• Home
  • National News
  • Photo Feature
  • ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો આ યુવક | This young man become inspiration for farmer

ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો આ યુવક, અનોખા પાકની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

આ યુવક ઓસ્ટર મશરૂમની ખેતી કરીને મહિને કરી લે છે હજારો રૂપિયાની કમાણી

divyabhaskar.com | Updated - Apr 11, 2018, 05:21 PM
ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો આ યુવક | This young man become inspiration for farmer

નેશનલ ડેસ્કઃ અહીં ચિતરપુરમાં એક યુવક ઘણા ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છે. આસપાસના ગામના ખેડૂતો તેની પાસે ઓસ્ટર મશરૂમની ખેતીની રીત શીખવા આવી રહ્યાં છે. પવન નામનો આ યુવક ઓસ્ટર મશરૂમની ખેતી કરીને દર મહિને 50 હજાર જેટલી કમાણી કરે છે અને વર્ષે તેની કમાણી 10 લાખ જેટલી થઈ જાય છે.

આમ લીધી હતી ટ્રેનિંગ....

- છોટકીપોના ગામના પવન કુમારે જણાવ્યું કે, તેણે રાંચી સ્થિત કૃષિ વિભાગથી ટ્રેનિંગ લઈ ઓસ્ટર મશરૂમની ખેતી શરુ કરી હતી.
- છેલ્લા 3 વર્ષથી મશરૂમની ખેતી કરી તે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. જે જોઈ આસપાસના ખેડૂતો પણ આ ખેતી કરી આગળ વધવા માગે છે.
- તેઓએ જણાવ્યું કે, જો સરકાર વધુ મદદ કરે તો યોગ્ય પદ્ધતિથી મશરૂમની ખેતીને સંપૂર્ણ જીલ્લામાં ફેલાવી શકાય છે.
- પવન દરરોજ 20-30 કિલો મશરૂમ ઉગાડી શકે છે જેથી તેની આવકમાં વધારો થઈ રહ્યો છે.
- પવન હવે રોજના 50-60 કિલો મશરૂમનો લક્ષ્યાંક ધરાવે છે અને તેની માટે પ્રયાસ શરુ કરી દીધા છે.
- ગરમીના દિવસોમાં પવનને મુશ્કેલીઓ થાય છે કારણ કે આ સમયગાળામાં ઓસ્ટર મશરૂમનો પાક ઓછો થાય છે.

ઓસ્ટર મશરૂમ ક્ષેત્રમાં એક નવી તક સમાન....

- ખેડૂત રૂપલાલ મહતોએ જણાવ્યું કે, આ ક્ષેત્રમાં ઓસ્ટર મશરૂમની ખેતીથી રોજગારી વધી શકે છે.
- અન્ય ખેડૂતોએ પણ ઓસ્ટર મશરૂમની ખેતી થકી રોજગાર મેળવવો જોઈએ, કારણ કે ઓછી મૂડીએ પણ ઓસ્ટર મશરૂમનો સારો એવો પાક થઈ શકે છે.
- સંજય નામના ગ્રાહકે જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણા મહિનાથી ઓસ્ટર મશરૂમ ખરીદી રહ્યાં છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે વધુ ફાયદાકારક પણ છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...

ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો આ યુવક | This young man become inspiration for farmer
ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો આ યુવક | This young man become inspiration for farmer
ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો આ યુવક | This young man become inspiration for farmer
ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો આ યુવક | This young man become inspiration for farmer
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App