Home » National News » Photo Feature » ભારત રશિયા પાસેથી ખરીદશે આ પ્રકારના 200 સૈન્ય હેલિકોપ્ટર | These are those helicopters Which India will buy from Russia

ભારત રશિયા પાસેથી ખરીદશે આ પ્રકારના 200 સૈન્ય હેલિકોપ્ટર, જાણો શું છે ખાસિયતો

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 02:57 PM

રશિયાથી 60 કામોવ કેએ-226ટી હેલિકોપ્ટર મળશે, 140 ભારતમાં બનાવાશે

  • ભારત રશિયા પાસેથી ખરીદશે આ પ્રકારના 200 સૈન્ય હેલિકોપ્ટર | These are those helicopters Which India will buy from Russia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: ભારત સરકાર રશિયાથી 200 કામોવ કેએ-226ટી હેલિકોપ્ટર ખરીદવાના સોદાને ઓક્ટોબર સુધી અંતિમ ઓપ આપી શકે છે. આ સોદો રશિયાની કંપની રશિયન હેલિકોપ્ટર્સ અને ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) વચ્ચે જોઈન્ટ વેન્ચરની માધ્યમથી થશે. સરકાર આગામી ચાર મહિનામાં આ સોદાને મંજૂરી આપવા માગે છે.

    ગત મહિને સંરક્ષણ મંત્રાલયે આ પ્રોજેક્ટના ભારત-રશિયાની કંપનીના જોઈન્ટ વેન્ચર માટે અનુરોધ પત્ર(આરએફપી) જારી કર્યા હતા. એક અધિકારીએ કહ્યું કે જોઇન્ટ વેન્ચર આ આરએફપી પર ઓગસ્ટ સુધી જવાબ આપી શકે છે. તેના બાદ ઓક્ટોબરમાં સોદાને અંતિમ મંજૂરી આપી શકાશે. કામોવ હેલિકોપ્ટર એરફોર્સ-આર્મી બંનેને અપાશે.


    કામોવની વિશેષતા
    - એકવારમાં 600 કિમી સુધી ઉડવાની ક્ષમતા...

  • ભારત રશિયા પાસેથી ખરીદશે આ પ્રકારના 200 સૈન્ય હેલિકોપ્ટર | These are those helicopters Which India will buy from Russia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    - ઝડપ 250 કિમી પ્રતિકલાક. 
    - પર્વતીય ક્ષેત્રોમાં ઉડાન ભરવા-હુમલા કરવા ટેકનિક અને ક્ષમતાથી સજ્જ

     

  • ભારત રશિયા પાસેથી ખરીદશે આ પ્રકારના 200 સૈન્ય હેલિકોપ્ટર | These are those helicopters Which India will buy from Russia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - એક-બે ક્રૂ મેમ્બર ઉપરાંત આ હેલિકોપ્ટરમાં સાત યાત્રી બેસી શકે. 
    - કામોવ હેલિકોપટ્ર 20,000 ફૂટથી વધુ ઊંચાઇએ ઉડવામાં સક્ષમ છે. 

     

  • ભારત રશિયા પાસેથી ખરીદશે આ પ્રકારના 200 સૈન્ય હેલિકોપ્ટર | These are those helicopters Which India will buy from Russia

    2015માં થયેલા કરાર હેઠળ 60 હેલિકોપ્ટર રશિયાથી મળશે જોકે 140નું નિર્માણ ભારતમાં કરાશે. રક્ષા મંત્રાલયે ચૂકવણીને મંજૂરી આપી છે. બેંગ્લુરુ પાસે તુમકુરમાં હેલિકોપ્ટર નિર્માણ યૂનિટ માટે જગ્યા પણ નક્કી કરાઈ છે. આ હેલિકોપ્ટર ચીત્તા અને ચેતકનું સ્થાન લેશે. મોદીની 2015ની રશિયાની યાત્રા વખતે કરાર પર હસ્તાક્ષર થયા હતા. 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ