ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર ભારતીય સેનામાં થશે સામેલ | Worlds best helicopter to join Indian Army after US approval

  દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર ભારતીય સેનામાં થશે સામેલ, દુશ્મન દેશને ધૂળ ચટાડવા સક્ષમ

  divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 12:43 PM IST

  અપાચે હેલિકોપ્ટરની ખાસિયત એ છે કે તે રાત્રે અથવા ખૂબ ખરાબ વાતાવરણમાં પણ તેના ટાર્ગેટને હિટ કરી શકે છે
  • દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર ભારતીય સેનામાં થશે સામેલ, દુશ્મન દેશને ધૂળ ચટાડવા સક્ષમ
   દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર ભારતીય સેનામાં થશે સામેલ, દુશ્મન દેશને ધૂળ ચટાડવા સક્ષમ

   * એપ્રિલ 1986માં અપાચે હેલિકોપ્ટરર્સને યુ.એસ. આર્મીમાં સામેલ કરવામાં આવ્યા હતા
   * અમેરિકા ઇરાક અને અફઘાનિસ્તાનમાં તેનો ઉપયોગ કરી ચૂક્યું છે


   ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાના સૌથી સારા અપાચે અટેક હેલિકોપ્ટર ઇન્ડિયન આર્મીમાં સામેલ થશે. અમેરિકાએ ભારતને 6 અપાચે અટેક હેલિકોપ્ટર(એએચ-64ઈ) વેચવાની મંજૂરી આપી દીધી છે. તેની કિંમત લગભગ 6340 કરોડ રૂપિયા (930 મિલિયન ડોલર) છે. આ સોદા માટે અમેરિકી કોંગ્રેસ પાસે બિલ મોકલી દેવામાં આવ્યું છે. બતાવાઈ રહ્યું છે કે જો આ સોદા માટે કોઈ સાંસદ સવાલ ન ઉઠાવે તો તેને મંજૂરી માટે આગળ મોકલી આપવામાં આવશે. આ હેલિકોપ્ટરને અમેરિકન કંપની બોઇંગ બનાવે છે અને તેને દુનિયાનું સૌથી સારું અટેક હેલિકોપ્ટર માનવામાં આવે છે.

   કોલકત્તામાં વીજળી પડવાથી મેદાન પર જ ક્રિકેટરનું મોત

   એરફોર્સની ક્ષમતામાં થશે વધારો
   - અમેરિકન રક્ષા સુરક્ષા સહયોગ એજન્સી મુજબ અપાચે અટેક હેલિકોપ્ટર (એએચ-64ઈ)ના ભારતીય આર્મીમાં સામેલ થવાથી જમીન પરના ઘાતક હથિયારોના ખતરાઓ સામે લડવા એરફોર્સની ક્ષમતામાં વધારો થશે.


   આર્મીને કેમ જોઈએ અટેક હેલિકોપ્ટર્સ?

   - ઈન્ડિયન આર્મી છેલ્લા કેટલાક સમયથી તેમના માટે અટેક હેલિકોપ્ટર્સના ત્રણ સ્કવોડ્રનની માગણી કરી રહી છે. આર્મીનું કહેવું છે કે, આ હેલિકોપ્ટર્સ મળવાથી તેઓ જરૂર પડે ત્યારે દુશ્મનના વિસ્તારમાં પૂરતી તાકાતથી હુમલો કરી શકે.
   - આર્મીનું એવું પણ કહેવું છે કે, આ વિશે તેમને સંપૂર્ણ કંટ્રોલ મળવો જોઈએ, તેથી તેઓ જ્યાં ઈચ્છે ત્યાં આ હેલિકોપ્ટર્સ તૈનાત કરી શકે.
   - હાલ એરફોર્સ પાસે રશિયામાં બનેલા Mi-25/35 અટેક હેલિકોપ્ટરની બે સ્ક્વોડ્રન છે. પરંતુ હવે તે જૂના થઈ ગયા છે.


   અપાચે કેમ છે ખાસ?

   - અપાચેને યુએસ આર્મીના એડવાન્સ અટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ માટે ડેવલપ કરવામાં આવ્યું હતું. તેણે પહેલી ઉડાન 30 સપ્ટેમ્બર 1975માં ભરી હતી. એપ્રિલ 1986માં અપાચેને આર્મીમાં સામેલ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારે તે આટલા મોર્ડન નહતા, જેટલા આજે છે. હાલ અપાચેને દુનિયાનું સૌથી ખતરનાક અટેક હેલિકોપ્ટર માનવામાં આવે છે.
   - આજે આ હેલિકોપ્ટર યુએસ આર્મી સિવાય ઈઝરાયલ, મિસ્ર અને નેધરલેન્ડની આર્મી પણ ઉપયોગ કરે છે. ભારત હવે એવો પાંચમો દેશ હશે જેની પાસે અપાચે હશે.
   - આ હેલિકોપ્ટરની બંને બાજુ 30 એમએમ ગન લાગેલી હશે. તેમાં લગાવવામાં આવેલા સેન્સર દુશ્મનોને સરળતાથી શોધીને તેમને પૂરા કરી શકશે. તેમાં નાઈટ વિઝન સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
   - તેમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઈલ પણ લગાવવામાં આવી છે. તે રડારની પકડમાં આવેલા દુશ્મનોને ટાર્ગેટ કરીને હિટ કરી શકે છે.
   - અપાચેમાં બે ટર્બોસોફ્ટ એન્જિન લગાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાક અને અફઘાનિસ્તાનમાં તેનો ઉપયોગ કરી ચૂક્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર ભારતીય સેનામાં થશે સામેલ | Worlds best helicopter to join Indian Army after US approval
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `