Home » National News » Photo Feature » ડાન્સિંગથી ગોવિંદાને પણ ટક્કર આપનારા આ 'કાકા' કોણ છે | Who is this dancing uncle who became viral over night

VIRAL અંકલજી: પોતાના ડાન્સિંગથી ગોવિંદાને પણ ટક્કર આપનારા આ 'કાકા' કોણ છે?

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 12:43 PM

આ અંકલજી ડાન્સ કરી રહયા છે તે ગીત ખુદગરઝ ફિલ્મનું છે જે 1987માં રિલીઝ થઇ હતી

  • ડાન્સિંગથી ગોવિંદાને પણ ટક્કર આપનારા આ 'કાકા' કોણ છે | Who is this dancing uncle who became viral over night
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: પરિવારમાં હોય કે દોસ્તના લગ્નમાં તમે કોઈને ત્યાં તો જરૂર ને જરૂર ડાન્સ કર્યો હશે, પણ ઘણા ઓછા સમયે એવું થાય છે કે એક લેડીઝ સંગીતના ફંક્શન દરમિયાન થયેલો ડાન્સ ઇન્ટરનેટ પર લોકપ્રિયતાનો રેકોર્ડ તોડી નાખે.


    ડાન્સ પણ એવો કે જેને જોઈને તમારું દિલ ખુશ થઇ જાય અને તમે તેને મિત્રો સાથે શેર કરવાથી રોકી ન શકો. આ અહેવાલમાં અમે વાત કરી રહ્યા છીએ એવા અંકલજીની કે જેનો શાનદાર ડાન્સ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ચુક્યો છે.


    આગળ જાણો, ક્યાં અને ક્યારે કર્યો હતો અંકલજીએ આ 'ગોવિંદા ડાન્સ'?....

  • ડાન્સિંગથી ગોવિંદાને પણ ટક્કર આપનારા આ 'કાકા' કોણ છે | Who is this dancing uncle who became viral over night
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આ ડાન્સ ફેસબુકથી માંડી વોટ્સએપ પર શેર થયા બાદ દરેક કોઈ આ અંકલજીના ઠુમકાના દીવાના થઈ ગયા છે. 'મય સે ના મીણા સે ન સાકી સે, દિલ ચાહતા હૈ મેરા આપકે આ જાને સે' ગીત જેના પર આ અંકલજી ડાન્સ કરી રહયા છે તે ગીત ખુદગરઝ ફિલ્મનું છે જે 1987માં રિલીઝ થઇ હતી.


    સંગીતકાર રાજેશ રોશનની બનાવેલી ધૂન પર ફિલ્મમાં ગોવિંદાએ ડાન્સ કર્યો હતો, પણ અંકલજીના મસ્ત ડાન્સ જોઈને લોકો તેને ગોવિંદથી પણ શાનદાર ગણાવી રહ્યા છે. ફેસબુક પર જ આ ડાન્સને લાખો લોકો જોઈ ચુક્યા છે.

  • ડાન્સિંગથી ગોવિંદાને પણ ટક્કર આપનારા આ 'કાકા' કોણ છે | Who is this dancing uncle who became viral over night
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ગોવિંદાના ડાન્સથી થયા લોકપ્રિય 


    લોકોને વિશ્વાસ નથી થતો કે ગોળમટોળ અને સ્થૂળ દેખાતા અંકલ કે જેમની ફાંદ પણ નીકળેલી છે, તે આટલો સારો ડાન્સ કરી શકે છે.


    પોતાના ડાન્સિંગથી ગોવિંદાને પણ ટક્કર આપનારા આ વ્યક્તિનું નામ છે સંજીવ શ્રીવાસ્તવ, જેને લોકો પ્રેમથી ડબ્બુજી કહીને બોલાવે છે. સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બુજી મધ્યપ્રદેશમાં વિદિશાના રહેવાસી છે અને હાલ ભોપાલના ભાભાની એન્જીનીયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

  • ડાન્સિંગથી ગોવિંદાને પણ ટક્કર આપનારા આ 'કાકા' કોણ છે | Who is this dancing uncle who became viral over night

    સાળાના લગ્નમાં કર્યો હતો આ ડાન્સ


    આ ડાન્સ તેમણે 12 મેના રોજ ગ્વાલિયરમાં પોતાના શાળા કુશાગ્ર શ્રીવાસ્તવના લગ્નમાં કર્યો હતો. સાથે જે મહિલા દેખાઈ રહી છે તે તેમની પત્ની અંજલિ શ્રીવાસ્તવ છે. જ્યારથી તેમનો ડાન્સ ઇન્ટરનેટ પર વાયરલ થયો છે ત્યારથી તેમને દેશ-વિદેશથી ફોન આવી રહ્યા છે. તેઓ સતત મીડિયાને ઇન્ટરવ્યૂ આપવામાં પણ વ્યસ્ત છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ