• Home
  • National News
  • Photo Feature
  • 'રૂ. 251માં દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' આપવા માટે વાયદો કરનારનું શું થયું? | Where is Freedom 251 read full timeline

'રૂ. 251માં દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' આપવા માટે વાયદો કરનારનું શું થયું?

મોહિત અને તેના બે સાથીઓને દિલ્હી પોલીસે બળજબરીપૂર્વક વસૂલી કરવાના આરોપમાં અરેસ્ટ કર્યા છે

divyabhaskar.com | Updated - Jun 13, 2018, 04:08 PM
'રૂ. 251માં દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' આપવા માટે વાયદો કરનારનું શું થયું? | Where is Freedom 251 read full timeline

નેશનલ ડેસ્ક: વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન બનાવવાનો દાવો કરનારી કંપની રિંગિંગ બેલ્સના માલિક મોહિત ગોયલનો ધંધો કઈંક બીજો જ નજર આવી રહ્યો છે. ગત રવિવારે મોહિત અને તેના બે સાથીઓને દિલ્હી પોલીસે બળજબરીપૂર્વક વસૂલી કરવાના આરોપમાં અરેસ્ટ કર્યા છે. સમાચારમાં મળતી માહિતી મુજબ મોહિત હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ રેકેટ ચલાવે છે જેનાથી તે કરોડો રૂપિયાની જબરદસ્તીથી વસૂલી પણ કરતો હતો, પણ હવે તે લોકઅપની પાછળ પહોંચી ગયો છે. રસપ્રદ વાત એ છે કે 2016ની શરુઆતમાં "રૂ. 251માં સ્માર્ટફોન આપીશું" એ દાવાનું આટલા વર્ષ દરમિયાન અને અંતે શું થયું?

કોલકત્તામાં વીજળી પડવાથી મેદાન પર જ ક્રિકેટરનું મોત

- 2016ની શરૂઆતમાં રિંગિંગ બેલ કંપનીએ એક જાયન્ટ મીડિયા ઇવેન્ટ રાખી જેમાં તેમણે Freedom 251ની મસમોટી જાહેરાત કરી અને દેશ-વિદેશના અખબારોમાં કંપનીની હેડલાઈન્સ બની. મોટાભાગના લોકો 251 રૂપિયાના ફોન અને રિંગિંગ બેલ વિશે વાત કરતા હતા પણ કોઈને કંપની વિશે કઈં જ ખબર ન હતી.

- હકીકતમાં એ સમયે રિંગિંગ બેલ કંપનીએ પહેલી જાહેરાત એવી કરી હતી કે February 2016ના અંત સુધીમાં ગ્રાહકોના હાથમાં પહેલા તબક્કાના ફોન આવશે. કંપનીએ પ્રિ-ઓર્ડર લેવાનું શરુ કર્યું અને તેને અણધાર્યો

રિસ્પોન્સ મળ્યો. બધું જ ઓનલાઇન હતું, કંપનીની પોતાની વેબસાઈટ પણ હતી જેમાં ઓર્ડર માટે કેશ ઓન ડિલિવરીનો ઓપશન જ નહોતો.

- લગભગ 30,000 ગ્રાહકોએ Freedom 251 માટે ઓનલાઇન રકમ ચૂકવી અને ફોન લેવા માટે 7 કરોડથી વધુ લોકોએ સેલમાંથી ફોન લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું.

- 2016નો ફેબ્રુઆરી મહિનો આવ્યો અને ગયો પણ Freedom 251ની ડિલિવરી બાબતે કોઈ નિશાન મળ્યું નહીં. પછી કંપનીએ 2016માં જ જૂન મહિનામાં ડિલિવરી માટે વિન્ડો ઓપન થવાની જાહેરાત કરી. રિંગિંગ બેલ કંપનીએ શરૂઆતમાં 25 લાખ Freedom 251 સ્માર્ટફોન જૂન 30 પહેલા ડિલિવર કરશે તેવી જાહેરાત કરી હતી. પછી તે તારીખ પણ પાછળ ધકેલાઈને 2 જુલાઈ પર આવી. આ વખતે પણ ડિલિવરીનો કોઈ અણસાર નહીં.

- Freedom 251ની ડિલિવરી બાબતે કંપનીના માલિક ગોયલ ગત ડિસેમ્બર મહિના સુધી વાતો કરતા રહ્યા અને જે લોકોએ સ્માર્ટફોન માટે રૂ. 251 આપી દીધા હતા તેઓ ફોનની ડિલિવરી માટે રોતા રહ્યા. આ દરમિયાન કેટલાયે લોકો બીજા રાઉન્ડના પ્રિ-ઓર્ડરની રાહ જોઈ રહ્યા હતા અને હજુ પણ જુએ છે. ડિલિવરીનું પ્રેશર જોઈને કંપનીએ બધાને રૂપિયા પરત આપી દીધાના અહેવાલ આવ્યા હતા અને નવેસરથી કેશ ઓન ડિલિવરી option સાથે ફરીથી Freedom 251ના વેચાણની જાહેરાત કરી. આ દરમિયાન કંપનીએ એક સિંગલ મોબાઈલ સેટ પણ ડિલિવર કર્યો ન હતો.

- જુલાઈ 2016માં, કંપનીએ જાહેરાત કરી કે તે Freedom 251ની ગ્રાહકોને July 8થી ડિલિવરી આપશે અને પહેલા તબક્કામાં 5,000 જેટલા સ્માર્ટફોનનું વિતરણ કરશે. કુલ 2 લાખ યુનિટની ડિલિવરી ગ્રાહકોને કરવામાં આવશે અને ગ્રાહકોની પસંદગી લોટરીના આધારે થશે. કંપનીએ એવું પણ કહ્યું કે ગ્રાહકો પાસેથી ડિલિવરી ચાર્જીસ તરીકે એક્સ્ટ્રા 40 રૂપિયા લેવામાં આવશે. જો કે, રિંગિંગ બેલ કંપનીએ 5,000 સ્માર્ટફોનની ડિલિવરી કર્યા હોવાનો દાવો કર્યો હતો અને તે પછી કોઈ નવા આંકડા હજુ સુધી સામે આવ્યા નથી.


સામૂહિક દુષ્કર્મના આરોપી પાસેથી રિંગિંગ બેલ કંપનીના માલિકે અઢી કરોડ રૂપિયા વસૂલ્યા
- સામૂહિક દુષ્કર્મના આરોપીના પરિવારના એક સદસ્યએ જણાવ્યું હતું કે,"મારા એક સંબંધી મોહિત ગોયલના પાથરેલા હનીટ્રેપમાં ફસાઈ ગયા હતા. જેનો કેસ રફેદફે કરવામાં માટે પહેલા 11 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ પછી અઢી કરોડ રૂપિયામાં મોહિત માની ગયો હતો. આ લોકો 1 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી ચૂક્યા હતા અને બાકીની રકમ વસૂલ કરવા આજે આવ્યા હતા. પણ પોલીસે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.'

- મોહિત ગોયલને સામૂહિક દુષ્કર્મના આરોપમાં પૈસા વસૂલી કરતા પોલીસે રંગેહાથ પકડ્યો છે. પોલીસે રવિવારે દિલ્હીના સુભાષ પ્લેસમાં સ્થિત એક શોપિંગ મોલમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ કરનારી મહિલા, મોહિત ગોયલ અને તેના અન્ય એક સાથીદાર વિકાસ મિત્તલને આરોપી પાસેથી 25 લાખ રૂપિયા વસૂલતા પકડી લીધા હતા. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે મોહિત ગોયલ પોતાના સાથીઓ સાથે અહીં એક હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ રેકેટ ચલાવે છે. રેકેટની મહિલા સદસ્ય અમીર કારોબારીઓને ફસાવે અને પછી કેસ પાછા લેવાના નામે કરોડો રૂપિયાની વસૂલ કરતી હોવાનો આરોપ છે.


શું છે સામૂહિક દુષ્કર્મનો સમગ્ર મામલો?
સામૂહિક દુષ્કર્મના આરોપીઓના પરિવારના લોકોનું કહેવું છે એક પીડિતા અને તેના સાથીદારોએ પહેલા 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પછી કેસ રફેદફે કરવા માટે પહેલા 11 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ પછી આરોપી પરિવાર અઢી કરોડ રૂપિયા આપવા તૈયાર થઇ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગેંગરેપનો આરોપ લગાવનાર મહિલા પરિવાર પાસેથી અત્યાર સુધીમાં 1.1 કરોડ રૂપિયાની વસૂલાત કરી ચૂકી છે. પરિવારના લોકોના જણાવાયા મુજબ, ફરિયાદ કરનાર મહિલા એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે તે રીતે થોડા દિવસો પહેલા સંપર્કમાં આવી હતી. આ પછી તેણી એક ઇવેન્ટ માટે 5 આરોપીઓ સાથે રાજસ્થાનના અલ્વર પહોંચી હતી અને એક હોટેલમાં તે બધા રોકાયા હતા. પછીના દિવસે આ મહિલાએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો.

X
'રૂ. 251માં દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' આપવા માટે વાયદો કરનારનું શું થયું? | Where is Freedom 251 read full timeline
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App