Divya Bhaskar

Home » National News » Bhaskar Gyan » આ ભારતીયએ ઉડાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઊંઘ | This Indian made worlds richest man sleepless

આ ભારતીયએ ઉડાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઊંઘ, ક્યારેક કરતો હતો તેની નોકરી

Divyabhaskar.com | Updated - May 01, 2018, 05:45 PM

આ ભારતીયએ બેજોસની એવી ઊંઘ ઉડાવી રાખી છે કે તે તેને પહોંચી વળવા હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે

  • આ ભારતીયએ ઉડાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઊંઘ | This Indian made worlds richest man sleepless
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    નેશનલ ડેસ્ક: દુનિયાના સૌથી અમીર અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ માટે એક એવો વ્યક્તિ માથાનો દુ:ખાવો બની ગયો છે, જે એક સમયે તેને ત્યાં જ નોકરી કરતો હતો. રસપ્રદ વાત એ છે કે આ વ્યક્તિ ભારતીય છે. આ વ્યક્તિએ બેજોસની એવી ઊંઘ ઉડાવી રાખી છે કે તે તેને પહોંચી વળવા હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે. પણ તેની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઇ રહી.
  • આ ભારતીયએ ઉડાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઊંઘ | This Indian made worlds richest man sleepless
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    આ ભારતીય બન્યો મુસીબત


    અમે વાત કરી રહ્યાં છીએ ફ્લિપકાર્ટ ના ફાઉન્ડર સચિન બંસલની, જે ક્યારેક એમેઝોનમાં જ નોકરી કરતો હતો. બંસલ ચંદીગઢમાં ભણ્યો-ગણ્યો અને તેણે આઇઆઇટીમાં અભ્યાસ કર્યો. બંસલે 2006માં એમેઝોનને જોઈન કર્યું હતું અને 2007માં નોકરી છોડીને ભારતમાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ શરુ કરી, જે અત્યારે ભારતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની બની ચુકી છે. હવે બંસલ પોતે અમેઝોન માટે ભારતમાં સૌથી મોટી બાધા બની ગયો છે. આ જ કારણ છે કે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બેજોસ ભારતીય બજારમાં બેઝ બનાવવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. 

     

  • આ ભારતીયએ ઉડાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઊંઘ | This Indian made worlds richest man sleepless
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    એમેઝોન માટે માથાનો દર્દ બન્યું ફ્લિપકાર્ટ 


    એમેઝોન દુનિયાભરમાં બિઝનેસ વધારવા માટે એક મોટું માર્કેટ માની રહ્યો છે. તેની નાણાકીય વર્ષ 2018-19માં 5 અરબ ડોલર એટલે કે 32 હજાર કરોડ રૂપિયાના રોકાણની યોજના છે. જો કે તેનાથી માર્કેટમાં ફ્લિપકાર્ટને અસર થવાનો ચાન્સ ઓછો છે. આવામાં એમેઝોન ફ્લિપકાર્ટને ખરીદવાનો દાવ ચલાવવા જઈ રહી છે 

  • આ ભારતીયએ ઉડાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઊંઘ | This Indian made worlds richest man sleepless
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    વોલમાર્ટથી મળી રહી છે તગડી ટક્કર


    એમેઝોનને હવે અમેરિકાની એક અન્ય કંપનીથી ટક્કર મળી રહી છે. આ કંપની છે વોલમાર્ટ, જે દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની છે. વોલમાર્ટ હાલ તો ફ્લિપકાર્ટના 40 ટકા ભાગની વાતચીત કરી રહ્યું છે.

  • આ ભારતીયએ ઉડાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઊંઘ | This Indian made worlds richest man sleepless
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ભારતમાં 5 અરબ ડોલરનું રોકાણ કરશે એમેઝોન 


    આ ડીલથી એશિયાની ત્રીજી મોટી ઇકોનોમીમાં એમેઝોનને સીધી રીતે ચેલેન્જ મળી રહી છે. એમેઝોને પોતાના ઓનલાઇન ગ્રોસરી માર્કેટમાં વિસ્તાર વધારવા માટે 5 અરબ ડોલરનું રોકાણ કરવાની ઈચ્છા જાહેર કરી છે

  • આ ભારતીયએ ઉડાવી દુનિયાના સૌથી અમીર વ્યક્તિની ઊંઘ | This Indian made worlds richest man sleepless

    40 ટકા માર્કેટ પર ફ્લિપકાર્ટનો કબજો


    એમેઝોનના પૂર્વ કર્મચારી સચિન બંસલ અને બિની બંસલ દ્વારા વર્ષ 2007માં સ્થપિત ફ્લિપકાર્ટએ ભારતના 40 ટકા ઓનલાઇન રિટેલ માર્કેટ પર કબ્જો કર્યો છે. રિસર્ચ કંપનીઓના જણાવ્યા મુજબ હાલ એમેઝોન ફ્લિપકાર્ટથી પાછળ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending