Alert / આ આઠ ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં થઈ જાવ સાવાધન, આમાં સૌથી વધુ લૂંટાય છે મુસાફરો, ચોરોએ ઉઠાવ્યો 6 કરોડથી વધુનો સામાન

divyabhaskar.com

Mar 17, 2019, 06:56 PM IST
theft in trains are increasing day by day

નેશનલ ડેસ્કઃ રેલવેનું મુંબઈ મંડળ ચોરી ઝોન બની ગયું છે. આ ઝોનમાં છેલ્લા 9 મહિનામાં 435 ચોરીઓ થઈ છે. સૌથી વધારે ચોંકાવનારા આંકડા સુરતથી વડોદરા વચ્ચેના છે. તેની વચ્ચેની આઠ ટ્રેનો અને આઠ સ્ટેશનો મુસાફરો માટે ખતરારૂપ છે. આ જ સ્ટેશનો ઉપર અને આ જ ટ્રેનોમાં સૌથી વધારે સામાન ચોરી થાય છે. આખા પશ્ચિમ રેલવેની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર સુધી ચાલેલી ટ્રેનો અને સ્ટેશનો પરથી કુલ 1,119 ચોરીના કેસ નોંધાયા છે. ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે બમણા કેસ નોંધાયા છે.

છ કરોડથી પણ વધારે રૂપિયાનો મુદ્દામાલ લઈ ગયા

  • ઓક્ટોબરમાં સુરત સ્ટેશન પર જાહેરમાં સામાન છીનવવાના 10થી વધારે કેસ સામે આવ્યા છે. ચોરી રોકવા માટે નિમાયેલી ટીમ બી ચોરી રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. આ કેસમાં પોલીસને પણ સફળતા નથી મળી.
  • આ પ્રકારની ઘટનાઓ વચ્ચે ચોરો પણ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે. કેટલાક કિસ્સામાં ચોર પ્રથમ શ્રેણીની ટિકિટ લઈને બેસે છે અને મુસાફરી દરમિયાન ચોરીને અંજામ આપી ઉતરી જાય છે.
  • પશ્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્રમાં 2017ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે કુલ 1,561 ચોરીના કેસ નોંધાયા છે. ચોર કુલ 6 કરોડ 57 લાખ 62 હજાર રૂપિયાનો માલ ચોરી કરી ગયા છે. તેમાંથી માત્ર 168 કેસ ઉકેલાયા છે. 19 લાખનો સામાન જ મળી શક્યો છે.

આ 8 સ્ટેશનો પર થાય છે વધારે ચોરી
નંદુરબાર, ચલથાણ, ભેસ્તાન, ઉધના, સુરત, કીમ, ભરૂચ, વડોદરા

આ 8 ટ્રેનમાં સૌથી વધારે લૂંટાયા મુસાફરી
ઉદયપુર સિટી, ઓગસ્ટક્રાંતિ, અમદાવાદ-પુરી, મુંબઈ-જયપુર, ઇંદોર-પુણે, સૌરાષ્ટ્ર જનતા, સૂર્યનગરી પશ્ચિમ એક્સપ્રેસ

ચાલુ ટ્રેનમાં 9 મહીનામાં થયેલી 1119 ચોરી

મંડળ કેસ ડિટેક્શન સામાન(રૂ.) રિકવરી પકડાયેલો સામાન ધરપકડ
મુંબઈ 435 87 1,02,653,524 1,121,840 114
વડોદરા 226 26 34,810,121 5,24,679 28
અમદાવાદ 199 26 8,274,993 4,02,430 31
રતલામ 230 24 9,083,762 6,35,340 39
રાજકોટ 22 9 6,32,438 1,22,940 9
ભાવનગર 7 2 1,19,134 9,000 2
કુલ 1119 174 1,55,573,972 3,816,229 223


સ્ટેશન પર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં થયેલી ચોરી

મંડળ કેસ ડિટેક્શન સામાન(રૂ.) રિકવરી ધરપકડ
મુંબઈ 37 16 6,35,507 2,49,549 18
વડોદરા 14 10 2,02,040 89,530 11
અમદાવાદ 57 25 1,221,128 3,65,230 26
રતલામ 74 13 1,268,130 1,74,1703 13
રાજકોટ 10 6 2,31,190 49,200 8
ભાવનગર 0 0 0 0 0
કુલ 192 70 3,557,995 9,27,679 76

મુંબઈ અને વડોદરામાં ચોરીની ઘટનાઓ ઓછી થઈ નથી
પશ્ચિમ રેલવેના કુલ 6 ડિવિઝનમાંથી માત્ર મુંબઈ અને વડોદરા ડિવિઝનમાં ગયા વર્ષે 953 ચોરીના કેસ નોંધાયા છે. આ બધી ચોરી ચાલુ ટ્રેનમાં થઈ હતી. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં મુંબઈ અને વડોદરા ડિવિઝનમાં 661 ચોરીઓ થઈ છે. આમાંથી વડોદરા ડિવિઝનમાં 226 કેસ રજીસ્ટર થયા છે, જે ગયા વર્ષે 474 હતા. વડોદરા ડિવિઝનમાં સૌથી વધારે ચોરી રાતના સમયે થાય છે.

ચોરી એક હજારથી વધારે, પણ માત્ર 224 કેસ ઉકેલાયા
કેસ ઉકેલવાનું કામ જીઆરપીનું હોય છે, પણ તેઓ આ કામમાં નિષ્ફળ સાબિત થયા છે. આ વર્ષે પશ્ચિમ રેલવેમાં સપ્ટેમ્બર સુધી ચાલેલી ટ્રેનોમાં અને સ્ટેશનોમાં 1,331 ચોરીના કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર 244 કેસ ઉકેલાયા છે. ચોર યાત્રિકોના 15 કરોડ 91 લાખ 9 હજાર 68 રૂપિયાનો સામાન લઈ ગયા હતા. 4,743,908 રૂપિયાનો સામાન પાછો મળ્યો હતો અને 299 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચોરો ગયા વર્ષની સાપેક્ષમાં દોઢ ગણો માલ ચોરી કરી ગયા છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોમાં ચોરોએ લગભગ 15 કરોડ 56 લાખ રૂપિયાના સામાનની ચોરી કરી છે. તેમાંથી લગભગ 38 લાખ રૂપિયાનો સામાન પાછો મળ્યો છે.

X
theft in trains are increasing day by day
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી