Home » National News » Photo Feature » IITના સ્ટુડન્ટસ લાવશે 'મેડ ઈન ઇન્ડિયા' ફલાઇંગ ટેક્સી | This is the flying taxi project which will get Fund

IITના સ્ટુડન્ટસ લાવશે 'મેડ ઈન ઇન્ડિયા' ફલાઇંગ ટેક્સી, પ્રોજેક્ટ માટે મળી ગયું આટલા કરોડનું Fund

Divyabhaskar.com | Updated - May 30, 2018, 06:23 PM

ફલાઇંગ ટેક્સીને 2023 સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય છે

  • IITના સ્ટુડન્ટસ લાવશે 'મેડ ઈન ઇન્ડિયા' ફલાઇંગ ટેક્સી | This is the flying taxi project which will get Fund
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    નેશનલ ડેસ્ક: ઉબર એર તથા અન્ય ઘણી વિદેશી કંપનીઓ ફ્લાઇંગ ટેક્સી લૉન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે ભારતના કેટલાક યુવા રિસર્ચર્સ પણ ફ્લાઇંગ ટેક્સી તૈયાર કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ફ્લાઇંગ ટેક્સી સંપૂર્ણપણે સ્વદેશી હશે. તેને 2023 સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય છે. નોંધનીય છે કે રસ્તા પર ભારે ટ્રાફિક જામ રહેવાના કારણે વિકસિત દેશોમાં હવે પરિવહનના વૈકલ્પિક સાધનો તૈયાર કરવા પર જોરશોરથી કામ થઇ રહ્યું છે. હવે ભારત પણ આ દોડમાં સામેલ થઇ ગયું છે.

  • IITના સ્ટુડન્ટસ લાવશે 'મેડ ઈન ઇન્ડિયા' ફલાઇંગ ટેક્સી | This is the flying taxi project which will get Fund
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ગૂગલ, એરબસ, ઉબર, વોલ્વો જેવી દિગ્ગજ કંપનીઓ ડ્રાઇવરલેસ કાર વિકસાવવા પર કામ કરી રહી છે. ઉબર એર, ઇલોન મસ્કની બોરિંગ કંપની અને હાયપરલૂપ વન જેવી કંપનીઓ એર ટેક્સી કે અન્ડરગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહી છે. આઇઆઇટી, કાનપુરે ખાનગી કંપની વીટીઓએલ એવિયેશન ઇન્ડિયા સાથે એક કરાર કર્યો છે. 

     

  • IITના સ્ટુડન્ટસ લાવશે 'મેડ ઈન ઇન્ડિયા' ફલાઇંગ ટેક્સી | This is the flying taxi project which will get Fund

    15 કરોડ રૂ.ના આ કરાર હેઠળ આઇઆઇટીના 100થી વધુ રિસર્ચ સ્ટુડન્ટ એક પ્રોટોટાઇપ ફ્લાઇંગ ટેક્સી ડેવલપ કરશે, જેને કોમર્શિયલ ફ્લાઇંગ ટેક્સી તરીકે ઉપયોગમાં લઇ શકાશે. આ યુવા રિસર્ચર્સને સફળતા મળી તો દિલ્હી, મુંબઇ સહિતના મહાનગરોમાં ટ્રાફિકની વધતી સમસ્યાથી છુટકારો મળી શકે છે. પ્રસ્તાવિત ફ્લાઇંગ ટેક્સી વીજળીથી ચાલશે. તેમાં સંપૂર્ણપણે ક્લીન એનર્જી વપરાશે. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ