ભાજપ વિશ્વનો પ્રથમ પક્ષ, જેના કાર્યકરો સર્ટિફાઈડ હશે: શાળા-કોલેજની જેમ પક્ષ કાર્યકરોની તાલીમ-પરીક્ષા

પક્ષે 11 કરોડ સભ્યોને વેરિફાય કરવા માટે મહાસંપર્ક અભિયાન ચલાવ્યું જે નિષ્ફળ ગયું હતું

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 12:51 AM
BJP is the world's first party, its workers will be certified

નવી દિલ્હી: દુનિયાનો સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કરી ચૂકેલો ભાજપ તેના નવ કરોડ કાર્યકરોને ઈ-ટ્રેનિંગ મોડ્યુલની મદદથી ટ્રેનિંગ આપવા જઈ રહ્યો છે. આટલું જ નહીં કાર્યકરોને વિચારધારા, જ્વલંત મુદ્દાઓ અને ટેક્નિકલ પરીક્ષણની પરીક્ષા પણ પાસ કરવી પડશે. ટ્રેનિંગની સાથે અન્ય લિટરેચરની આંતરરાષ્ટ્રીય ઓળખ અને ઉપલબ્ધતા માટે પક્ષે તેના પ્રકાશન તથા સાહિત્યને આઇએસબીએન(ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર) સાથે જોડવાની શરૂઆત કરી છે.

અમિત શાહ કહે છે કે પક્ષ પાસે 9 કરોડ સભ્યોનો જ ડેટાબેઝ છે


ખરેખર તો 11 કરોડ સભ્ય હોવાનો દાવો કરનાર ભાજપ ફક્ત 10 ટકા સભ્યોને જ વિચારાધીન અને રાજનીતિની બેઝિક ટ્રેનિંગ આપી શક્યો. પક્ષે 11 કરોડ સભ્યોને વેરિફાય કરવા માટે મહાસંપર્ક અભિયાન ચલાવ્યું જે નિષ્ફળ ગયું હતું. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કહે છે કે પક્ષ પાસે 9 કરોડ સભ્યોનો જ ડેટાબેઝ છે. તેમને કાર્યકર્તામાં રૂપાંતરિત કરવા માટે સર્ટિફાઈડ કરવાની રણનીતિ બનાવી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને ટ્રેનિંગ વિભાગના પ્રભારી પી. મુરલીધર રાવ કહે છે કે, રાજકીય કાર્યકરોને ટ્રેનિંગનું આ દુનિયાનું પ્રથમ અને સૌથી મોટું અભિયાન છે.

2019ની ચૂટંણીની તૈયારી માટે ઈ-ટ્રેનિંગ નવેમ્બરથી શરૂ થશે
ભાજપ 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ ઈ-ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરશે. તેમાં પ્રથમ ફોકસ લોકસભા ચૂંટણી 2019ના હિસાબે કાર્યકરોને ટ્રેનિંગ આપવાનો છે. તેમાં આ ટ્રેનિંગ અપાશે...
- ચૂંટણી મેનેજમેન્ટ
- ચૂંટણીપંચથી કેવી રીતે સમન્વય કરવો છે
- ચૂંટણી સંબંધિત કાયદા-નિયમોની જાણકારી આપવી
- પક્ષના ચૂંટણી કાર્યક્રમની જાણકારી સુનિશ્ચિત કરવી
- ચૂંટણીના ઈ-મટીરિયલનો કેવી રીતે ઉપયોગ કરવો.

(અહેવાલ-સંતોષકુમાર)

X
BJP is the world's first party, its workers will be certified
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App