હીરા-ઝવેરાતથી જડેલા આ વિમાનની તસવીર થઈ રહી છે વાયરલ, લોકોએ પૂછ્યું, શું આ ખરેખર છે? શું આપણે તેમાં મુસાફરી કરી શકીએ?

divyabhaskar.com

Dec 07, 2018, 06:28 PM IST
truth behind Shiny Diamond Studded Emirates Planes viral photo
truth behind Shiny Diamond Studded Emirates Planes viral photo

નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર અમીરાત એરોપ્લેન નામેથી એક તસવીર વાયરલ થઈ રહી છે. તસવીરને જોતા લાગી રહ્યું છે કે, આખા પ્લેનને ડાયમંડ્સ વડે મઢવામાં આવ્યું છે. ઝગમગી રહેલું આ પ્લેન એરપોર્ટ પર ઊભું છે. તસવીર જોઈને લોકો મૂંઝવણમાં છે અને પૂછી રહ્યા છે કે, તસવીર સાચી છે કે ખોટી. શું આપણે તેમાં મુસાફરી કરી શકીએ? એવામાં અમે તેની પાછળનું સત્ય જણાવીએ...

અમીરાત એરલાઈને પોસ્ટ કરી છે તસવીર


આ તસવીરને અમીરાત એરલાઈને તેના ટ્વિટર એકાઉન્ટથી પોસ્ટ કરી છે. પોસ્ટ સાથે લખ્યું છે, 'પ્રસ્તુત છે એમિરેટ્સ બ્લિંગ 777, આ તસવીર બનાવી છે, સારા શકીલે.' અમીરાત એરલાઈનની પોસ્ટને 13 હજારથી વધારે લોકોએ લાઈક કરી છે અને અંદાજે પાંચ હજારથી વધારે લોકોએ કોમેન્ટ કરી છે.

ક્યાંથી આવી તસવીર, શું છે તેની હકીકત


જેવું કે અમીરાત એરલાઈનની પોસ્ટથી જ સ્પષ્ટ થઈ જાય છે કે, આવું કોઈ પ્લેન નથી, પરંતુ આવી એક તસવીર બનાવાઈ છે, જેને સારા શકીલે બનાવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે, સારા શકીલ ક્રિસ્ટલ આર્ટિસ્ટ ઈન્સ્ટાગ્રામ સેલેબ છે, તેને 4.8 લાખ લોકો ફોલો કરે છે. તેમણે 4 ડિસેમ્બરના રોજ ઈસ્લામાબાદથી આ તસવીરને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જ્યારે અમીરાતે સારાના એકાઉન્ટ પર આ તસવીરને જોઈ તો તેની મંજૂરી લઈને તસવીરને પોતાના એકાઉન્ટ પર શેર કરી. અમીરાતના સ્પોક્સપર્સને કહ્યું કે, આ તસવીર સારા શકીલે બનાવી છે અને આ અસલી નથી.

આ પણ વાંચો - પોતાને ગમતા નેતા મુખ્યમંત્રી બને, એટલા માટે યુવકે જીભ કાપીને મંદિરમાં ચડાવી દીધી

X
truth behind Shiny Diamond Studded Emirates Planes viral photo
truth behind Shiny Diamond Studded Emirates Planes viral photo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી