Divya Bhaskar

Home » National News » Photo Feature » સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે | This young boy cheated for entrance in Indian Army

સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે કરી નાખ્યું એવું કામ કે કલ્પના કરવી પણ મુશ્કેલ

Divyabhaskar.com | Updated - May 04, 2018, 05:57 PM

સેના ભરતીમાં બુધવારે એક યુવકે સિલેક્ટ થવા માટે કર્યું કઈંક એવું કે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે

  • સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે | This young boy cheated for entrance in Indian Army
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    નેશનલ ડેસ્ક: સેના ભરતીમાં આવેલા યુવકે પથ્થરથી પોતાનું માથું ફોડી નાખ્યું, જેથી માથા પર સોજો આવે અને કેટલાક સેન્ટિમીટર સુધી તેની ઊંચાઈ વધી જાય અને તેની પસંદગી થઇ જાય. અધિકારીઓએ બારીકાઈથી તપાસ કરી તો આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
  • સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે | This young boy cheated for entrance in Indian Army
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    બીજી તરફ ભરતી માટે નકલી પ્રમાણ પત્ર અને અન્ય દસ્તાવેજો લઈને લોકો આવી રહ્યા છે. બુધવારે પણ અધિકારીઓએ 2 ડઝનથી વધુ લોકોને પકડ્યા હતા. દોડ દરમિયાન પાંચ પેસર પણ પકડાયા હતા.

     

  • સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે | This young boy cheated for entrance in Indian Army
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    કમલા નહેરુ બાગમાં સીધી ભરતી ચાલી રહી છે. બુધવારે પણ ભરતી માટે મુરાદાબાદ જનપદના યુવાનોને બોલાવાયા. તેમાં 7289 યુવકો રજીસ્ટર્ડ હતા, જેમાંથી 4347 યુવકો ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. 409 યુવકોને નક્કી કરેલી લંબાઈથી ઓછી લંબાઈ હોવાના કારણે કાઢી મુકાયા હતા. 

     

  • સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે | This young boy cheated for entrance in Indian Army
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    જો કે 3938 યુવાઓ ભરતી માટે દોડી ગયા. 290 યુવાઓને દોડ્યા પછી અંતિમ રૂપમાં સિલેક્ટ કરવામાં આવ્યા।  ત્રીજા દિવસે 25 નકલી ડોક્યુમેન્ટ્સ અને 18 એડમિટ કાર્ડવાળા નકલી એપ્લિકન્ટ પકડાયા.

     

  • સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે | This young boy cheated for entrance in Indian Army
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ભરતી દરમિયાન યુવકો અવનવા પેંતરા ઉપયોગમાં લેતા પકડાયા હતા. બુધવારે મુરાદાબાદથી આવેલા અંકિત કુમારે પોતાના શારિરની લંબાઈ વધારવા માટે માથાને પથ્થરથી ફોડી નાખ્યું હતું, જેના લીધે તેને માથામાં સોજો આવ્યો હતો. જો કે તેની લંબાઈ માપવામાં આવી તો તે નક્કી કરેલી સીમાથી વધુ નીકળી. 

     

  • સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે | This young boy cheated for entrance in Indian Army
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પછી અધિકારીઓને કોઈ શંકા જતા તેના માથાને સરખી રીતે ચેક કર્યું, તેનું માથું સૂજેલું હતું. પૂછવા પર અંકિતે બધું જણાવી દીધું હતું. ત્યાં જ ત્રીજા દિવસે નકલી પ્રમાણપત્ર અને કાગળ લઈને આવનારા લોકોની સંખ્યા ત્રીજા દિવસે પણ ઓછી થઇ ન હતી. મળેલી જાણકારી મુજબ ભરતી દરમિયાન બે ડઝનથી વધુ યુવકોને ચોરી કરતા પકડવામાં આવ્યા હતા. 

     

  • સેનામાં ભરતી દરમિયાન લંબાઈ વધારવા એક યુવકે | This young boy cheated for entrance in Indian Army
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending