Home » National News » Desh » delhi news: mundka swimming instructor planned to kill 8 murdered wife first to aviod humilation

8 મર્ડરનો પ્લાન બનાવીને સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટરે પહેલા પત્નીની કરી હત્યા, આરોપી બોલ્યો, આ 8 લોકોના મર્ડરનો હતો પ્લાન, જેમાં સામેલ હતી 2 કઝિન, 1 મહિલા અને એક્સ ગર્લફ્રેન્ડ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 05:26 PM

પત્નીને લગાવ્યો કરંટ બેભાન થઈ પણ મરી નહીં, પછી કરી મોત માટે એક વઘુ કોશિશ

  • delhi news: mundka swimming instructor planned to kill 8 murdered wife first to aviod humilation

    દિલ્લી: દિલ્લીના મુંડકા વિસ્તારમાં હૃદયને કંપાવી દેતી એક ઘટના સામે આવી છે. 8 લોકોની હત્યાનું કાવતરૂ ઘડનાર એક શખ્સે તેની પત્નીને સૌથી પહેલા એ માટે મારી નાખી કારણ કે તેમને તેની ભવિષ્યની ચિંતા સતાવતી હતી.


    પત્નીના મોત બાદ ઘડી કાઢી ખોટી કહાણી


    24 નવેમ્બરે સૌથી પહેલા તેમણે પત્નીના હાથ-પગ બાંધ્યા અને પછી પાણી ગરમ કરવાના હિટરના રોડથી તેને વિજળીનો કરંટ આપીને તેને મારી નાખવાની કોશિશ કરી જો કે તેનું મોત ન થયું તે બેભાન થઈ જતી હતી અને પછી ભાનમાં આવી જતી હતી. અંતે પત્નીનું ગળું દબાવીને તેને મોતના ઘાટ ઉતારી દીધી. આ ઘટના બાદ તેણે ગુનો છુપાવવા માટે નાટક કર્યું અને તેને હોસ્પિટલ લઈ ગયો અને કરંટ લાગી ગયો હોવાનું કારણ જણાવ્યું. જો કે પત્નીનો પીએમ રિપોર્ટ આવે તે પહેલા તે હોસ્પિટલથી નાસી ગયો. 25 નવેમ્બરે પોલીસે તેને ત્રણ પિસ્તોલ અને 30 કારતૂસ સાથે ઝડપી પાડ્યો.


    પોલીસની પૂછપરછ બાદ તેણે સિરિયલ મર્ડરનો પ્લાનનો પર્દાફાશ કર્યો

    ગુરૂવારે જ્યારે આરોપી પતિની ધરપકડ કરીને તેની સઘન પૂછપરછ કરવામાં આવી તો તેમણે તેનો મર્ડરનો પ્લાન જણાવ્યો. આરોપી મૂળ હરિયાણાના જિંદનો રહેવાસી છે અને તે સ્વિમિંગ ઇન્સસ્ટ્રક્ટર છે, તે આઇટીસી મોર્યો હોટેલમાં સ્વિમિંગ કોચ તરીકે કામ કરતો હતો. જો કે તેને કોઇ કારણથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

    પત્નીને મર્ડરનો પ્લાન જણાવી દીધો હતો


    આરોપીએ જણાવ્યું કે, "8 લોકોની હત્યા કરવાની યોજના હતી. તેમાં 2 કઝિન જેમાં એક મહિલા અને એક એકસ ગર્લફ્રેન્ડ અને તેનો પતિ, હોટેલનો મેનેજર તેમજ અન્ય ત્રણ લોકો પણ સામેલ હતા" આરોપીએ જણાવ્યું કે, "મર્ડરનો પ્લાન પત્નીને જણાવી દીધો હતો. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે મર્ડર બાદ મારે નિશ્ચિત જેલમાં જવું પડશે અને પાછળથી પત્ની હેરાન થશે કોઈ તેનો દૂરઉપયોગ કરેશે, તેનું શોષણ થશે, આ ડર અને તેની ભવિષ્યની ચિંતા થતાં સૌથી પહેલા તેને મોતના ઘાટ ઉતારી દીધી"

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ