી મહત્ત્વની માહિતી મળશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની 224 વિધાનસભાની બેઠકો માટે 12 મેના રોજ મતદાન થશે અને પરિણામ 15 તારીખે જાહેર થશે.

   એપ પર મળશે બધા મતદાન કેન્દ્રોનો નકશો

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે ચૂંટણી એપ લોન્ચ કરતા જણાવ્યું કે આ મતદાતાઓમાં જાગૃતિ વધારવા માટે માહિતી ટેકનોલોજીનો સારો ઉપયોગ સાબિત થશે.
   - ચૂંટણી એપમાં કર્ણાટકની બધી વિધાનસભા બેઠકો હેઠળ આવતા 56 હજાર 696 મતદાન કેન્દ્રોનો નકશો લોડ કરવામાં આવ્યો છે. તે મારફત મતદાતા પોતાના વોટર આઇડી નંબર, મતદાન કેન્દ્ર સુધી જવાના રસ્તા અને ત્યાં લાગેલી લાઇનોની જાણકારી પ્રાપ્ત કરી શકશે.

   ઉમેદવારનો પરફોર્મન્સ પણ જાણવા મળશે

   - આ એપ મારફત મતદાતા પોતાના વિધાનસભા ક્ષેત્રના ઉમેદવારને લગતી અગત્યની માહિતી જાણી શકે છે. જેમકે ગઇ ચૂંટણીમાં ઉમેદવારનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું અને તેને કેટલા વોટ મળ્યા હતા.

   એપ ઉપરાંત વેબ પર પણ મળશે માહિતી

   - ચૂંટણી એપ જેવી માહિતી વેબસાઇટ kgis.ksrsac.in/election પર પણ ઉપલબ્ધ થશે. તે માટે કર્ણાટક એપ્લિકેશન સેન્ટરે મોટી વ્યવસ્થા કરી છે. મતદાતા ઇચ્છે તો સાઇટ પર જઇને પણ કોઇ વિધાનસભા ક્ષેત્ર અને ઉમેદવારોને લગતી માહિતી મેળવી શકે છે.

   મત ગણતરી વખતે અપડેટ પણ મળશે

   - ચૂંટણી પંચે વેબ અને એપ જેવી રીતે ડિઝાઇન કરાવી છે કે મત ગણતરી વખતે પણ લોકોને ઉમેદવારોને મળેલા વોટના અપડેટ મળતા રહે. આ સાથે એપમાં જ દિવ્યાંગો માટે વ્હીલચેર બુક કરાવવાનો ઓપ્શન અપાયો છે, જેથી મતદાન કેન્દ્ર સુધી સરળતાથી જઇ શકાય.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટક ચૂંટણીઃ દેશમાં પ્રથમવાર મતદાતાઓને એપથી મળશે અગત્યની માહિતી | Chunav app launched for Karnataka election first time in the country to update voters
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top