બાઈક પર જતા યુવકો સામે અચાનક આવી ગયો ખુંખાર વાઘ, પછી થયું આવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ જરા વિચારો જો તમારી સામે વાઘ આવી જાય તો તમે શું કરશો? મહારાષ્ટ્રમાં બાઈક સવાર બે યુવકો સાથે આવું જ કંઈક થયું. ચંદ્રપુરના તાડોબા જંગલમાં તેમની સામે ખુંખાર વાઘ આવી ગયો. બાઈક સવારો માટે આ ક્ષણ જીવન અને મોત વચ્ચેની હતી. તેમણે સમજદારી રાખીને કોઈ ઉતાવળ ન કરી અને શાંત રહીને ઊભા રહી ગયા. વાઘમાં તેમને આ રીતે ઊભેલા જોઈને ઊભો રહી ગયો અને કોઈ નુકશાન પહોંચાડ્યા વગર જંગલમાં જતો રહ્યો.

 

કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર નાખ્યો, જે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં બાઈક સવાર યુવકો સિવાય અમુક લોકો પાછળ જીપમાં જોવા મળી રહ્યા છે. જીપને જોઈને વાઘ વધારે ઉગ્ર બની ગયો અને તે ત્યાં જ રસ્તો રોકીને સુઈ ગયો. વાઘને જોઈને જીપમાં સવાર લોકોના જાણે કે ધબકારા બંધ થઈ ગયા. જો કે, ડર્યા વગર આ નજારાને કેમેરામાં કેદ કરતા રહ્યા.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...