Divya Bhaskar

Home » National News » Photo Feature » this bollywood actress slammed for smiling upon her arrival

શ્રીદેવીના મોતનો મલાજો પણ ના રાખ્યો આ એક્ટ્રેસે, જોવા મળી હસતી

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 05:41 PM

શ્રીદેવીના પાર્થિવ શરીરને મુંબઈના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો

  • this bollywood actress slammed for smiling upon her arrival
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ આજે સવારથી મુંબઈના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં શ્રીદેવીના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. અહીં બોલિવૂડ સ્ટાર્સનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, તેવામાં બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ જ્યારે અંતિમ દર્શન માટે પહોંચી તો તેનો ચહેરો હસતો જોવા મળ્યો હતો જે ઉડીને આંખે વળગ્યો હતો. એક તરફ શ્રીદેવીના નિધનથી સમગ્ર બોલિવૂડ ગમગીની છવાઈ છે ત્યારે આ પ્રકારની તસવીર સામે આવતા શ્રીદેવીના ચાહકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

    બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનું શનિવારના રોજ અચાનક અવસાન થતા સમગ્ર બોલિવૂડ તથા શ્રીદેવીના પ્રશંસકો ગમગીન છે. મંગળવાર રાત્રે શ્રીદેવીનું પાર્થિવ શરીર ભારત લાવવામાં આવ્યું ત્યારથી શ્રીદેવીના ઘરની આગળ તેમના પ્રસંશકોનો જમાવડો થયેલો હતો. શ્રીદેવીના અંતમ દર્શન માટે રાતથી જ તેમના ઘરે સ્ટાર્સની અવરજવર શરૂ થઈ ગઈ હતી. સવાર થતા જ શ્રીદેવીના પાર્થિવ શરીરને મુંબઈના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અહીં આખું બોલિવૂડ આ દુઃખના સમયે કપૂર પરિવાર સાથે ઊભો રહેલું જોવા મળ્યું. અનેક મોટી મોટી હસ્તીઓ શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચી રહી હતી આ દરમિયાન જેક્લીન ફર્નાન્ડીઝ હસતી જોવા મળી હતી.

    ઉલ્લેખનીય છે કે, જેક્લીને શ્રીદેવીના નિધનના સમચાર મળતા તેણે પિયાનો પર મ્યૂઝિક પ્લે કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી હતી.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • this bollywood actress slammed for smiling upon her arrival
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • this bollywood actress slammed for smiling upon her arrival
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • this bollywood actress slammed for smiling upon her arrival
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • this bollywood actress slammed for smiling upon her arrival
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • this bollywood actress slammed for smiling upon her arrival
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • this bollywood actress slammed for smiling upon her arrival
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending