ગામના લોકોએ ના પાડી તો, ધારાસભ્યએ ગરીબ મહિલાને કાંધ આપી કર્યા અંતિમ સંસ્કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ આજકાલ મતલબી દુનિયામાં કોઈ કોઈનું નથી, પરંતુ ઓરિસ્સાના અમનાપલીની એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક ધારાસભ્ય રમેશ પટુઆએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. આ વિસ્તારથી બીજેડી ધારાસભ્ય, રમેશે એ કામ કરી બતાવ્યું જેને કરવાથી સમાજના લોકોએ જાતિથી બહિષ્કાર થવાના ડરથી ના પાડી રહ્યા હતા.

 

ભીખ માંગતી મહિલાનું થયું મોત


આ ગામમાં એક ભીખ માંગતી મહિલાનું મોત થઈ ગયું હતું અને તેને કાંધ આપવા માટે કોઈ આગળ ના આવ્યું. જ્યારે એક દિવસ પછી ધારાસભ્ય રમેશને આ વાતની ખબર પડી, તો તેમણે નિરાધાર મહિલાને કાંધ આપી, ઉપરાંત તેની અંતિમવિધિની તમામ પરંપરા પણ પૂરી કરી. ગ્રામજનોએ સ્પષ્ટપણે ના પાડી દીધી હતી કે, તેઓ ના તો મહિલાના મૃતદેહને કાંધ આપશે ના તો તેની અંતિમયાત્રામાં સામેલ જોડાશે. જો પણ તેમાં સામેલ થશે તેને જાતિ અને સમાજમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવશે.

 

તેના દિયર સાથે રહેતી હતી એક ઝૂંપડીમાં


કહેવાય છે કે, મહિલા ભીખ માંગતી હતી અનેતેના દિયર સાથે એક ઝૂપડીમાં રહેતી હતી. પરંતુ તેનો દિયર પણ એટલો વધારે બીમાર હતો કે તે પણ તેના અંતિમ સંસ્કાર કરવાની સ્થિતિમાં નહોતો. આ જ કારણે ગ્રામજનોએ તેના મૃતદેહને હાથ લગાડવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આજે સમાજ જાતિ અને સંપ્રદાયને લઈને એટલો કટ્ટર થઈ ગયો છે કે, તેઓને કોઈ મૃત શરીરને અડવામાં પણ તકલીફ છે.

 

શું કહ્યું ધારાસભ્યએ?


આ ઘટના બાદ બીજેડી ધારાસભ્ય રમેશ પટુઆએ કહ્યું કે, 'ગામમાં એવી માન્યતા છે કે, જો કોઈ બીજી જાતિના વ્યક્તિને અડીએ તો તેને પોતાની જાતિમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવે છે. જ્યાં મે લોકોને અંતિમ સંસ્કાર વિશે કહ્યું તો તેમણે એ કહીને ના પાડી દીધી કે જો તેઓ આ મહિલાના મૃતદેહને અડશે તો તેમને જાતિમાંથી કાઢી મૂકવામાં આવશે. એટલા માટે મેં મારા પુત્રો અને ભત્રીજાને બોલાવીને તેના અંતિમ સંસ્કાર કર્યા.'

 

બીજૂ જનતા દળના ધારાસભ્ય છે રમેશ


46 વર્ષીય રમેશ પટુઆ રેંગાલી(સંબલપુર) વિધાનસભાથી બીજૂ જનતા દળના ધારાસભ્ય છે. રમેશે આ સારા કામ દ્વારા સમાજના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે જેઓ જાતિ અને સંપ્રદાયના નામે લોકો વચ્ચે ફાળવણી કરવાનું કામ કરે છે. જો દેશની રાજનીતિમાં આજે પણ રમેશ જેવા લોકો છે, તો આપણે આશા રાખીએ છીએ કે એક દિવસ આ સમાજ અને તેમાં રહેતા લોકોની વિચારસરણી જરૂર બદલાશે.

 

ગત મહિને બની હતી આવી જ એક ઘટના


આવી જ એક ઘટના ગત મહિના આસામમાં પણ જોવા મળી હતી. જ્યારે એક વૃદ્ધના મોત બાદ, તેનો પરિવાર અંતિમ સંસ્કાર કરવા માટે સક્ષમ નહોતો, તો ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ એ વૃદ્ધના મૃતદેહને કાંધ આપી હતી, ઉપરાંત પરંપરા અનુસાર અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.

 

આ  પણ વાંચો - અમેરિકામાં બોટ ચલાવી રહ્યો હતો વ્યક્તિ, તોફાન આવ્યો તો પહોંચી ગયો રશિયા, બોર્ડર ગાર્ડ્સે કરી ધરપકડ

અન્ય સમાચારો પણ છે...