Home » National News » Latest News » National » દેશના 92 ટકા ગામમના ઘરમાં હજુ પણ અંધારુ| Government Claim Electricity Reach Indian Villages

સરકારનો દાવો- દેશમાં 100% વીજળી, હકીકત- 92% ગામના ઘરોમાં અંધારુ

Divyabhaskar.com | Updated - May 01, 2018, 01:08 PM

4 વર્ષમાં ઈલેક્ટ્રિફાઈડ કરવામાં આવેલા 19, 727 ગામડાઓમાંથી માત્ર 8 ટકા ગામના જ દરેક ઘરમાં વીજળી પહોંચી

 • દેશના 92 ટકા ગામમના ઘરમાં હજુ પણ અંધારુ| Government Claim Electricity Reach Indian Villages
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હી: મોદી સરકાર દાવો કરી રહી છે કે દેશના 100 ટકા ગામોમાં વીજળી પહોંચી ગઈ છે. એક હજાર દિવસમાં 18, 452 ગામડાઓને વીજળી પહોંચાડવાના વાયદો 12 દિવસ પહેલાં જ પૂરો કરી દેવામાં આવ્યો છે. સરકાર આ સફળતા પર મેગા શો કરવાની તૈયારી કરી રહી છે. તે માટે ગામના પ્રતિનિધિઓને બોલાવવામાં આવશે. હજુ કાર્યક્રમનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો નથી. ડેટા એજન્સી બ્લુમબર્ગે સરકારી આંકડાઓ પ્રમાણે જણાવ્યું છે કે, 4 વર્ષમાં ઈલેક્ટ્રિફાઈડ કરવામાં આવેલા 19, 727 ગામડાઓમાંથી માત્ર 8 ટકા ગામના જ દરેક ઘરમાં વીજળી પહોંચી શકી છે. બાકીના 92 ટકા ગામડાઓના મોટા ભાગના ઘરોમાં વીજળી પહોંચી શકી નથી.

  કેન્દ્રના રિપોર્ટમાં 7.05% ઘરોમાં વીજળી કનેક્શન નથી


  - કેન્દ્ર સરકારના રિપોર્ટ પ્રમાણે દેશના 7.05 ટકા ઘરોમાં વીજળી માટેનું કનેક્શન જ નથી. સરકારનું કહેવું છે કે, આ ઘરોમાં વીજળી પહોંચાડવા માટે સૌભાગ્ય યોજના લોન્ચ કરવામાં આવી છે. તેની સમય સીમા માર્ચ 2019 નક્કી કરવામાં આવી છે. જ્યારે વડાપ્રધાન મોદીએ ઓફિસરોને ડિસેમ્બર 2018 સુધી કામ પૂરુ કરવાનો નિર્દેશ આપ્યો છે.

  100 ટકા વિદ્યુતીકરણનો દાવો, એટલે કે દેશના 5 લાખ 97 હજાર 464 ગામોમાં પહોંચી વીજળી


  - કેન્દ્ર સરકારનું કહેવું છે કે, દેશના હવે બધા 5લાખ 97 હજાર 464 ગામડાઓનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. તેમાં 76 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.
  - સરકારની વ્યાખ્યા પ્રમાણે તે ગામ ઈલેક્ટ્રિપાઈડ માનવામાં આવે છે જ્યાં બેઝિક ઈલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને ગામના 10 ટકા મકાનો અને સાર્વજનિક જગ્યાઓ પણ વીજળી હોય.

  19727 ગામો સુધી નહતી પહોંચી વીજળી, 998 દિવસમાં પહોંચાડવામાં આવી
  - 15 ઓગસ્ટ 2015માં 18,452 ગામોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં વીજળી પહોંચી શકી નથી. ત્યારપછી તેમાં 1,257 ગામડાઓ ઉમેરવામાં આવ્યા. 988 દિવસમાં જ અહીં વીજળી પહોંચાડવામાં આવી હતી.
  - સરકારનું કહેવું છે કે, આ કામ 12 દિવસ પહેલાં જ પુરુ કરી દેવામાં આવ્યું છે. એટલે સરેરાશ રોજના સાડા 16 કલાકમાં એક ગામ ઈલેક્ટ્રિફાઈડ કરવામાં આવ્યું છે.

  દેશના દરેક ગામોમાં હવે વીજળી પહોંચી શકે છે


  - જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે દેશના 96.5 ટકા ગામ ઈલેક્ટ્રિફાઈડ થઈ ચૂક્યા હતા. માત્ર 3.4 ટકા ગામ જ બાકી હતા. તેનો અર્થ એવો નથી થતી થતો કે દરેક ઘરમાં વીજળી પહોંચી ગઈ છે. હા તેમની પહોંચ જરૂર થઈ ગઈ છે. અત્યારે પણ દેશના 25 રાજ્યોના 7.05 કરોડ ઘરોમાં વીજળી પહોંચી શકી નથી.

 • દેશના 92 ટકા ગામમના ઘરમાં હજુ પણ અંધારુ| Government Claim Electricity Reach Indian Villages
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • દેશના 92 ટકા ગામમના ઘરમાં હજુ પણ અંધારુ| Government Claim Electricity Reach Indian Villages
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ