IITના વિદ્યાર્થીઓએ બનાવેલી પ્રોડકટ મહિલાઓના પ્રાઈવેટપાર્ટને આપશે ઈન્ફેક્શનથી રક્ષણ

Divyabhaskar.com

Oct 10, 2018, 04:11 PM IST
Budding engineers of IIT make product for protecting women

વડોદરાઃ દેશની મહિલાઓને ગંદા શૌચાલયના કારણે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશન ન લાગે તે માટે આઈઆઈટી દિલ્હીમાં ટેક્સ ટાઈલ એન્જિનિંયરીંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ અર્ચિત અગ્રવાલ અને હૈકી સેહરાવતે મળીને સ્નેફ નામનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરવમાં આવેલી પ્રોડકટનો ઉપયોગ કરીને મહિલાઓ કોઈ પણ પ્રકરની મુશ્કેલી વગર શૌચાલયનો ઉપયોગ કરી શકશે. અને તેમને કોઈ પ્રકારનું ઈન્ફેકશન લાગશે નહિ. ઉલ્લેખનીય છે કે એક સર્વ પ્રમાણે 50 ટકા મહિલાઓ યુરિનરી ટ્રૈકટ ઈન્ફેકશનથી પીડિત છે. જયારે 40 ટકા મહિલાઓ તો શૌચલય ગંદુ હોવાને કારણે પેશાબને મજબૂરીમાં રોકી રાખે છે. મુસાફરીમાં વધુ સમય પસાર કરનાર મહિલાઓને ગંદા શૈચાલયને કારણે ખૂબ જ અગવડ પડે છે.


સ્નેફે તૈયાર કરેલી આ પ્રોડકટની કિંમત છે માત્ર 10 રૂપિયા

સ્નેફે તૈયાર કરેલી આ પ્રોડકટની વિશેષતા એ છે કે તેની કિંમત માત્ર 10 રૂપિયા છે અને તે એમ્સ, એપોલો હોસ્પિટલની દરેક ફાર્મસીમાં ઉપલબ્ધ છે. આ પ્રોડકટની પેટન્ટ પણ કરાવી લેવામાં આવી છે. આ પ્રોડકટ બાયોડિગ્રેડેબલ છે અને સરળતાથી ડિસ્પોઝીબલ પણ છે. એટલે કે તેની પર્યાવરણમાં કોઈ પણ પ્રકારની ખરાબ અસર પડશે નહિ.

ગંદા ટોયલેટના કારણે મહિલાઓ બંને છે યુરિનરી ટ્રૈકટ ઈન્ફેકશનનો ભોગ

આઈડિયાની શરૂઆત જયારે અર્ચિત તેના પ્રથમ વર્ષમાં એક પ્રોજેકટ પર કામ કરી રહ્યો હતો ત્યારે થઈ હતી. આ પ્રોજેકટ દિલ્હીમાં સાર્વજનિક શૌચાલયો સાથે જોડાયેલો હતો. આ પ્રોજેકટ દ્વારા તેણે એ બાબત અનુભવી કે પબ્લિક ટોયલેટમાં ગંદા ટોયલેટના કારણે મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમના પ્રોજકટને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સમર્થન પણ પ્રાપ્ત થયું છે. WHOના જણાવ્યા અનુસાર, દરેક મહિલાને જિંદગીમાં ઓછામાં ઓછું એક વખત તો યુટીઆઈનો સામનો કરવાનો વારો આવે છે.

ભારતમાં વાપરવા લાયક ન હોય તેવા ટોયલેટનું પ્રમાણ વધુ

અર્ચિતે બાદમાં પોતાના દોસ્ત હૈરીને પણ આ પ્રોજેકટમાં સામેલ કર્યો. જેમાં તે એક ઓટોમેટિક ટોયલેટ કલીનીંગ મશીન પર કામ કરી રહ્યાં હતા. બાદમાં બંનેએ મળીને સ્નેફની શરૂઆત કરી હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, અમે ઘણાં બધા પબ્લિક ટોયલેટની મુલાકાત કરી હતી અને દરેક જગ્યાએ અમને ગંદકી મળી. આ ટોયલેટ એવા હતા કે જેને વાપરવા યોગ્ય પણ ન ગણી શકાય. પછીથી તેમને યુટીઆઈનું મુખ્ય કારણ આ ગંદા ટોયલેટ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ગંદા ટોયલેટના કારણે સૌથી વધુ મુશ્કેલી થાય છે પ્રેગનન્ટ મહિલાઓને

અર્ચિતે આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે સર્વે દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું હતું કે સૌથી વધુ મુશ્કેલી પ્રેગનન્ટ મહિલાઓને થાય છે. આ કારણે મને વિચાર આવ્યો છે કે એવી પ્રોડકટ બનાવવામાં આવે કે જેથી કરીને મહિલાઓ ઉભા-ઉભા પેશાબ કરી શકે. તેમણે વિગતે જણાવ્યું હતું કે અમારે કોઈ એવી રીત શોધવાની હતી, જેથી કરીને મહિલાઓના પ્રાઈવેટ પાર્ટસ સંપર્કમાં ન આવે. આ માટે અમે શરૂઆતમાં કેટલીક ડિઝાઈનો તૈયાર કરી અને ટ્રાયલ માટે મહિલાઓને આપી.

વપરાશની સાથે આ પ્રોડકટને સરળતાથી કરી શકાય છે ડિસ્પોઝ

શરૂઆતમાં આ પ્રોડકટને મહિલાઓ વાપરવામાં સંકોચ અનુભવતી હતી. મહિલાઓને આ પ્રોડકટના વપરાશમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે અર્ચિત અને હૈરીએ ડિઝાઈન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર શ્રીનિવાસન વેંકટરમનનો સંપર્ક કર્યો હતો. અર્ચિત કહે છે કે આ પ્રોડકટ ઉપયોગમાં ખૂબ જ સરળ છે. અને વપરાશ બાદ તેને સરળતાથી ડિસ્પોઝ કરી શકાય છે. આ પ્રોડકટનો ટ્રાયલ કર્યા બાદ સફળતા મળી અને તેનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું. હવે તેમને દિલ્હી સિવાય બાકીના ઘણાં શહેરોમાંથી ઓર્ડર મળી રહ્યાં છે.

X
Budding engineers of IIT make product for protecting women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી