રસપ્રદ / Uber ડ્રાઈવરે રિઅર વ્યૂ મિરરની જગ્યાએ લગાવી એવી વસ્તુ કે લોકો થઈ ગયા દંગ

divyabhaskar.com

Mar 17, 2019, 06:31 PM IST
ડ્રાઈવરે લગાવ્યો શેવિંગ મિરર
ડ્રાઈવરે લગાવ્યો શેવિંગ મિરર

મહારાષ્ટ્રઃ ઇન્ડિયામાં જુગાડ કરનારાઓની સંખ્યા ઓછી નથી. એ વેલણથી કોલગેટ કાઢવાની વાત હોય કે પછી હેલ્મેટ પહેરી ડુંગળી કાપવાની હોય. ભારતમાં આવા અજબ-ગજબ પ્રકારના લોકો ઓછા નથી, પણ હવે ઉબેરના ડ્રાઇવર આ કેટેગરીમાં આવી ગયા છે. મહારાષ્ટ્રના એક ઉબર ડ્રાઇવરે પોતાની ગાડીનો રિઅર વ્યૂ મિરર તૂટી જતાં ત્યાં શેવિંગ મિરર લગાવી ગાડી ચલાવતો જોવા મળ્યો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ
શેવિંગ મિરરવાળી ગાડીની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે. તસવીર સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઈ ગઈ હતી. લોકોએ આ ફોટો પર હજારો કોમેન્ટ પણ કરી છે. કોઈકે આ ડ્રાઈવરને મૂર્ખ કહ્યો તો કોઈકે આ જુગાડ જોઈને ડ્રાઈવરના વખાણ કર્યા હતા.

આવો વધુ એક કિસ્સો
ત્યાં જ આ પહેલા પણ એક મકાઈ વેચતી અમ્માનો જુગાડ પણ ઘણો વાયરલ થયો હતો. 75 વર્ષીય આ મહિલાએ પોતાની લારીમાં એક સોલાર પેનલ લગાવી હતી, કે જેની મદદથી મળતી સૌર ઉર્જાથી તે મકાઈ શેકતી હતી. સૌર ઉર્જા યંત્ર એક એનજીઓએ તેમને આપ્યું હતું. જેનાથી તેમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેનાથી મકાઈ શેકવા માટે કોલસાની જરૂર અડધી થઈ ગઈ.

X
ડ્રાઈવરે લગાવ્યો શેવિંગ મિરરડ્રાઈવરે લગાવ્યો શેવિંગ મિરર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી