જેના કારણે સલમાન ખાન પાંજરે પૂરાયો એ 'બ્લેકબક' છે શું?

બ્લેકબક સામાન્ય રીતે ભારત, નેપાળ અને પાકિસ્તાનના મેદાનોમાં વસતા જોવા મળે છે

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 06:43 PM
સલમાન ખાન અને બ્લેકબક | This is that animal for which Salman Khan Got convicted

જેના કારણે સલમાન ખાન પાંજરે પૂરાયો એ 'બ્લેકબક' છે શું?.

નેશનલ ડેસ્ક: બ્લેકબક, મૂળ ભારતના મેદાનોમાં વસતા પ્રાણીનો પ્રકાર છે. બ્લેકબેક આદિજાતિનું એક એન્ટીપ્લોપ છે, જેમાં ગાઝેલ્સ, સ્પ્રિંગબોક અને ગેરેનકનો પણ સમાવેશ થાય છે. બ્લેકબકમાં પુખ્ત નરના શિંગડા તેને અન્ય કરતા જુદા પાડે છે, તે 50-61 સે.મી. લંબાઈ ધરાવે છે. કાળિયાર અથવા બ્લેક બકને ઇન્ડિયન એન્ટેલોપ પણ કહેવામાં આવે છે. બ્લેકબેક આદિજાતિનું એક એન્ટીપ્લોપ છે. સામાન્ય રીતે ભારત, નેપાળ અને પાકિસ્તાનના મેદાનોમાં વસતા જોવા મળે છે. સંરક્ષિત વિસ્તારોમાં તેની સંખ્યા વધી રહી છે તો કેટલાયે વિસ્તારમાં તે જીવન ટકાવવા ઝઝૂમી રહ્યા છે.

આગળ જાણો , ગુજરાતમાં ક્યાં આવેલું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન...

સલમાન ખાન અને બ્લેકબક | This is that animal for which Salman Khan Got convicted

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે. ઇ. સ. 1976ના વર્ષમાં સ્થાપિત આ ઉદ્યાન સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આવેલ છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી 72 કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર 34.08 ચો.કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની “વીદી”(ઘાસ ભૂમિ) હતી. આ ઉદ્યાન ઉત્તર તરફ ખેતરો અથવા વગડાઉ જમીન આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને 4B ગુજરાત – રજવાડાનું ઉપ-શુષ્ક જીવ-ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયું છે

સલમાન ખાન અને બ્લેકબક | This is that animal for which Salman Khan Got convicted

સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિકી છે જેના પર કાળિયાર વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં, તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આજે, આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે.

સલમાન ખાન અને બ્લેકબક | This is that animal for which Salman Khan Got convicted

ભૂગોળ:

આ ઉદ્યાનનો દક્ષિણ ભાગ સમુદ્રની ભરતીના છાયા ક્ષેત્રમાં આવે છે. જે ભરતી સમયે જળમગ્ન થઈ જાય છે. જોકે આનું અર્ધ શુષ્ક વાતાવરણ અને ભરતીની આવક જાવક વરસાદના સમયે જમીનનું પાણીમાં ગરકાવ થવું એ આ ઉદ્યનનેના પ્રાણી નિવાસીઓને પ્રાકૃતિક આવાસ પુરું પાડે છે.
અંતરીક્ષાવલોકન – (રીમોટ સેંસીંગ)- ભૂસ્તર શાસ્ત્રના પ્રાકૃતિક નિવાસના અભ્યાસ દ્વારા આ ક્ષેત્રેને નીચે મુજબ વર્ગીકૃત કરાય છેઃ
7.57 ચો કિમી – ગીચ ઘાસભૂમિ અને 9.91 ચો કિમી છૂટીછવાઈ ઘાસભૂમિ
5.05 ચો કિમી – શિંગવૃક્ષી ઝાંખરભૂમિ
ખારપટ - 5.13 ચો. કિમી.
ભરતી છાયાનું કળણ 5.08 ચો. કિમી.

X
સલમાન ખાન અને બ્લેકબક | This is that animal for which Salman Khan Got convicted
સલમાન ખાન અને બ્લેકબક | This is that animal for which Salman Khan Got convicted
સલમાન ખાન અને બ્લેકબક | This is that animal for which Salman Khan Got convicted
સલમાન ખાન અને બ્લેકબક | This is that animal for which Salman Khan Got convicted
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App