Divya Bhaskar

Home » National News » Photo Feature » Oxford ગ્રેજ્યુએટ 76 વર્ષીય વ્યક્તિ રસ્તા પર રહેવા મજબૂર | This Oxford pass out Indian forced to live on railway station

Oxford ગ્રેજ્યુએટ 76 વર્ષીય વ્યક્તિ રસ્તા પર રહેવા મજબૂર, કારણ જાણીને છલકાઈ ઉઠશે આંખો

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 03:16 PM

દિલ્હીના રેલવે સ્ટેશન પર ફાટેલા કપડાં અને શરીર પર માટી લાગેલો આ વ્યક્તિ કડકડાટ અંગ્રેજી બોલી જાણે છે

 • Oxford ગ્રેજ્યુએટ 76 વર્ષીય વ્યક્તિ રસ્તા પર રહેવા મજબૂર | This Oxford pass out Indian forced to live on railway station
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હી: દિલ્હીના રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ લોકોની મદદ કરતો દેખાય જાય છે, ફાટેલા કપડાં અને શરીર પર માટી લાગેલો આ વ્યક્તિ કડકડાટ અંગ્રેજી બોલી જાણે છે. શિક્ષાના મામલે પણ તે અન્ય લોકો કરતા વધીને છે. તે દુનિયાની ટોપ યુનિવર્સીટી ઓક્સફોર્ડમાંથી ભણ્યા છે, પણ આજે પોતાના દીકરાઓના કારણે તે રસ્તા પર ઊંઘવા માટે મજબૂર છે. પેટ ભરવા માટે તે લંગર પર નિર્ભર છે. ક્યારેક-ક્યારેક તો તેમને દિવસ આખો ભૂખ્યા પણ રહેવું પડે છે. આટલી મુશ્કેલીઓ પછી પણ આ વ્યક્તિ કહે છે કે મરતા સુધી હું ભીખ નહીં માંગુ, કારણકે તે પોતાના આત્મસન્માન સાથે પતાવટ કરી શકે નહીં.

  આ વાત 76 વર્ષીય સિખ રાજા સિંહ ફૂલની છે. જે રાતે દિલ્હીના રેલવે સ્ટેશને સુવે છે. સવારે તૈયાર થવા તે કનોટ પ્લેસ પર બનેલા સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરે છે. તેમની પાસે એક નાનકડો કાચ છે જેની મદદથી તે પોતાની પાઘડી બાંધે છે. દિવસમાં તે વિઝા સેન્ટર જાય છે અને લોકોના ફોર્મ ભરવામાં મદદ કરે છે. તેના બદલે કેટલાક લોકો તેમને રૂપિયા આપે છે. જો કે, રાજા સિંહનું સાફ કહેવું છે કે તે આ મદદ રૂપિયા માટે નથી કરતા.

  એવું તો શું થયું કે વિદેશથી નોકરી છોડીને પાછા ફર્યા? વાંચો....

 • Oxford ગ્રેજ્યુએટ 76 વર્ષીય વ્યક્તિ રસ્તા પર રહેવા મજબૂર | This Oxford pass out Indian forced to live on railway station
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ભાઈના કહેવા પર પરત ફર્યા હતા ભારત


  ફેસબુક પર શેર થયેલી એક પોસ્ટ મુજબ, 76 વર્ષીય રાજા સિંહ ઓક્સફોર્ડ યુનિવર્સીટીની 1964 બેચના વિદ્યાર્થી હતા. સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ત્યાં નોકરી શરુ કરી દીધી હતી. પણ પોતાના ભાઈ બી એસ ફૂલના કહેવા પર તે ભારત પરત ફર્યા. તેમણે અને ભાઈએ મળીને બિઝનેસમાં હાથ અજમાવ્યો. ફૂલ સિંહ જણાવે છે કે તેના ભાઈને દારૂની ટેવ હતી અને તે કારણે તેઓ એકલા જ દિવસ-રાત કામમાં લાગેલા રહેતા હતા.

   

  રાજા સિંહ કહે છે કે તે પોતાના દીકરાઓને બધું જ આપી દેવા માંગતા હતા. તેઓ નહોતા ઇચ્છતા કે તેમના સપનામાં રૂપિયા અડચણ બને. મહેનતથી પૈસા કમાયા અને બંને દીકરાઓને વિદેશ ભણવા માટે મોકલી દીધા, પણ એમણે ત્યાં જ લગ્ન કરી લીધા. જેના પછી તેઓ તેમના પિતાને છોડીને ગયા. જે ઉંમરે તેમને દીકરાઓની સૌથી વધુ જરૂર હતી તે જ ઉંમરમાં તેઓએ તેમને રસ્તા પર છોડી દીધા. રાજા સિંહની પત્નીનું પણ મોત થઇ ગયું છે. આવામાં તે એકલા જ પોતાનું જીવન વિતાવી રહ્યા છે. 

 • Oxford ગ્રેજ્યુએટ 76 વર્ષીય વ્યક્તિ રસ્તા પર રહેવા મજબૂર | This Oxford pass out Indian forced to live on railway station

  આત્મસન્માન સાથે સમજૂતી નહીં


  રાજા સિંહ કહે છે કે આજે ભલે તેમની જે હાલત હોય તે, પણ તે ક્યારેય ભીખ નહીં માંગે. તેમણે જણાવ્યું કે તે લંગરમાં ખાય છે, પણ આ માટે તેઓ કોઈપણ રીતે લંગરમાં યોગદાન પણ આપે છે, કારણકે તેઓ કોઈપણ વસ્તુ મફતમાં નથી લેતા. સિંહે કહ્યું કે જો હું આવું નથી કરી શકતો તો મને ખાવાનો કોઈ હક નથી.


  ફેસબુક પર રાજા સિંહની વાત શેર કરનારા વ્યક્તિએ જણાવ્યું છે કે કેટલાયે લોકો સિંહની મદદ માટે સામેથી આવ્યા. તેમણે જણાવ્યું કે રાજા સિંહને હવે વૃદ્ધાશ્રમ મોકલવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending