• Home
  • National News
  • Photo Feature
  • રાષ્ટ્રપતિ ભવનની અંદરની તસવીરો, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય | See these photos of Rashtrapati Bhavan which you will rarely see

રાષ્ટ્રપતિ ભવનની અંદરની તસવીરો, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય

રાષ્ટ્રપતિ ભવન જોવા આવતા મોટાભાગના લોકો બહાર જ ફોટો પડાવીને પાછા ફરે છે

divyabhaskar.com | Updated - Jun 16, 2018, 10:20 AM
રાષ્ટ્રપતિ ભવનનો એ ભાગ જેની આગળ સામાન્ય વ્યક્તિને જવાની મંજૂરી નથી
રાષ્ટ્રપતિ ભવનનો એ ભાગ જેની આગળ સામાન્ય વ્યક્તિને જવાની મંજૂરી નથી

નેશનલ ડેસ્કઃ આ છે રાષ્ટ્રપતિ ભવનનો એ ભાગ જેની આગળ સામાન્ય વ્યક્તિને જવાની મંજૂરી નથી. દેશભરમાંથી રાષ્ટ્રપતિ ભવન જોવા આવતા મોટાભાગના લોકો અહીં જ પોતાની અને પોતાના મિત્રોની તસવીર લે છે અને આ વિશાળ ભવનને જોઈને પાછા ફરે છે. પરંતુ આજે અમે તમને રાષ્ટ્રપતિ ભવનની અંદર લઈ જઈ રહ્યા છીએ.

નોંધનીય છે કે, તાજેતરમાં લાઈફ એટ રાષ્ટ્રપતિ ભવન નામથી એક ફોટોબુક આવી છે. જે આપણને આ મહાન ઈમારતનો ઈતિહાસ અને વર્તમાનની એક શાનદાર ઝલક આપે છે. આ પુસ્તકના દરેક પાના પર ઈમારતની બનાવટ, તેની દેખરેખ અને દેખરેખ કરનારાની કહાણી તસવીરોમાં જણાવાઈ છે. જેમાંથી આ તસવીર લેવાઈ છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

રાષ્ટ્રપતિનું ગેરેજ
રાષ્ટ્રપતિનું ગેરેજ

શરૂઆત કરીએ રાષ્ટ્રપતિના ગેરેજથી. અહીંયા રાષ્ટ્રપતિની એ તમામ ગાડીઓ રહેલી છે, જે તેમના કાફલા સાથે ચાલે છે. તેમાં પણ સૌથી ખાસ છે બે બુલેટપ્રૂફ લિમોજિન કાર. તેને ચલાવનાર ડ્રાઈવર લાલ અને સોનેરી પોશાકમાં હોય છે. લિમોજિન કાર્સ ખાસ પ્રસંગે બહાર કાઢવામાં આવે છે. પહેલા વાયસરાય રોલ્સ રોય્સ કારમાં સવાર થતા હતા, પરંતુ હવે રાષ્ટ્રપતિ મર્સિડિઝ બેન્ઝ એફ600માં જાય છે. આ સિવાય તેમના કાફલામાં એમ્બ્યુલન્સ પણ હોય છે. ગેરેજ યુનિટમાં 70સ લોકોનો સ્ટાફ છે, જેમાં ડ્રાઈવર, ટેક્નીશિયન, ક્લાક જેવા છે.

અહી રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા કર્મચારી પોતાના કપડાં બદલે છે
અહી રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા કર્મચારી પોતાના કપડાં બદલે છે

આ એ જગ્યા છે, જ્યાં રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા કર્મચારી પોતાના કપડાં બદલે છે અને તૈયાર થાય છે.

રાષ્ટ્રપતિ ભવનમાં બગીનું ખાસ મહત્વ છે
રાષ્ટ્રપતિ ભવનમાં બગીનું ખાસ મહત્વ છે

રાષ્ટ્રપતિ ભલે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરે, પરંતુ રાષ્ટ્રપતિ ભવનમાં બગીનું ખાસ મહત્વ છે. રાષ્ટ્રપતિ ઘણા પ્રસંગે આ બગીનો પણ ઉપયોગ કરે છે, જેમાં શપથ સમારોહ જેવા સમારોહ સામેલ છે.

રાષ્ટ્રપતિ ભવનનો દરબાર હોલ
રાષ્ટ્રપતિ ભવનનો દરબાર હોલ

તમે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આયોજિત થઈ રહેલા કાર્યક્રમ દરમિયાન તો તેને ઘણી વાર જોયો હશે, પરંતુ આ દરબાર હોલ હકીકતમાં કેવો છે. અહીંયા આયોજિત થતા કાર્યક્રમ દરમિયાન દરેક ખુરશીની જગ્યા નક્કી હોય છે અને તેના આધારે તેની તપાસ કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ભવનનું ગાર્ડન
રાષ્ટ્રપતિ ભવનનું ગાર્ડન

આ છે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડનની તસવીર

અહીં રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘોડાનો સામાન રખાય છે
અહીં રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘોડાનો સામાન રખાય છે

રાષ્ટ્રપતિની સુરક્ષા સૌથી મહત્વની છે અને તેના માટે તેમના અંગરક્ષક કાયમ તહેનાત રહે છે. આ તસવીર એ જગ્યાની છે, જ્યાં રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘોડાનો સામાન રાખવામાં આવે છે.

અહીં કરાય છે ડિનરની વ્યવસ્થા
અહીં કરાય છે ડિનરની વ્યવસ્થા

આ એ જગ્યા છે, જ્યા રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થતા ડિનરની વ્યવસ્થા કરાય છે, જે એક ફાઈવ સ્ટાર હોટલથી ઓછું નથી.

ભોજન પર અપાય છે ખાસ ધ્યાન
ભોજન પર અપાય છે ખાસ ધ્યાન

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિનું ભોજન પણ મહત્વનું હોય છે, તેમાં વાસણથી લઈને ખાવાના સ્વાદ સુધી બહુ ધ્યાન આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ભવનની અંદરની તસવીરો, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય | See these photos of Rashtrapati Bhavan which you will rarely see

નોંધનીય છે કે, તાજેતરમાં લાઈફ એટ રાષ્ટ્રપતિ ભવન નામથી એક ફોટોબુક આવી છે. જે આપણને આ મહાન ઈમારતનો ઈતિહાસ અને વર્તમાનની એક શાનદાર ઝલક આપે છે. આ પુસ્તકના દરેક પાના પર ઈમારતની બનાવટ, તેની દેખરેખ અને દેખરેખ કરનારાની કહાણી તસવીરોમાં જણાવાઈ છે. જેમાંથી આ તસવીર લેવાઈ છે.

રાષ્ટ્રપતિ ભવનની અંદરની તસવીરો, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય | See these photos of Rashtrapati Bhavan which you will rarely see

આ ફોટોબુકને રાષ્ટ્રપતિ ભવન સચિવાલય સાથે ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ, સૂચના પ્રસારણ મંત્રાલયના પ્રકાશન ડિવિઝન અને કલાના ક્ષેત્રમાં કામ કરનારી બિનસરકારી સંસ્થા સહપીડિયાએ પ્રકાશિત કરી છે. બુકમાં છપાયેલી જૂની તસવીર તો રાષ્ટ્રપતિ ભવનના ફોટો ડિવિઝનની છે. પરંતુ આજે રાષ્ટ્રપતિ ભવનની જે મનોરમ નજારો તમે જોયો તે દેશના જાણીકા અને વરિષ્ઠ ફોટોગ્રાફર દિનેશ ખન્નાની કમાલ છે. 

 

X
રાષ્ટ્રપતિ ભવનનો એ ભાગ જેની આગળ સામાન્ય વ્યક્તિને જવાની મંજૂરી નથીરાષ્ટ્રપતિ ભવનનો એ ભાગ જેની આગળ સામાન્ય વ્યક્તિને જવાની મંજૂરી નથી
રાષ્ટ્રપતિનું ગેરેજરાષ્ટ્રપતિનું ગેરેજ
અહી રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા કર્મચારી પોતાના કપડાં બદલે છેઅહી રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા કર્મચારી પોતાના કપડાં બદલે છે
રાષ્ટ્રપતિ ભવનમાં બગીનું ખાસ મહત્વ છેરાષ્ટ્રપતિ ભવનમાં બગીનું ખાસ મહત્વ છે
રાષ્ટ્રપતિ ભવનનો દરબાર હોલરાષ્ટ્રપતિ ભવનનો દરબાર હોલ
રાષ્ટ્રપતિ ભવનનું ગાર્ડનરાષ્ટ્રપતિ ભવનનું ગાર્ડન
અહીં રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘોડાનો સામાન રખાય છેઅહીં રાષ્ટ્રપતિની સુરક્ષામાં લાગેલા ઘોડાનો સામાન રખાય છે
અહીં કરાય છે ડિનરની વ્યવસ્થાઅહીં કરાય છે ડિનરની વ્યવસ્થા
ભોજન પર અપાય છે ખાસ ધ્યાનભોજન પર અપાય છે ખાસ ધ્યાન
રાષ્ટ્રપતિ ભવનની અંદરની તસવીરો, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય | See these photos of Rashtrapati Bhavan which you will rarely see
રાષ્ટ્રપતિ ભવનની અંદરની તસવીરો, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય | See these photos of Rashtrapati Bhavan which you will rarely see
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App