Divya Bhaskar

Home » National News » Photo Feature » 10 તોલા સોનાના ઉસ્તરાથી દાઢી બનાવે છે આ વ્યક્તિ | This barber do shaving with golden razor and takes this charge

10 તોલા સોનાના ઉસ્તરાથી દાઢી બનાવે છે આ વ્યક્તિ, જાણો કેટલો વસૂલે છે ચાર્જ?

Divyabhaskar.com | Updated - May 17, 2018, 07:09 PM

18 કેરેટ સોનાજડિત 10 તોલાના બનેલા આ ઉસ્તરાની કિંમત 3 લાખ રૂપિયા છે

  • 10 તોલા સોનાના ઉસ્તરાથી દાઢી બનાવે છે આ વ્યક્તિ | This barber do shaving with golden razor and takes this charge
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    નેશનલ ડેસ્ક: મહારાષ્ટ્રના સાંગલીમાં રામચંદ્ર કાશીદનું સલૂન આ દિવસોમાં ખાસ ચર્ચાનો વિષય બનેલો છે. ચર્ચાનું કારણ છે એક ઉસ્તરો. જો કે, આ કોઈ સામાન્ય નહીં પણ સોનાનો ઉસ્તરો છે. હકીકતમાં,અહીં એક નાનકડા સલૂનમાં સોનાનાં ઉસ્તરાથી દાઢી બનાવવામાં આવી રહી છે. 18 કેરેટના 10 તોલાના સોનાના બનેલા આ ઉસ્તારાની કિંમત 3 લાખ રૂપિયા છે. સલૂનના માલિકે આ ખાસ ઉસ્તરો પુણેના એક કારીગર પાસે બનાવડાવ્યો છે

  • 10 તોલા સોનાના ઉસ્તરાથી દાઢી બનાવે છે આ વ્યક્તિ | This barber do shaving with golden razor and takes this charge
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સોનાના ઉસ્તરાથી દાઢી બનાવવા માટે માત્ર 200 રૂપિયા ચૂકવવા પડે છે. ત્યારે જ તો આજ કાલ આ સલૂનની બહાર લોકોની લાંબી લાઈનો લાગે છે. રામચંદ્ર કાશીદએ પોતાના સલૂનનું નામ પણ ઉસ્તરા રાખ્યું છે. તેમણે એક ચેનલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે સલૂન તો તેના વડીલોના સમયથી ચાલતો ધંધો છે, પણ તે કઈંક અલગ કરવા માંગતા હતા. અલગ કરવાની ચાહમાં તેમણે અહીં સોનાનો ઉસ્તરો બનાવડાવ્યો. તેમણે નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી ઉસ્તરો નહીં બને ત્યાં સુધી તે પોતાની દાઢી પણ નહીં બનાવે. 

     

  • 10 તોલા સોનાના ઉસ્તરાથી દાઢી બનાવે છે આ વ્યક્તિ | This barber do shaving with golden razor and takes this charge
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    3 વર્ષ સુધી ન કરી દાઢી 


    રામચંદ્ર બતાવે છે કે ત્રણ વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે તેને પુણેના મિથુન રાણાને 10 તોલાનો ઉસ્તરો બનવવા આપ્યો. આ ખાસ ઉસ્તરાના ઉદ્ઘાટન માટે તેણે એક ખાસ દિવસ પણ પસંદ કર્યો. તેણે માતા-પિતાના લગ્નની 33મી વર્ષગાંઠના દિવસે તેનું ઉદ્ઘાટન કર્યું અને સૌથી પહેલા પોતાના પિતાની દાઢી બનાવી. સલૂનના માલિક રામચંદ્રનું કહેવું છે કે ઉસ્તરાથી હજામત કરવી તેમના માટે સપ્નાથી ઓછું નથી. 

  • 10 તોલા સોનાના ઉસ્તરાથી દાઢી બનાવે છે આ વ્યક્તિ | This barber do shaving with golden razor and takes this charge

    સલૂનની બહાર લાગી લાંબી લાઈન


    આ દિવસોમાં સાંગલી માર્કેટ સ્થિત રામચંદ્ર કાશીદના સલૂનમાં ઘણી ભીડ રહે છે. સ્થિતિ એ છે કે લોકોને આ સલૂનમાં શેવિંગ કરાવવા માટે એક કલાક પહેલાથી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એક ગ્રાહકે તો કહ્યું કે સોનાના ઉસ્તરાથી દાઢી બનાવવાનો અહેસાસ કેવો હોય છે તે જાણવા તેણે કેટલાયે દિવસોની રાહ જોઈને બેઠા હતા. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending