ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» બહેને બ્લેકમેઈલ કરીને ભૈયુજી મહારાજના કરાવ્યા હતાં બીજા લગ્ન | This is the reason why bhaiyyu maharaj did second marriage

  બહેને બ્લેકમેઈલ કરીને ભૈયુજી મહારાજના કરાવ્યા હતાં બીજા લગ્ન, 1 મહિના પછી થયો'તો ખુલાસો

  divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 12:35 PM IST

  લગ્નના એક મહિના પછી આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે લગ્ન કરવા પાછળની સમગ્ર વાત જણાવી હતી
  • બહેને બ્લેકમેઈલ કરીને ભૈયુજી મહારાજના કરાવ્યા હતાં બીજા લગ્ન, 1 મહિના પછી થયો'તો ખુલાસો
   બહેને બ્લેકમેઈલ કરીને ભૈયુજી મહારાજના કરાવ્યા હતાં બીજા લગ્ન, 1 મહિના પછી થયો'તો ખુલાસો

   નેશનલ ડેસ્ક: પરિવારના વિખવાદને લીધે મધ્યપ્રદેશના ગૃહસ્થ સંત ભૈયુજી મહારાજે કથિત રીતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તેના આશ્રમથી પિસ્તોલ અને એક સુસાઇડ નોટ કબ્જે કરી હતી, જેમાં તેમણે તણાવના કારણે આ પગલું લીધા હોવાનું કારણ લખ્યું હતું. જોકે એવું પણ કહેવામાં આવે છે કે તેની દીકરી અને બીજી પત્ની વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેથી તેઓ તણાવમાં હતા. લગ્નના એક મહિના પછી આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે લગ્ન કરવા પાછળની સમગ્ર વાત જણાવી હતી. Divyabhaskar.com તે ઇન્ટરવ્યૂના અંશ પોતાના રીડર્સને બતાવી રહ્યા છે.

   આખરે ક્યા ધર્મને માને છે ઉત્તર કોરિયાના 'તાનાશાહ' કિમ જોંગ?


   સોશિયલ વર્ક અને મા-દીકરીની જવાબદારી વચ્ચે ઝઝૂમતા હતા ભૈયુજી મહારાજ
   - બીજા લગ્ન કરવા માટે શું કારણ હતું, આ સવાલનો જવાબ આપતા તેઓએ કહ્યું હતું કે,"મારી પત્નીનું જયારે મોત થયું, મારી દીકરીની ઉંમર ઘણી નાની હતી. સાથે જ મારી માતા ભૂલવાની બીમારીથી પીડિત હતી. આ દરમિયાન મારા પિતાનું મોત થયું અને પછી મારું એક્સીડેન્ટ. હું સમાજના કામ અને પરિવારને સંભાળી શકતો ન હતો, અને આ જ કારણે મારે આ નિર્ણય લેવો પડ્યો."
   - જણાવી દઈએ કે ભૈયુજી મહારાજની પહેલી પત્નીનું મોત વર્ષ 2015માં હાર્ટ એટેકથી થયું હતું
   - "તે વખતે મારી માતા એટલી બીમાર હતી કે તેણી ન તો પોતાના હાથે ખાઈ શકતી હતી કે ન તો કપડાં બદલી શકે એમ હતી. ત્યાં જ બીજી તરફ દીકરી પણ ઉંમરમાં ઘણી નાની હતી.


   બહેને કર્યો હતો બ્લેકમેલ
   - ભાઈને બે વર્ષ સુધી આ ખરાબ સ્થિતિમાં પીસાતા જોઈને ભૈયુજી મહારાજની મોટી બહેન મધુમતી ઘણી પરેશાન રહેતી હતી
   - તેણીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,"ભાઈ ઘણા જ હેરાન-પરેશાન રહેતા હતા. 2-2 દિવસ સુધી ખાવાનુ પણ આપવામાં આવતું ન હતું. માતા પણ સિરિયસ હતી અને મારી ભત્રીજી પણ નાની હતી. હું ઇચ્છતી હતી કે મારા ભાઈનું ઘર બીજીવાર વસે. આ જ કારણે મેં તેમના પર બીજા લગ્ન માટે દબાણ કર્યું."
   - લગ્ન માટે કેવી રીતે મનાવ્યા તે બાબતે મધુમતીએ જણાવ્યું હતું કે,"મેં ભાઈને બ્લેકમેલ કર્યો હતો. મેં કીધું હતું કે જ્યાં સુધી બીજા લગ્ન નહીં કરે ત્યાં સુધી હું જમીશ નહીં. મેં 2 દિવસ સુધી કઈં ના ખાધું અને મારી જીદ આગળ ભાઈને ઝૂકવું જ પડ્યું."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બહેને બ્લેકમેઈલ કરીને ભૈયુજી મહારાજના કરાવ્યા હતાં બીજા લગ્ન | This is the reason why bhaiyyu maharaj did second marriage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `