Home » National News » Bhaskar Gyan » જલિયાંવાલા બાગ | This Country lover waited for 21 years to kill General Dyer

જલિયાંવાલા બાગ: 1200 લોકોની હત્યાનો બદલો લેવા આ દેશપ્રમીએ જોઈ હતી 21 વર્ષની રાહ

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 04:46 PM

1200 જેટલા નિર્દોષ દેશવાસીનો ભોગ લેનાર ડાયરની હત્યા ઉધમ સિંહ નામના ભારતીયે કરી હતી

 • જલિયાંવાલા બાગ | This Country lover waited for 21 years to kill General Dyer
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્ક: 13 એપ્રિલનો જ એ દિવસ હતો. આજથી ઠીક 99 વર્ષ પહેલા. તે દિવસોમાં દેશના શાસક જ્યોર્જ પાંચમો હતા અને વાઇસરોય ફ્રેડરીક થેસીગર. બૈશાખી (પંજાબીઓનો એક તહેવાર)નો પર્વ હતો. હજારોની સંખ્યામાં લોકો અમૃતસરના જલિયાંવાલા બાગમાં પોતાના નવા વર્ષને ઉજવવા માટે એકઠા થયા હતા. અચાનક એક અંગ્રેજ જનરલ આર ડાયર પોતાન સૈનિકો સાથે ત્યાં પહોંચી ગયા. વિના કોઈ ચેતવણીએ તેણે ત્યાં હાજર નિહથ્થા લોકો પર ગોળીઓ વરસાવાનો હુકમ કરી દીધો. ભાગદોડ મચી ગઈ.

  દરેક કોઈ પોતાનો જીવ બચાવવાના પ્રયત્નમાં કરવા લાગ્યા. પણ જલિયાંવાલા બાગની બનાવટ કઈંક એવી હતી કે ત્યાં આવવા-જવા માટે માત્ર એક જ દરવાજો હતો. હા, એક કૂવો જરૂર હતો પણ તેમાં લોકોએ જીવ બચાવવા કરતા ગુમાવ્યા વધુ. તે જ બાગની દરેક તરફ લોકોના ઘર હતા અને ઊંચી ઊંચી દીવાલો હતા. એક બીજાને કચડીને લોકો તે દીવાલો પર ચડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ ગોળીઓ લગભગ 10 મિનિટ સુધી ઉભા રહ્યા વિના ચાલી. જયારે ગોળીઓ ખાલી થઇ ત્યારે દરેક બાજુ મૃતદેહો જ વેરાયેલા હતા. રેકોર્ડ મુજબ 379 લોકોના મોત થયા હતા, પણ હકીકતમાં 1000થી વધુ લોકો માર્યા ગયા હતા અને 2000થી વધુ ઘાયલ થયા હતા. માનવ ઇતિહાસમાં થયેલા સૌથી ભયાનક જનસંહારમાંથી એક નામ જલિયાંવાલા બાગ જનસંહારનું પણ છે.

  પણ આ સમગ્ર ઘટનામાંથી એક માણસ એવો હતો, જે એટલો ગુસ્સામાં હતો કે તેણે જનરલ ડાયરને મારી નાખવાનું મન બનાવી લીધું હતું, અને તે હતા સરદાર ઉધમ સિંહ. સરદાર ઉધમ સિંહનો જન્મ 26 ડિસેમ્બર 1899ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. સાત વર્ષની ઉંમરે ઉધમ અનાથ થઇ ગયા હતા.

  આગળ જાણો, જનરલ ડાયરની હત્યા માટે આ દેશપ્રેમીએ શું પ્લાન બનાવ્યો અને કેવી રીતે પાર પાડ્યો?....

 • જલિયાંવાલા બાગ | This Country lover waited for 21 years to kill General Dyer
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  12 વર્ષનો બાળક ઉધમસિંહ દિનપ્રતિદિન મોટો થવા લાગ્યો. તેના મનમાંથી બદલાની ભાવના નીકળતી ન હતી. ડાયર ઇંગ્લૅન્ડ જતો રહ્યો છે તે તે જાણતો હતો. હવે તો ઇંગ્લૅન્ડ જઈને જ બદલો લઈ શકાય. તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ઇંગ્લૅન્ડ પહોંચ્યો, કૉલેજમાં દાખલ થઈ ગયો અને ભણવા લાગ્યો. તેની બાજનજર ડાયરને શોધતી રહી. અંતે તેણે ડાયરને શોધી કાઢ્યો.

   

 • જલિયાંવાલા બાગ | This Country lover waited for 21 years to kill General Dyer
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  તે દિવસ 13-3-1940નો હતો. એક સભાભવનમાં અફઘાનિસ્તાન બાબતે સભા થવાની હતી. સભાનું આયોજન “રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટી’ અને “ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન’ના સંયુક્ત ઉપક્રમે રખાયું હતું. લોર્ડ જેટલેન્ડ સભાપતિ હતા. ડાયર પણ મહેમાન તરીકે તેમની બાજુમાં ગોઠવાયો હતો. જલિયાંવાલાબાગની ઘટનાને એકવીસ વર્ષ વીતી ગયાં હતાં, બધું ઠંડું થઈ ગયું હતું અને ભુલાઈ ગયું હતું. માત્ર ઉધમસિંહનું જ હૃદય બળતું હતું. તે હજી કશું ભૂલી શક્યો ન હતો.

   

 • જલિયાંવાલા બાગ | This Country lover waited for 21 years to kill General Dyer
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ઉધમસિંહ ભરેલી પિસ્તોલે સભામાં પહોંચી ગયો અને છેક આગળની હરોળમાં ગોઠવાઈ ગયો. જેવી સભા પૂરી થઈ કે બધા ઊભા થઈ ગયા, ઉધમસિંહ પણ ઊભો થઈને ડાયર સામે ધસી ગયો અને સંતાડેલી પિસ્તોલ બહાર કાઢીને ધાંય-ધાંય પાંચ ગોળીઓ ડાયરના શરીરમાં ધરબી દીધી. ડાયર ઢળી પડ્યો. અને તેના પ્રાણ ઊડી ગયા. સભામાં ભાગદોડ મચી. ઉધમસિંહ ભાગ્યો પણ પકડી લેવાયો. તેના ઉપર કેસ ચાલ્યો. તેને ફાંસીની સજા થઈ.

   

 • જલિયાંવાલા બાગ | This Country lover waited for 21 years to kill General Dyer

  જલિયાંવાલા બાગ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ